STUDIO ON WHEELS: કચ્છની પવિત્ર ધરતીનો અનોખો સૂર, મુરાલાલા મારવાડા સાથે ખાસ વાતચીત
- STUDIO ON WHEELS: કચ્છમાં સૂરની કલાનો કસબી
- જેની કલા સામે અમેરિકાના ડોલર પણ ટૂંકા પડ્યા!
- ભૂકંપમાં ઘર તૂટ્યું પણ સંગીતનો સાથ ના છૂટ્યો
- સાંભળો મુરાલાલા મારવાડાની સંઘર્ષગાથા
- માટી ઉપાડવાથી માંડીને ગ્લોબલ સ્ટેજ સુધી, કચ્છી કલાકારની અનોખી સફર
- જ્યારે PM મોદી પણ મુરાલાલાની મૂછો અને સંગીતના ચાહક બન્યા!
- કચ્છના સૂર જેણે વડાપ્રધાનને પણ 7 મિનિટ સુધી રોકી રાખ્યા
- અમેરિકાએ માંગ્યું 150 વર્ષ જૂનું રામસાગર, કલાકારોએ આપ્યો હૃદયસ્પર્શી જવાબ
- 11મી પેઢીનો વારસો, મુરાલાલાના સૂરમાં ગૂંજતી કબીરની અમરવાણી
- રામસાગરના તારે ગુંજતું કચ્છ, મુરાલાલા મારવાડા સાથે ખાસ મુલાકાત.
- સ્ટુડિયો ઓન વ્હીલ્સ, મુરાલાલાના કંઠે સાંભળો કચ્છની ધરતીનો પવિત્ર અવાજ
STUDIO ON WHEELS: શૂન્યમાંથી સર્જન કરનાર આ કલાકાર (Artist) નું જીવન માત્ર ગાયકી પૂરતું સીમિત નથી, પરંતુ તે અદમ્ય સંઘર્ષ, અતૂટ શ્રદ્ધા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેના અપ્રતિમ પ્રેમની જીવંત મિસાલ (Living example) છે. ભયાનક ભૂકંપનો સામનો હોય કે ગરીબીના કપરા દિવસો, મુરાલાલાએ ક્યારેય હાર નથી માની. 'ગુજરાત ફર્સ્ટ' (Living example) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' માં જ્યારે તેઓ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે વાતોના વહેણ વહાવે છે, ત્યારે તેમની સફર માત્ર એક મુલાકાત નથી રહેતી, પણ યુવા પેઢી માટે એક માર્ગદર્શક (Guide) બની જાય છે.
ચાલો, આ લોક ગાયકના જીવનના ઊંડાણમાં ઉતરીએ, અને જાણીએ કચ્છના એ સૂર વિશે, જેને સાંભળીને ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રોકાઈ ગયા હતા.
કચ્છની ધરતી એટલે શૌર્ય, સાહસ અને સંતોની ધરતી. આ ધરતીના સંગીતનો જાદુ આજે દેશ અને દુનિયામાં ફેલાયેલો છે. 'ગુજરાત ફર્સ્ટ'ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' માં ડૉ. વિવેક કુમાર ભટ્ટે વિશ્વવિખ્યાત લોક સંગીતકાર મુરાલાલા મારવાડા સાથે તેમના જીવન સંઘર્ષ અને કલા વિશે હૃદયસ્પર્શી વાતચીત કરી હતી.
Stdio on Wheels: કચ્છની પવિત્ર ધરતીનો અનોખો સૂર: Mooralala Marwada સાથે Dr. Vivek Bhattની ખાસ વાતચીત
કચ્છની કળા અને સંસ્કૃતિનો અદભુત સંગમ! Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે કચ્છની પવિત્ર ધરતી પર, જ્યાં આપણી મુલાકાત થઈ છે અનોખા સૂર અને સૂફી સંગીતના સાધક Shri… pic.twitter.com/04p195HZF1
— Gujarat First (@GujaratFirst) February 23, 2026
STUDIO ON WHEELS: વારસાગત કલા અને 11મી પેઢીનો વારસો
મુરાલાલા મારવાડા (Mooralala Marwada) ભચાઉ તાલુકાના જનાણ ગામના વતની છે. તેઓ જણાવે છે કે સંગીત તેમના લોહીમાં છે. આ તેમની 11મી પેઢી છે જે આ વારસાગત કલા (Heritage art) ને જાળવીને બેઠી છે. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે મંજીરા (Manjira) વગાડવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ ધીમે-ધીમે ગાવાનું અને રામસાગર (સતતાર) (Ramsagar) વગાડવાનું શીખ્યા.
