Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: ડિગ્રી પહેલા નોકરી નક્કી, SPU વિસનગરના પ્લેસમેન્ટ મોડલનો ગજબનો દબદબો

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગરમાં સ્થિત પ્રતિષ્ઠિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ના કેમ્પસની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી
studio on wheels  ડિગ્રી પહેલા નોકરી નક્કી  spu વિસનગરના પ્લેસમેન્ટ મોડલનો ગજબનો દબદબો
Advertisement
  • Studio On Wheels એ લીધી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ની મુલાકાત 
  • સાકળચંદ દાદાના સિદ્ધાંત પર ચાલતી શૈક્ષણિક સંસ્થા
  • ઉત્તર ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશન સંસ્થા
  • "વિદ્યાર્થી પાસઆઉટ કરે તે પહેલા કંપની વિદ્યાર્થીને સિલેક્ટ કરે છે"

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગરમાં સ્થિત પ્રતિષ્ઠિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ના કેમ્પસની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન, ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt)એ 'વન ડે વિથ વન યુનિવર્સિટી' (One Day with One University) અભિગમ હેઠળ યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રણાલી, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓનો તાગ મેળવ્યો હતો.

Studio On Wheels એ લીધી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ની મુલાકાત

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના પાછળ એક લાંબો અને પ્રેરણાદાયી ઇતિહાસ રહેલો છે. આ શૈક્ષણિક સંસ્થાનો વિચાર સૌપ્રથમ વર્ષ 1942માં રજૂ થયો હતો, જેનો અમલ 1952માં કરવામાં આવ્યો. સ્વાતંત્ર્ય સેનાની સાંકળચંદ દાદાના સિદ્ધાંતો પર આધારિત આ સંસ્થાએ વર્ષ 2016થી યુનિવર્સિટી તરીકે પોતાની સત્તાવાર સફર શરૂ કરી હતી. આજે, 10માં વર્ષમાં પ્રવેશ કરી રહેલી આ યુનિવર્સિટી 'વિચારથી વટવૃક્ષ' સુધીની સફરનું જીવંત ઉદાહરણ છે.

Advertisement

ભવ્ય કેમ્પસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર

વિસનગરના આંગણે 84 એકરમાં ફેલાયેલું આ યુનિવર્સિટી કેમ્પસ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું શૈક્ષણિક કેન્દ્ર છે. અહીં 'ઉત્તમ વ્યવસ્થા, સર્વોત્તમ સુવિધા' (Best Facilities) ના અભિગમ સાથે વિદ્યાર્થીઓને ભણવા માટે આધુનિક ક્લાસરૂમ્સ અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. કેમ્પસની અંદર 2500થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, જેમાં સુરક્ષા અને સ્વાસ્થ્ય (Safety and Health) ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.

Advertisement

વિવિધ વિદ્યાશાખાઓ અને શિક્ષણ પદ્ધતિ

આ યુનિવર્સિટી આયુર્વેદથી લઈ એલોપેથી સુધી અને એન્જિનિયરિંગથી લઈ મેનેજમેન્ટ સુધીના વિવિધ કોર્સ ઓફર કરે છે. અહીં શિક્ષણ માત્ર ડિગ્રી (Degree) મેળવવા પૂરતું સીમિત નથી, પરંતુ થિયરીની સાથે પ્રેક્ટિકલ લર્નિંગ (Practical Learning) પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ સંસ્થા પ્લેસમેન્ટ (Placement) થી લઈ સિલેક્શન સુધી વિદ્યાર્થીઓની પડખે ઉભી રહે છે, જેના કારણે વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરે તે પહેલાં જ નામાંકિત કંપનીઓમાં પસંદગી પામે છે.

મહિલા સશક્તિકરણ અને રમતગમતનો વિકાસ

SPU કેમ્પસમાં મહિલા સશક્તિકરણ (Women Empowerment) નો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે, કારણ કે અહીં કુલ વિદ્યાર્થીઓમાંથી 60 ટકા વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે 25 કરોડના ખર્ચે એક ભવ્ય ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (International Sports Complex) તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે આગામી 8 મહિનામાં રમતવીરો માટે ખુલ્લું મુકાશે.

ગુજરાતની ટોપ-10 યુનિવર્સિટીમાં સ્થાન

ગુણવત્તાયુક્ત શિક્ષણના આધારે આ સંસ્થાનો સમાવેશ ગુજરાતની ટોપ-10 યુનિવર્સિટીઓમાં થાય છે. ઇન્ડસ્ટ્રી સાથેના મજબૂત જોડાણ અને 'ગ્રામ્યથી ગ્લોબલ કનેક્ટિવિટી' (Rural to Global Connectivity) ના વિઝન સાથે SPU આજે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) દ્વારા આ વ્યાપક વિગતોને જનતા સુધી પહોંચાડવામાં આવી છે.

આ પણ વાંચો:  Studio on Wheels: પ્રિન્ટ અને ડિજિટલનો અદભૂત સંગમ! 'Voice of Day' ની અનોખી ઓળખ

Tags :
Advertisement

.

×