Studio On Wheels: સાહસિક બિઝનેસમેન સાથે સંવાદ! સેવા, સંગઠન અને સમાજને જોડતો અનોખો સેતુ
- વિશ્વ ઉમિયાધામના નેતા સાથે ગુજરાત ફર્સ્ટનો વિશેષ સંવાદ
- વિશ્વ ઉમિયાધામના ઉપ પ્રમુખ ડી. એન ગોલએ શૂન્યમાંથી સર્જન કર્યું
- સફળ બિઝનેસમેન ભગીરથભાઈ પટેલ સાથે સંવાદ
- સફળ બિઝનેસમેન ચિંતનભાઈ પનારા સાથે વિશેષ સંવાદ
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' હેઠળ સમાજના વિવિધ વર્ગો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. આ મુહિમના ભાગરૂપે ચેનલની ટીમે વિશ્વ ઉમિયાધામના ઉપ પ્રમુખ ડી.એન. ગોલ, સફળ બિઝનેસમેન ભગીરથભાઈ પટેલ અને ચિંતનભાઈ પનારા સાથે વિગતવાર વાતચીત કરી હતી. આ સંવાદમાં વિશ્વ ઉમિયાધામની પ્રવૃત્તિઓ, સમાજ સેવા, યુવા વિકાસ અને વૈશ્વિક વિસ્તાર વિશે વ્યાપક ચર્ચા થઈ.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ પદાધિકારીઓ અને બિઝનેસમેન્સ સાથેના સંવાદ
સ્ટુડિયો ઓન વ્હીલ્સ' એ મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ છે, જે પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓ તોડીને સીધા લોકોના આંગણે પહોંચે છે. આ મોબાઇલ સ્ટુડિયો દ્વારા નેતાઓ, અભિનેતાઓ, લોક કલાકારો, ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય નાગરિકો સાથે વાતચીત કરવામાં આવે છે. આ વખતે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ પદાધિકારીઓ અને બિઝનેસમેન્સ સાથેના સંવાદમાં સમાજને જોડવા, હિંદુ સંસ્કૃતિનું રક્ષણ અને વ્યવસાયિક વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઈ.
વિશ્વ ઉમિયાધામના ઉપ પ્રમુખ ડી.એન. ગોલ સાથે નિખાલસ વાતચીત
ડી.એન. ગોલે વિશ્વ ઉમિયાધામની શરૂઆત અને તેના વિસ્તાર વિશે વાત કરતાં કહ્યું કે, "આ સંસ્થા 2017થી કાર્યરત છે અને વિશ્વ સ્તરે તેની નોંધ લેવાઈ છે." તેમણે જણાવ્યું કે સંસ્થામાં 500 ટ્રસ્ટીઓ છે, જેને તેઓ પાટીદારોની પાર્લામેન્ટ તરીકે વર્ણવે છે. જોકે, તેઓએ સ્પષ્ટ કર્યું કે સંસ્થા માત્ર પાટીદારો માટે જ નહીં, પરંતુ આખા સમાજ અને સનાતન ધર્મ માટે કામ કરે છે. "હિંદુ સંસ્કૃતિને બચાવવાનું કામ કરવું છે અને લોકોને જોડવા માટેનું આ કામ છે. શક્તિશાળી અને બુદ્ધિશાળી લોકોને જોડવાનું કામ છે," એમ તેમણે કહ્યું.
સંસ્થાના વિશાળ પ્રોજેક્ટ વિશે શું કહ્યું ?
તેમણે સંસ્થાના વિશાળ પ્રોજેક્ટ વિશે વાત કરી અને જણાવ્યું કે તે 2 હજાર કરોડનો ટોટલ પ્રોજેક્ટ છે, જેમાં 22 જેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આમાં સંગઠન અને સંસ્કારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. યુવા સંગઠન વિશે વાત કરતાં તેમણે કહ્યું, "યુવા સંગઠન યુવા બિઝનેસ સમિટ કરે છે. બિઝનેસથી લોકોને જોડાવા છે અને જેમને બિઝનેસ કરવો છે તેમને સ્થાન આપીએ છીએ." સંસ્થાનો વિસ્તાર 34 જિલ્લાઓ સુધી પહોંચી ગયો છે અને તેમણે પોતે 20 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, જેમાં વિશ્વના અનેક દેશોનો પણ સમાવેશ થાય છે.