આ પણ વાંચો---- STUDIO ON WHEELS: Junagadh Mahashivratri Mela ભવનાથમાં લોકગાયક Paresh Vadiya સાથે ખાસ વાતચીત
STUDIO ON WHEELS: 150 વર્ષ જૂનું 'રામસાગર' તેમનો જીવ
વાતચીત દરમિયાન મુરાલાલાએ તેમનું અત્યંત પ્રિય વાદ્ય 'રામસાગર' બતાવ્યું, જે લગભગ 150 વર્ષ જૂનું છે. તેમણે એક કિસ્સો યાદ કરતા કહ્યું કે જ્યારે તેઓ અમેરિકા (America) ગયા હતા, ત્યારે ત્યાંના લોકોએ આ રામસાગર ખરીદવા માટે મોટી કિંમતની ઓફર (Offer) કરી હતી. પરંતુ મુરાલાલાએ નમ્રતાપૂર્વક (Humbly) ના પાડતા કહ્યું હતું કે, "આ મારો જીવ છે, હું તેને વેચી ન શકું." ]
STUDIO ON WHEELS: ભયાનક ભૂકંપ અને સંઘર્ષના દિવસો
2001 ના કચ્છના ભૂકંપ (2001 Kutch earthquake) ને યાદ કરતા તેમના રૂંવાડા ઉભા થઈ જાય છે. તે સમયે તેઓ અંજાર પાસે મિસ્ત્રી કામ કરતા હતા. ભૂકંપ બાદ તેઓ પગપાળા પોતાના ગામ પહોંચ્યા હતા. ઘર પડી ગયું હતું, પરંતુ ચમત્કારિક રીતે તેમનું 150 વર્ષ જૂનું રામસાગર સલામત હતું.
તેમણે ભૂતકાળના ગરીબીના દિવસો પણ યાદ કર્યા. એક સમય એવો હતો જ્યારે પરિવારમાં આઠ સભ્યો વચ્ચે માત્ર બે જ રોટલા હોય, છતાં પ્રેમ અને સંતોષથી જીવન જીવતા.
STUDIO ON WHEELS: PM મોદી સાથેની મુલાકાત
મુરાલાલા મારવાડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) સાથેની મુલાકાત વિશે પણ વાત કરી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદી તેમની પાસે સાત મિનિટ સુધી ઉભા રહ્યા હતા. અને તેમની મૂછો (Mustache) ના વખાણ કર્યા હતા. મોદીજીએ તેમને પૂછ્યું હતું કે "મારો કચ્છ કેમ છે?", ત્યારે મુરાલાલાએ ગર્વથી જવાબ આપ્યો હતો કે, "સાહેબ, તમે તો કચ્છને સોનું બનાવી દીધું છે."
આ પણ વાંચો---- Studio on Wheels: Kutch ની ધરતી પર લહેરાતો પાક! Gujarat First પહોંચ્યું ખેડૂતોના શેઢે
STUDIO ON WHEELS: કબીરની સુફી વાણી અને સંદેશ
વીડિયોમાં મુરાલાલાએ સંત કબીર (Saint Kabir) ના દુહા અને ભજનો રજૂ કર્યા. ખાસ કરીને "કબીર કે કુવા એક હૈ, પનિહારી અનેક" અને "કાયા બર્તન માટી કા" દ્વારા તેમણે જીવનની ક્ષણભંગુરતા અને આધ્યાત્મિકતાનો સુંદર સંદેશ આપ્યો હતો.
મુરાલાલાનો સંદેશ
મુરાલાલા અત્યારે પોતાના ભત્રીજા અને ગામના અન્ય યુવાનોને આ કલા શીખવી રહ્યા છે. તેમનું માનવું છે કે આ સંસ્કૃતિ (Culture) ક્યારેય લુપ્ત ન થવી જોઈએ. તેઓ ઈચ્છે છે કે સરકાર આ લોકકલા (Folk art)ને પ્રોત્સાહન આપે જેથી આવનારી પેઢી પણ પોતાની જમીન સાથે જોડાયેલી રહે.
મુરાલાલા મારવાડાનું જીવન એક પ્રેરણા છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ (Difficult situation) માં પણ જો તમે તમારી કલા અને સંસ્કારોને વળગી રહો, તો આખું વિશ્વ તમારું સન્માન કરે છે.
આ પણ વાંચો---- Studio on Wheels : 4 મિત્રોએ શરૂ કરેલું સેવાનું વટવૃક્ષ!, જાણો RK ફાઉન્ડેશનની દિલ જીતી લે તેવી પ્રેરક સફર


