Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: આહવાન અખાડાની ક્યારે થઈ સ્થાપના, ભરદ્વાજ મહારાજે જણાવ્યો સમગ્ર ઈતિહાસ

જૂનાગઢમાં ભવનાથના શિવમહોત્સવ એટલે કે, મહાશિવરાત્રીના મેળાની ધૂમ મચી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ખાસ પ્રોગ્રામ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ સેવામાં ઉતર્યું છે. આ ખાસ પ્રોગ્રામમાં ભવનાથના મહંત એવા ભદ્રગીરી મહારાજ સાથે ખાસ સંવાદ..
studio on wheels  આહવાન અખાડાની ક્યારે થઈ સ્થાપના  ભરદ્વાજ મહારાજે જણાવ્યો સમગ્ર ઈતિહાસ
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ પર Bhavnath Mela ની પળેપળની ખબર
  • Junagadh ના Bhavnath માં ગુજરાત ફર્સ્ટનો Shiv Mahotsav
  • જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો મહાકુંભ
  • STUDIO ON WHEELS પણ મહાશિવરાત્રિના મેળામાં
  • સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો મહાસંવાદ
  • Mahant Bhardrajgiri સાથે Dr.Vivek Kumar Bhatt ની ખાસ વાત
  • મહંતે આહવાન અખાડા અંગે આપી વિગતવાર માહિતી

Studio On Wheels: જૂનાગઢ (Junagadh) ના ભવનાથમાં ચારે દિશા શિવમય (Shivamay) બની છે. ઠેર ઠેર જયભોલે, હર હર મહાદેવ અને શિવશંકરની જયનાદ સંભળાઈ રહી છે, ત્યારે, આ મહામેળાનો ભાગ બનવા અને મહાશિવરાત્રીની ઉજવણીની પળેપળની સાક્ષી બનવા માટે ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિઓ ઓન વ્હીલ્સ પર ભવનાથમાં પહોંચી ગયો. જ્યાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ Dr.Vivek Kumar Bhatt એ મહંત ભારદ્વાજગીરી મહારાજ સાથે ખાસ સંવાદ કર્યો હતો.

Studio On Wheels: મહંત ભારદ્વાજગીરી સાથે વિશેષ સંવાદ

આહવાહન અખાડાના મહંત ભારદ્વાજગીરી (Bhardwajgiri) મહારાજનું ડૉ.વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) સ્વાગત કર્યું હતું. ભારદ્વાજ ગીરી મહારાજ આહવાન અખાડાના જૂનાગઢ ખાતેના સંરક્ષક છે. આ સંવાદ દરમિયાન તેમણે જણાવ્યું કે, આહવાન અખાડાની સ્થાપના ક્યારે થઈ, અને તેનું મહત્વ શું છે.

Advertisement

Advertisement

Studio On Wheels: આહવાહન અખાડા વિશે માહિતી

ભારદ્વાજ ગીરી મહારાજે જણાવ્યું છે, ઈ.સ.537માં આહવાહન અખાડાની સ્થાપના કરવામાં આવી છે. મહંતે જણાવ્યું કે, એક સમય એવો હતો કે સનાતન ધર્મ (Sanatana Dharma) ક્યાકને ક્યાંક દબાઈ ગયો હતો. નેગેટિવિટી અને તાંત્રિક ક્રિયાવાળા ધર્મોનો પ્રચાર વધી ગયો હતો. તેવી સ્થિતિમાં પબ્લિકની વચ્ચે રહીને સનાતન ધર્મને ટકાવી રાખવા માટે સનાતનનો પ્રચાર (Advertising) પ્રચાર કરવા માટે આ અખડાની સ્થાપનાની જરૂર હતી. અને તેના આધારે આ સમૂહની રચના કરવામાં આવી હતી.

