Studio On Wheels Vadodara: સાવલીના ગોઠડા ગામની કાયાપલટ કરી દેનાર મોહમ્મદ અલીભાઈ વિશે જાણો
Studio On Wheels Vadodara: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પ્રોજેક્ટ હેઠળ સાવલીના ગોઠડા ગામના સામાજિક અગ્રણી અને સરપંચ મોહમ્મદ અલીભાઈ સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરીને ગલ્ફ દેશોમાં પણ સંઘર્ષ કરનાર મોહમ્મદ અલીભાઈએ કઈ રીતે એક સામાન્ય વ્યક્તિમાંથી સમાજ માટે પ્રેરણારૂપ અને ગામના સરપંચ બનવા સુધીની સફર ખેડી તે આ સંવાદનો મુખ્ય વિષય રહ્યો હતો.
મોહમ્મદ અલીભાઈનો શરૂઆતી સંઘર્ષ
મોહમ્મદ અલીભાઈની જીવનયાત્રા અત્યંત પ્રેરણાદાયી છે. 10 પાસ કર્યા પછી, તેમણે અંકલેશ્વરમાં ટેક્સટાઇલ કંપનીમાં મજૂરીકામ કરીને જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ, વર્ષ 1998 માં તેઓ કતાર (ગલ્ફ કન્ટ્રીઝ) ગયા, જ્યાં તેમણે ફેમિલી ડ્રાઇવર તરીકે કામ કર્યું. ત્યાંની તેમની 21 મહિનાની સફર સંઘર્ષમય હતી. ત્યારબાદ, તેમણે એક મોટી કોન્ટ્રાક્ટિંગ કંપનીમાં ડ્રાઇવર-કમ-મેસેન્જર તરીકે નોકરી મેળવી અને પોતાની મહેનત અને કાર્યક્ષમતાના કારણે એડમિનિસ્ટ્રેશન લેવલ સુધી પહોંચ્યા.
સામાજિક સેવા
તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પોતાની કંપનીમાં ભારતીય અને ખાસ કરીને પોતાના ગામના યુવાનોને રોજગારી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2003-04 દરમિયાન તેમણે પોતાના ગામના 35 જેટલા યુવાનોને ગલ્ફમાં નોકરી અપાવી હતી. તેઓ માને છે કે પૈસા કમાવવા કરતાં કોઈની મદદ કરવી એ મોટી ખુશી છે.
રાજકીય સફર
તેમની રાજકીય સફર વર્ષ 2011 માં એક ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી શરૂ થઈ. લોકો સાથેના જોડાણ અને સામાજિક કાર્યોને લીધે તેમને લોકપ્રિયતા મળી. 2018 માં તેઓ પ્રથમવાર સરપંચ તરીકે ચૂંટાયા અને 635 મતોથી વિજય મેળવ્યો. ત્યારબાદ પણ તેમણે ગામના વિકાસ માટે સતત કાર્યરત રહીને બીજી ટર્મમાં પણ જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો.
મોહમ્મદ અલીભાઈના જીવનના પડકારો
તેમના પર 'બહારના હોવા'ના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેને નકારીને પોતાના મૂળ વતન અને ગાયકવાડી રાજના ઇતિહાસ સાથેનો તેમનો સંબંધ સ્પષ્ટ કર્યો.
Studio On Wheels interview Social Leader Shri Mohammad Alibhai Savli Vadodara
Studio On Wheels Vadodara | Savli થી Social Leader Shri Mohammad Alibhai સાથે વિશેષ સંવાદ #StudioOnWheels #Janrath #Gujarat #Vadodara #Savli #MohammadAlibhai #DriverToSarpanch #InspirationalStory… pic.twitter.com/egeoKiLOyF
— Gujarat First (@GujaratFirst) May 29, 2026
મોહમ્મદ અલીભાઈના વિચારો
તેઓ કહે છે કે ગામના વિકાસ માટે રાજકારણ કરતાં લોકોની સેવાનો ભાવ વધુ મહત્વનો છે. હાલમાં તેમનું મુખ્ય ધ્યાન ગામના રસ્તાઓ અને પાયાની સુવિધાઓના વિકાસ પર છે. તેઓ માને છે કે જો ગામ પાસે સંસાધનો અને ટેક્સની આવક હોય, તો તેનો ઉપયોગ ગામના વિકાસ માટે થવો જોઈએ. સરપંચ તરીકે તેઓ વિકાસના કામોમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી.
આ પણ વાંચો: Studio on Wheels: રાજનીતિ છોડીને નરેન્દ્રબાપુ કેમ બન્યા સંત? 35 વર્ષની બેદાગ કારકિર્દીનો મોટો ખુલાસો!


