Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: યુરિયાને બાય-બાય, 'નેનો ખાતર'ને વેલકમ! નવી ટેક્નોલોજી અપનાવી વિજાપુરના ખેડૂતો બન્યા પ્રગતિશીલ

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની વિશેષ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio On Wheels) ની ટીમ મહેસાણા (Mahesana) જિલ્લાની સફર દરમિયાન વિજાપુર (Vijapur) તાલુકાના મહાદેવપુરા (ગવાડા) ગામે પહોંચી હતી. અહીં પ્રગતિશીલ ખેડૂતો સાથે થયેલા સંવાદમાં ખેતીની બદલાતી તસવીર જોવા મળી હતી. ખેડૂતો હવે ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી 'આત્મનિર્ભર' બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે.
studio on wheels  યુરિયાને બાય બાય   નેનો ખાતર ને વેલકમ   નવી ટેક્નોલોજી અપનાવી વિજાપુરના ખેડૂતો બન્યા પ્રગતિશીલ
Advertisement
  • 'સ્ટુડીઓ ઓન વ્હીલ્સ' (Studio On Wheels) મહેસાણા (Mehsana) જિલ્લાની સફરે
  • વિજાપુરના મહાદેવપુરા (ગવાડા) ગામની મુલાકાત
  • ગામના પ્રગતિશીલ ખેડૂતો સાથે કર્યો રસપ્રદ સંવાદ
  • ખેડૂતો સાથે ખાતર, ખેતર, ટેક્નોલોજી સંદર્ભે ચર્ચા
  • IFFCOના ખાતર પર ખેડૂતોએ મુક્યો વિશ્વાસ
  • ખેડૂતોએ ગણાવી IFFCOને જૂની અને વિશ્વાસુ કંપની

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની વિશેષ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio On Wheels) ની ટીમ મહેસાણા (Mahesana) જિલ્લાની સફર દરમિયાન વિજાપુર (Vijapur) તાલુકાના મહાદેવપુરા (ગવાડા) ગામે પહોંચી હતી. અહીં પ્રગતિશીલ ખેડૂતો સાથે થયેલા સંવાદમાં ખેતીની બદલાતી તસવીર જોવા મળી હતી. ખેડૂતો હવે ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી 'આત્મનિર્ભર' બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે.

IFFCO પર અતૂટ વિશ્વાસ: નેનો ટેક્નોલોજીનો સ્વીકાર

ખેડૂતો સાથે ખાતર અને ખેતર અંગે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું કે, વિજાપુરના ખેડૂતોએ હવે પરંપરાગત યુરિયાની થેલીઓ છોડીને IFFCOના નેનો યુરિયા અને નેનો DAP પર ભરોસો મૂક્યો છે. ખેડૂતોએ IFFCOને વર્ષો જૂની અને સૌથી વિશ્વાસુ કંપની ગણાવતા કહ્યું કે, "ખાતર તો એ જ નાખવું જોઈએ જે પાકને મબલખ આપે અને જમીનની ફળદ્રુપતા જાળવે."

Advertisement

નેનો ખાતરના ફાયદા અને ખેડૂતોનો અનુભવ

ગામના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે:
ઉત્પાદનમાં વધારો:નેનો યુરિયાના પ્રવાહી છંટકાવથી પાકમાં સારી વૃદ્ધિ જોવા મળી છે અને ઉત્પાદન ક્ષમતા વધી છે.
ખર્ચમાં ઘટાડો: પરંપરાગત યુરિયાની સરખામણીએ નેનો ખાતર સસ્તું પડે છે અને તેનો ઉપયોગ પણ સરળ છે.
જમીનનું રક્ષણ: રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી બચવા માટે નેનો ટેક્નોલોજી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.

Advertisement

આધુનિક ખેતી, સદ્ધર ખેડૂતનું વિઝન

આ સંવાદ દરમિયાન ખેડૂતોએ સરકારના વિઝનની પણ પ્રશંસા કરી હતી. આત્મનિર્ભર ખેડૂત થકી આત્મનિર્ભર દેશ બનાવવાની નેમ સાથે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે. ખેતીમાં નવી ટેક્નોલોજી અને નેનો પ્રોડક્ટ્સના ઉપયોગથી ખેડૂતો સદ્ધર બની રહ્યા છે, જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.

મહાદેવપુરા (ગવાડા) ગામના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે જો ખેતીમાં ટેક્નોલોજી અને પરંપરાગત અનુભવનો સમન્વય કરવામાં આવે, તો મબલખ પાક સાથે આર્થિક સમૃદ્ધિ પણ નિશ્ચિત છે.

આ પણ વાંચો: Bhavnagar: રુ. 30 કરોડનો બ્રિજ પાલિતાણાના રહેવાસીઓ માટે બન્યો માથાનો દુખાવો, યાત્રાધામમાં લોકોને હાલાકી

Tags :
Advertisement

.

×