Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કચ્છના રણમાં દેશભક્તિનો રંગ! Studio on Wheels સાથે NCC કેન્ડિડેટની દિલ ખોલીને વાતચીત

kutch: ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની વિશેષ પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કચ્છ (kutch) ની ધરતી પર પહોંચ્યો છે.
કચ્છના રણમાં દેશભક્તિનો રંગ  studio on wheels સાથે ncc કેન્ડિડેટની દિલ ખોલીને વાતચીત
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો સ્ટુડિયો ઓન વ્હિલ (Studio on Wheels) પહોંચ્યો કચ્છ
  • સ્ટુડિયો ઓન વ્હિલ (Studio on Wheels) સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
  • NCC કેન્ડિડેટ સાથે ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
  • સ્ટુડિયો ઓન વ્હિલ સાથે 'એક શામ શહીદો કે નામ'
  • NCC કેન્ડિડેટ સાથે પત્રકાર ઉમંગ રાવલની દિલ ખોલીને વાત

kutch: ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની વિશેષ પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કચ્છ (kutch) ની ધરતી પર પહોંચ્યો છે. કચ્છના સરહદી અને ઐતિહાસિક વાતાવરણમાં ગુજરાત ફર્સ્ટના પત્રકાર ઉમંગ રાવલે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCCના કેડેટ્સ સાથે મળીને પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ ખાસ અવસરે 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ અંતર્ગત દેશની રક્ષા કાજે બલિદાન આપનાર વીરોને યાદ કરવામાં આવ્યા હતા અને યુવા શક્તિના ઉત્સાહને વાચા આપવામાં આવી હતી.

NCC કેડેટ્સમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ

પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે NCCના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પત્રકાર ઉમંગ રાવલ સાથેની વાતચીતમાં NCC કેડેટ્સે પોતાના દિલની વાતો શેર કરી હતી. આ યુવાનોએ જણાવ્યું હતું કે NCCમાં જોડાવા પાછળનું તેમનું મુખ્ય કારણ જીવનમાં શિસ્ત (ડિસીપ્લિન) અને સમયનું આયોજન (ટાઈમ મેનેજમેન્ટ) શીખવાનું છે. NCC માત્ર એક તાલીમ નથી, પરંતુ તે દેશસેવા માટે તૈયાર થવાની એક પાયાની પ્રક્રિયા છે. આ કેડેટ્સની આંખોમાં દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.

Advertisement

ડિફેન્સ સર્વિસમાં જઈ દેશ સેવા કરવાની નેમ

વાતચીત દરમિયાન એક મહત્વની બાબત સામે આવી હતી કે, અભ્યાસ કરી રહેલા તમામ NCC કેડેટ્સનું એકમાત્ર લક્ષ્ય ભારતીય સંરક્ષણ દળો એટલે કે ડિફેન્સ સર્વિસમાં જોડાવાનું છે. કોઈ આર્મીમાં જવા માંગે છે, તો કોઈ નેવી કે એરફોર્સમાં જોડાઈને સરહદની રક્ષા કરવા ઈચ્છે છે. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી આ યુવા કેડેટ્સે જણાવ્યું કે, 26 જાન્યુઆરી તેમના માટે માત્ર એક રજાનો દિવસ નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સંકલ્પ લેવાનો દિવસ છે.

Advertisement

સ્ટુડિયો ઓન વ્હીલ્સ: જનતાનો અવાજ

ગુજરાત ફર્સ્ટનો આ અનોખો મોબાઈલ સ્ટુડિયો જ્યારે કચ્છના માર્ગો પરથી પસાર થયો અને NCC કેડેટ્સ વચ્ચે પહોંચ્યો, ત્યારે વાતાવરણ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ઉમંગ રાવલ સાથેની આ દિલ ખોલીને કરેલી ચર્ચામાં યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સમાજના અન્ય યુવાનોને પણ NCC જેવી પ્રવૃત્તિઓમાં જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:  Studio on Wheels: Mahesana ના તળેટી ગામની કમાલ, હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન-MP પહોંચ્યો

Tags :
Advertisement

.

×