Studio On Wheels: વાવ-થરાદ બનશે શિક્ષણ અને ખેતીનું હબ, કલેક્ટર જે.એસ. પ્રજાપતિ સાથે ખાસ વાતચીત
- 'ગુજરાત ફર્સ્ટ'ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio On Wheels) ની ટીમ પહોંચી વાવ-થરાદ ( Vav-Tharad)
- વાવ- થરાદ ( Vav-Tharad) ના કલેક્ટર જે.એસ.પ્રજાપતિ ( J.S. Prajapati) સાથે ખાસ વાતચીત
- કલેક્ટરએ ઐતિહાસિક બદલાવ અને ભવિષ્યના રોડમેપ વિશે માહિતી આપી હતી
- વાવ-થરાદની નવી ઓળખ અને વિકાસનો રોડમેપ કર્યો જાહેર
Studio On Wheels: ગુજરાતના ઉત્તરીય સરહદી વિસ્તારમાં આવેલા વાવ-થરાદને ( Vav-Tharad) એક અલગ ઓળખ મળી છે.2 October 2025 ના રોજ ભૌગોલિક જરૂરિયાતો અને સરહદી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને Vav-Tharad ને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ ઐતિહાસિક બદલાવ અને ભવિષ્યના રોડમેપ વિશે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં વાવ- થરાદ ( Vav-Tharad) ના કલેક્ટર જે.એસ.પ્રજાપતિ ( J.S. Prajapati) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio On Wheels) ની ટીમ પહોંચી વાવ-થરાદ ( Vav-Tharad)
આ વિસ્તારમાં ધરતી કઠોર છે, પરંતુ લોકોની હિંમત અડગ છે. અહીં સૂર્યોદય સાથે સંઘર્ષ શરૂ થાય છે અનેઅને અસ્ત થાય ત્યારે આશા જીવંત રહે છે. આ જિલ્લાની રચના ભૌગોલિક જરૂરિયાતો અને સરહદી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે ફક્ત નકશામાં ઉમેરાયેલું નથી, પરંતુ આશાઓ, હક અને સ્વાભિમાનની નવી રેખા છે.જિલ્લાની રચના અને વહીવટી વ્યવસ્થાવાવ-થરાદ જિલ્લો ગુજરાતનો 34મો જિલ્લો છે, જેની રચના પછી તરત જ વહીવટી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તરીકે જે.એસ. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અહેવાલમાં જાણો, આ નવા જિલ્લાના નિર્માણથી સ્થાનિક લોકોને શું ફાયદો થશે અને વિકાસની નવી રૂપરેખા કેવી હશે.
કલેક્ટર જે.એસ. પ્રજાપતિ સાથે વિશેષ સંવાદ
ગુજરાત ફર્સ્ટની ટીમે કલેક્ટર જે.એસ. પ્રજાપતિ સાથે વિશેષ સંવાદ કર્યો, જેમાં તેઓએ જિલ્લાના વિકાસના રોડમેપ વિશે વાત કરી. તેઓએ જણાવ્યું કે, "બીજી ઓક્ટોબરના રોજ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને તમામ કચેરીઓની મંજૂરી મળી ગઈ છે. ત્રણ કચેરીઓ તો સારી જગ્યાએ કાર્યરત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત થઈ જશે." આ જિલ્લાની રચનાથી અંતર ઘટી ગયું છે, જેનાથી નાગરિકોની સમસ્યાઓ ચોક્કસથી ઓછી થશે.
Studio On Wheels: Vav-Tharad District ની વિકાસ ગાથા, જુઓ Collector J.S. Prajapati સાથે ખાસ સંવાદ
આ ઐતિહાસિક બદલાવ અને ભવિષ્યના રોડમેપ વિશે Studio On Wheels માં Umang Raval એ ખાસ વાતચીત કરી છે Vav-Tharad ના કલેક્ટર J.S. Prajapati સાથે. જાણો, આ નવા જિલ્લાના નિર્માણથી સ્થાનિક… pic.twitter.com/IQGdQuUjF8
— Gujarat First (@GujaratFirst) January 21, 2026
શિક્ષણ ક્ષેત્રમાં મોટા પગલાં લેવામાં આવશે
કલેક્ટર જે.એસ.પ્રજાપતિએ વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાના વચન આપ્યા. તેઓએ કહ્યું કે, "વહીવટી તંત્રના વિચારો લોકો સુધી પહોંચશે અને નવીન જિલ્લામાં વિકાસના કામો થશે." આ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત છે, તેથી કૃષિ અને પશુપાલનના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સરકારની યોજનાઓનો લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.શિક્ષણ ક્ષેત્રમાં મોટા પગલાં લેવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, "આ જિલ્લાને શિક્ષણની જરૂર છે. નવોદય વિદ્યાલય અને એક સેન્ટ્રલ સ્કૂલ પણ બનશે. મારો પહેલો ધ્યેય શિક્ષણની ગુણવત્તાને સુધારવાનો છે." દરેક જિલ્લામાં સવલતો પુરી પડાશે, જેથી શિક્ષણની સુવિધાઓમાં વધારો થશે.
પર્યાવરણ અને કૃષિના પડકારો પર શું કહ્યું?
પર્યાવરણ અને કૃષિના પડકારો પર વાત કરતા તેઓએ કહ્યું કે, "જમીનમાં ખારાસનું પ્રમાણ ખૂબ વધારે છે. સિંચાઈ વિભાગ દ્વારા પણ સરવેની કામગીરી થઈ છે અને એક પ્રોજેક્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે." વધુમાં, વૃક્ષોનું વાવેતર થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. પડકારો તો છે, પરંતુ પ્રશ્નો ટૂંક સમયમાં હલ થશે, તેવી ખાતરી તેઓએ આપી.આ જિલ્લામાં વરસાદી આફતોના પુનર્વસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમ કે નવા કલેક્ટરે વચન આપ્યું છે કે વરસાદી આફતોમાંથી પુનર્વસન અને જિલ્લાની સેવાઓને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે.
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ અને જનરથની યાત્રા
ગુજરાત ફર્સ્ટનો 'જનરથ' અને 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમ ગુજરાતના 34 જિલ્લાઓમાં આવી રીતે સફર કરશે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરીને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી વિકાસ સુધી અને રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીની વાતો કરવામાં આવશે. નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે ચર્ચા કરીને અમારી ટીમ તમારા જિલ્લામાં આવશે. ગુજરાત ફર્સ્ટ તમારા આંગણે આવી રહ્યું છે.
આ પણ વાંચો: Studio On Wheels: Kadi ના Indrad મા કેમિકલ માફિયાના પાપે ગામ લોકોનું જીવન નર્ક