Studio On Wheels: સાહસિક બિઝનેસમેન સાથે સંવાદ! સેવા, સંગઠન અને સમાજને જોડતો અનોખો સેતુ#ZeroToHero #SuccessStory #BusinessMan #Inspiration #StudioOnWheels #GujaratFirst #SelfReliant #Motivation #SamajSeva #Entrepreneur pic.twitter.com/Z6iUMdBcIs
— Gujarat First (@GujaratFirst) January 3, 2026
ખેડૂતો અને સમાજ વિકાસ વિશે શું કહયું ?
ખેડૂતો અને સમાજ વિકાસ વિશે વાત કરતાં ડી. એન ગોલએ કહ્યું, "ધૂળમાંથી ધાન અને ધાનમાંથી ધન પેદા કરે એ ખેડૂત." તેમણે જણાવ્યું કે તેઓ 18 વર્ષની ઉંમરથી આ કામ કરી રહ્યા છે અને "હું સફળ નથી પણ સફળતા માટેના પ્રયાસ ચાલુ છે." સમાજના મુખ્ય પ્રશ્નો વિશે તેમણે કહ્યું, "શિક્ષિત હશે તે દીક્ષિત બનશે અને રક્ષિત પણ બનશે. આરોગ્યની પણ ચિંતા કરવી પડે તે જરૂરી છે. વ્યસન મુક્ત સમાજ બને તે પણ જરૂરી છે. બેરોજગારી, બેકારી અને બિમારી ત્રણ પ્રશ્નો પ્રમુખ છે. સમસ્યાઓ દૂર થશે તો શાશ્વત સમાજની રચના થશે." તેમણે ગુજરાત ફર્સ્ટની મુહિમની પ્રશંસા કરી અને કહ્યું, "તમે પણ સમાજ સેવાનું ઉત્તમ કામ કરી રહ્યા છો.
બિઝનેસમેન ભગીરથભાઈ પટેલ: શૂન્યમાંથી સર્જનની વાત
સફળ બિઝનેસમેન ભગીરથભાઈ પટેલે પોતાના અનુભવો શેર કરતાં કહ્યું કે તેઓ 'ભગીરથ' સંકલ્પથી આગળ વધ્યા છે અને શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમણે જણાવ્યું, "સપ્તાહના 12 કલાક સમાજને આપું છું અને 5 વાગ્યા પછી માતાજીના ધામમાં હોવ છું." વિશ્વ ઉમિયાધામને વધુ ઉંચાઈએ લઈ જવા વિશે વિચારતા રહે છે અને "નવી જનરેશનને માર્ગદર્શનની જરૂર છે." તેમણે ભાર મૂક્યો કે "કોઈ પણ ક્ષેત્રમાં વિશ્વાસ ખૂબ જરૂરી છે અને મહેનતનો કોઈ વિકલ્પ છે જ નહીં. હાલાકી બધાને આવે પણ કામ કરતા રહેવું."સંસ્થાના વૈશ્વિક વિસ્તાર વિશે વાત કરતાં તેમણે કહ્યું, "વિશ્વના અનેક દેશો સાથે સંગઠન જોડાયેલું છે. જોબ કરનારને બદલે આપનાર બને તેવો પ્રયાસ છે." તેઓએ જણાવ્યું કે એપ્લિકેશનના માધ્યમથી લોકો જોડાય છે, જે સમાજને મજબૂત બનાવે છે.
સફળ બિઝનેસમેન ચિંતનભાઈ પનારા: વૈશ્વિક સ્તરે કામકાજની વાત
ચિંતનભાઈ પનારાએ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની પ્રશંસા કરી અને કહ્યું, "તમારો STUDIO ON WHEELSનો પ્રયાસ સુંદર છે." વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું, "અનેક ક્ષેત્રોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કામ કરે છે. સ્પોર્ટ્સથી લઈ શિક્ષણ સુધી અમે કામ કરીએ છીએ." તેઓએ કહ્યું કે સંસ્થા 7 થી 8 દેશોમાં કામ કરી રહી છે અને "વૈશ્વિક સ્તરે લોકો ભેગા થાય તેવો હેતુ છે.
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
ગુજરાત ફર્સ્ટની ટીમ 34 જિલ્લાઓમાં આવી જ રીતે સફર કરશે અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપશે. આ યાત્રા ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી લઈ વિકાસ સુધી અને રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયોને આવરી લેશે. "અમારી ટીમ આવશે તમારા જિલ્લામાં, ગુજરાત ફર્સ્ટ આવી રહ્યું છે તમારા આંગણે.આ મુહિમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને જોડવાનો અને તેમના અનુભવોને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Studio on Wheels: એર હોસ્ટેસ બનવા માંગતી હતી મોના થીબા, પણ બની ગુજરાતી સિનેમાની સુપરસ્ટાર, જુઓ ખાસ વાતચીત