તે સમયે ગણપતિજીને અરાધ્ય દેવ તરીકે આહવાન અખાડાના દેવ તરીકે આપવામાં આવ્યા. એક સમૂહનું આહવાન કરવામાં આવ્યું એટલે તેને આહવાન અખાડા નામ આપવામાં આવ્યું. ભારદ્વાજ ગીરી જણાવે છે કે, પહેલા અખાડા નહીં પરંતુ સમુહ નામ હતું. પરંતુ ધીરે ધીરે અપભ્રંશ (Corruption) થઈને અખાડા નામ પડ્યા.

Studio On Wheels: અખાડાની કામગીરી

ભારદ્વાજ ગીરી કહે છે કે, અખાડામાં શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન આપવામાં આવે છે. બંને વિદ્યાના આચાર્યો વિદ્યાર્થીઓ (Students) ને નિપૂણ કરતા હતા. ત્યાર બાદ ધીરે ધીરે નિરંજની અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અખાડા, જૂના અખાડા આમ વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ અખાડાઓ નિર્માણ પામ્યા. જો કે, બધાનો ધ્યેય અને હેતુ એક જ છે ધર્મરક્ષા. તેમછતા દરેક અખાડામાં પૂજાપાઠ, કર્મકાંડની પદ્ધતિ અલગ અલગ છે.

આગડના વિદ્વાન-સિદ્ધ લોકોએ અખાડાઓની સ્થાપના કરી અને એક એક દેવતાઓનું અખાડાઓની વ્યવસ્થામાં અલગ અલગ રીતે મહત્વ ગણાવ્યું છે. ઉદાહરણ (Example) તરીકે, દત્તાત્રેય ભગવાન જૂના અખાડાના ઈસ્ટદેવ છે.

Studio On Wheels: ભારતવર્ષમાં કેટલા અખાડા

મહંત ભારદ્વાજગીરી વધુ માહિતી આપતા જણાવે છે કે, ભારતમાં સરકાર માન્ય 13 અખાડા છે. જેમાં સન્યાસીના 6 અખાડા, એક અખાડો બ્રહ્મચારીનો છે જેને અગ્નિ અખાડો કહેવાય છે, ત્રણ અખાડા વૈરાગ્ય સંપ્રદાયના છે. અને બે ઉદાસીન અખાડાના છે, જેમાં નયા અને બડાઉદાસીન અને છેલ્લે એક અખાડો નિર્મલ અખાડો છે.

Studio On Wheels: જૂનાગઢમાં શિવરાત્રીની ઉજવણી

ભારદ્વાજગીરી મહારાજ ભવનાથ (Bhavnath) માં ઉજવાતી શિવરાત્રીની મહત્તા જણાવતા કહે છે કે, મહાશિવરાત્રીની રાત્રી ખૂબ જ પાવરફૂલ હોય છે. શરીરના 8 ચક્રો એટલે કે કુંડલીની જાગૃત કરવા માટે સાધના કરવાનો શ્રેષ્ઠ સમય એટલે શિવરાત્રીનો પર્વ છે. મહંત કહે છે કે, ભવનાથ ભગવાન જ્યારે અહીંયા પ્રગટ થયા ત્યારે પણ શિવરાત્રીની રાત્રી હતી.

મૃગીકુંડ વિશે માહિતી આપતા મહંત કહે છે કે ભગવાન શિવ (Lord Shiva) ને જળ અતિપ્રિય છે. દેશના કોઈ પણ શિવાલય કે શિવમંદિર પાસે નજીકમાં કોઈને કોઈ જળનો સ્તોત્ર હોય જ છે.

આ પણ વાંચો--- Bhavnath Mela : Gujarat First નો મહાભંડારો, 'સ્વચ્છતાનાં પ્રહરીઓ' નું કર્યું સન્માન

આ પણ વાંચો---- Studio on Wheels : જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપૂર! રાજ્ય સરકારના આયોજનથી સંત સમાજ ગદગદ - ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા

Tags :
Advertisement

.

×