Studio on Wheels : પૂર્વ કચ્છના બાહોશ પોલીસ અધિકારી SP સાગર બાગમાર સાથે અદ્ભુત સંવાદ
- Studio on Wheels ની ટીમે પહોંચી કચ્છ
- પૂર્વ કચ્છના SP સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ
- બાહોશ પોલીસ અધિકારી SP સાગર બાગમાર સાથે વાતચીત
- આર્થિક ગુનાને લગતા કેસ પર બાજ નજર : SP સાગર બાગમાર
- 'કોસ્ટલ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે બાંધછોડ નહીં'
- 'પૂર્વ કચ્છની પોલીસ ટેકનોલોજીના મોરચે મજબૂત'
- '125 થી વધુ આરોપીઓના દબાણ દૂર કર્યા'
- 'લોકો પોલીસથી ડરે તે અભિગમ બદલવાનો પ્રયાસ'
Kutch : ગુજરાત ફર્સ્ટનો મહારથ 'Studio on Wheels' હાલ કચ્છની મુલાકાતે છે. અહીં, પૂર્વ કચ્છના SP અને બાહોશ IPS પોલીસ અધિકારી સાગર બાગમાર (Sagar Bagmar) સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે (Dr. VivekKumar Bhatt) વિશેષ સંવાદ કર્યો હતો. દરમિયાન, SP સાગર બાગમારે સરહદી જિલ્લાની સુરક્ષા, દેશની અર્થવ્યવસ્થામાં કચ્છનો સિંહફાળો, 'મિની ભારત', વિશ્વનાં વેપાર મોરચે કચ્છની સારી નામના, સરહદી ગામડાઓમાં સુરક્ષા વ્યવસ્થા સહિતનાં વિવિધ મુદ્દાઓ અંગે મોકળા મને વાત કરી.
ખરા અર્થમાં કચ્છ ની 'મિની ભારત' તરીકેની ઓળખ : SP સાગર બાગમાર
કચ્છનાં (Kutch) સરહદી જિલ્લાની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે એવા પૂર્વ કચ્છના SP સાગર બાગમારે (Sagar Bagmar) સંવાદ દરમિયાન કચ્છ અંગે વાત કરતા જણાવ્યું કે, દેશની અર્થવ્યવસ્થામાં કચ્છનો સિંહફાળો રહ્યો છે. ખરા અર્થમાં કચ્છ ની 'મિની ભારત' તરીકેની ઓળખ છે. દરેક સેક્ટરનાં ઔદ્યોગિક એકમની અહીં ઉપસ્થિતિ છે. વિશ્વનાં વેપાર મોરચે કચ્છની સારી નામના છે. તેમણે કહ્યું કે, ઔદ્યોગિક એકમોની સુરક્ષા મોટી પ્રાથમિકતા છે. આથી, ઉદ્યોગ સંચાલકો, મજૂરો સાથે અવિરત સંવાદ થતો હોય છે. આર્થિક ગુનાને લગતા કેસ પર અમારી બાજ નજર હોય છે.
'અંજાર, ભચાઉ, રાપરમાં ત્રીજા નેત્રથી ઘણો ફાયદો થયો'
SP સાગર બાગમારે કહ્યું કે, કોસ્ટલ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે બાંધછોડ રાખતા નથી. આથી, પૂર્વ કચ્છની પોલીસ પણ ટેકનોલોજીનાં મોરચે મજબૂત સ્થિતિમાં છે. ગાંધીધામ અને આસપાસમાં CCTV નું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. અંજાર, ભચાઉ, રાપરમાં ત્રીજા નેત્રથી ઘણો ફાયદો થયો છે. આ સાથે સરહદી ગામડાઓને પણ CCTV થી આવરી લેવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) બાદ સતર્કતા વધારી દીધી છે. માહિતીનું આદાન-પ્રદાન ઝડપી બનાવ્યું છે. SP સાગર બાગમારે માહિતી આપી કે, પશ્ચિમ બંગાળથી સાયબર ઠગને ઝડપ્યા હતા. ઓપરેશન 'મ્યુલ હંટ' મુદ્દે લોકોને જાગૃત કર્યા છે.
Studio on Wheels: સુરક્ષા અને વિકાસ: SP Sagar Bagmar સાથે Dr. Vivek Kumar Bhatt નો વિશેષ સંવાદ
Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt એ East Kutch ના બાહોશ SP Sagar Bagmar (IPS) સાથે કાયદો, વ્યવસ્થા અને સરહદી સુરક્ષા અંગે વિશેષ વાતચીત કરી.
દેશની અર્થવ્યવસ્થામાં… pic.twitter.com/XUpKPysJAr— Gujarat First (@GujaratFirst) February 2, 2026
આ પણ વાંચો - STUDIO ON WHEELS: કચ્છના સફેદ રણમાં ગુજરાત ફર્સ્ટનો દબદબો, 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' સાથે રણોત્સવનું ભવ્ય કવરેજ
'125 થી વધુ આરોપીઓનાં 25 લાખ ચોરસ ફૂટના દબાણ દૂર કર્યા'
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં SP સાગર બાગમારે કહ્યું કે, ગેરકાયદે દબાણ કરનારાનું ડોઝિયર બનાવ્યું અને 125 થી વધુ આરોપીઓનાં દબાણ દૂર કર્યા. આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ ચોરસ ફૂટના દબાણ હટાવી લીધા છે. પૂર્વ કચ્છ ગુનાઓના ડિટેક્શનમાં શિરમોર છે. ગુના ઉકેલવામાં ટીમવર્ક, CCTV થી ઘણી સફળતા મળે છે. પોલીસની કામગીરી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, મંદિર ચોરીનાં કેસ ઉકેલી મુદ્દામાલ જપ્ત કર્યો, ઉદયપુરનાં જંગલોમાંથી ગરાસિયા ગેંગ ઝડપી પાડી, પડકારજનક અનેક કેસને સફળતાથી ઉકેલ્યા છે. તેમણે કહ્યું કે, અમે રાજ્યના પ્રથમ ગુજસીટોકમાં મિલકત જપ્ત કરી કાર્યવાહી કરી હતી. લોકો પોલીસથી ડરે તે અભિગમ બદલવાનો અમારો પ્રયાસ છે.
ગુનાખોરીને રોકવાની સાથે સેવા કાર્યો પણ કરે છે પોલીસ : સાગર બાગમાર
SP સાગર બાગમારે (Sagar Bagmar) જણાવ્યું ગુનાખોરીને રોકવાની સાથે પોલીસ સેવા કાર્યો પણ કરે છે. તેમણે કહ્યું કે, સામાજિક સેવાનાં કાર્યોથી ખરો આનંદ મળે છે. ગૌ-શાળામાં અશક્ત ગાયોની સેવા કરીએ છીએ. પોલીસ દ્વારા ગરીબોને ધાબળા, કપડાનું વિતરણ પણ કરવામાં આવે છે. તહેવારોમાં વૃદ્ધાશ્રમમાં મિઠાઈનું વિતરણ કરાય છે. વરિષ્ઠ નાગરિકો સાથે સમયાંતરે ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. પોલીસમાં ભરતી થવાનું સપના જોતા ઉમેદવારોને સંદેશ આપતા તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં ડેડિકેશનથી સફળતા મળશે. નિયમિત આકરી મહેનતથી લક્ષ્ય મેળવવા કોઈ નહીં રોકી શકે.


