Studio On Wheels : બિંદુ સરોવર ખાતે માતૃ શ્રાદ્ધ અને પિંડદાનનો અનોખો મહિમા
માતૃ શ્રાદ્ધ માટે વિશ્વભરમાં આ અનોખું સ્થાન છે. માતાના આત્માની શાંતિ માટે શ્રદ્ધાળુઓ અહીં આવે છે. પૌરાણિક કથાઓથી પવિત્ર તીર્થ બનેલું છે.
Advertisement
સ્ટુડિયો ઓન વ્હીલ્સ સિદ્ધપુર પહોંચ્યું હતું. જ્યાં આવેલ સિદ્ધપુરનું બિંદુ સરોવર એ આસ્થા અને પરંપરાનું પવિત્ર કેન્દ્ર છે ત્યાંની મુલાકાત લીધી હતી. અહીં, માતૃ ભક્તિનો અનોખો મહિમા જોવા મળે છે. માતૃ શ્રાદ્ધ માટે વિશ્વભરમાં આ અનોખું સ્થાન છે. માતાના આત્માની શાંતિ માટે શ્રદ્ધાળુઓ અહીં આવે છે. પૌરાણિક કથાઓથી પવિત્ર તીર્થ બનેલું છે. જ્યાં ભક્તિ સાથે માતૃ સંસ્કાર જોડાય છે. આસ્થાથી ભરેલું સિદ્ધપુરનું પવિત્ર તટ છે. પંચ સરોવરમાં અનોખું સ્થાન ધરાવતું આ તીર્થ છે. ભગવાન કપિલ મુનિની જન્મભૂમિ છે. ભગવાન વિષ્ણુના આંસુઓથી બિંદુ સરોવર બન્યું હતું. સમગ્ર વિશ્વમાં માતૃ શ્રાદ્ધ માટેનું અનોખું તીર્થ છે. આ સ્થળ ‘માતૃગયા’ તરીકે પણ ઓળખાય છે.... જુઓ આ ખાસ અહેવાલ....

