Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana માં Studio on Wheels ની સફળતાની ફળશ્રુતિ, 26 શ્રેષ્ઠિઓનું સન્માન, જુઓ યાદી

Studio on Wheels:  ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પોતાની અવિરત અને સફળ યાત્રા પર છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન આ અનોખા અભિગમને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
mehsana માં studio on wheels ની સફળતાની ફળશ્રુતિ  26 શ્રેષ્ઠિઓનું સન્માન  જુઓ યાદી
Advertisement
  • Gujarat First નાં 'Studio On Wheels' યાત્રાની અદ્ભુત સફળતા
  • મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન
  • વિવિધ ક્ષેત્રના 26 શ્રેષ્ઠીઓને 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' એવોર્ડ આપી સન્માનિત કરાયા
  • 26 શ્રેષ્ઠીઓનું મંત્રી પ્રવીણભાઈ માળી (Pravin mali) અને મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) ના હસ્તે સન્માન
  • ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ આવ્યા

Studio on Wheels:  ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પોતાની અવિરત અને સફળ યાત્રા પર છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન આ અનોખા અભિગમને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ક્ષેત્રના 26 શ્રેષ્ઠીઓનું મંત્રી પ્રવીણભાઈ માળી (Pravin mali) અને મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) ના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. જુઓ આ સન્માન મેળવનાર શ્રેષ્ઠીઓ કોણ છે અને તેમને ક્યાં ક્ષેત્રમાં શું  સારુ કામ કર્યું છે....

કૃષિ અને પશુપાલન ક્ષેત્રના શ્રેષ્ઠીઓ

Advertisement

-દિનેશભાઇ પટેલ (Dineshbhai Patel) - ચેરમેન, ઉંઝા એપીએમસી (Unjha APMC):  ખેડૂતહિત અને માર્કેટ વ્યવસ્થાના વિકાસ માટે સતત કાર્યરત નેતૃત્વ. તેમના માર્ગદર્શન હેઠળ ઉંઝા એપીએમસીએ પારદર્શકતા અને પ્રગતિના નવા માપદંડ સ્થાપ્યા છે.

Advertisement

-સેજલબેન દેસાઇ (Sejalben Desai) - શ્રેષ્ઠ પશુપાલક: ચાણસ્માના ઇટોદા ગામના વતની. મહેસાણા દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) માં વર્ષ 2024-25માં સૌથી વધુ દૂધ ભરાવનાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક, જેમણે કુલ 1,77,779 લિટર દૂધ ભરાવીને રુ. 1,03,95,000 ની આવક મેળવી છે.

-સામંતભાઇ ભરવાડ (Samantbhai Bharwad) - શ્રેષ્ઠ પશુપાલક:  કડીના ગલોદર ગામના વતની. દૂધસાગર ડેરીમાં વર્ષ 2024-25માં સૌથી વધુ દૂધ ભરાવનાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક, જેમણે કુલ 2,07,592 લિટર દૂધ ભરાવીને રુ. 96,23,890 ની આવક મેળવી છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન

-ડો. સુહાગ શ્રીમાળી (Dr. Suhag Shrimali)- તાલુકા હેલ્થ ઓફિસર, મહેસાણા: શિશુ અને માતા મૃત્યુદરમાં ઘટાડો, જુવેનાઇલ ડાયાબિટીસમાં મફત ઇન્સ્યુલિન અને કુપોષિત બાળકો માટે ઘરે એનઆરસી (NRC) સ્તરની વ્યવસ્થાપનની નવી પહેલ બદલ સન્માન.

-મનોજકુમાર પ્રતાપભાઈ ચૌધરી (Manojkumar Chaudhary)- સિનિયર ક્લાર્ક, વિકાસ શાખા, મહેસાણા જિલ્લા પંચાયત:  વિકાસ શાખામાં શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરવા બદલ સન્માન.

-નરેન્દ્રસિંહ નરસંગજી મકવાણા (Narendrasinh Makwana)- સિનિયર ક્લાર્ક, મહેકમ શાખા, મહેસાણા જિલ્લા પંચાયત: મહેકમ શાખામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન.

-ગઝલબેન દેસાઇ (Gazalben Desai)- સીડીપીઓ (CDPO), કુકરવાડા: ડીડીઓ (DDO) હસરત જશમીનના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજનાના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ સન્માન.

-વિશાખાબેન વશરામભાઈ મકવાણા (Vishakhaben Makwana)- સીડીપીઓ (CDPO), વાલમ વિસનગર: બાળ વિકાસ યોજના અને જતન પ્રોજેક્ટ (Jatan Project) હેઠળ સરકારની યોજનાઓના અમલીકરણ માટે સન્માન.

-ચૈતાલીબેન બાબુભાઇ ચૌધરી (Chaitaliben Chaudhary)- સીડીપીઓ (CDPO), મહેસાણા: 'જતન પ્રોજેક્ટ' હેઠળ 213 કુપોષિત બાળકોને સુપોષિત કરવાની કામગીરી તથા સીએસઆર (CSR) અને દાતાઓના સહયોગથી વિવિધ યોજનાઓના અમલીકરણ બદલ સન્માન.

-હિતેશભાઇ પટેલ (Hiteshbhai Patel)- તલાટી, કરણપુર અને હાજીપૂર: ગામડાઓના સર્વાંગી વિકાસ માટે ભુણાવ અને મકતુપુરમાં સેવા આપ્યા બાદ હાલમાં કરણપુર-હાજીપૂરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન.

ખેતી અને પર્યાવરણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા શ્રેષ્ઠીનું સન્માન

-માનસંગજી સોલંકી (Mansangji Solanki)- ગ્રીન એમ્બેસેડર (Green Ambassador): બહુચરાજીના બિલ્ડર અને વરિષ્ઠ આગેવાન. સનરાઈઝ (Sunrise) રિસોર્ટ બનાવી 50 હજારથી વધુ વૃક્ષોનું જતન કરી પર્યાવરણમાં નવચેતના ફેલાવવા બદલ સન્માન.

-દિનેશભાઇ પંચાલ (Dineshbhai Panchal)- શ્રેષ્ઠ ખેડૂત: બહુચરાજી પંથકમાં 200 થી વધુ વિઘામાં અંજીર સહિતની પ્રાકૃતિક અને રોકડીયા ખેતી દ્વારા પ્રેરણારૂપ સફળતા મેળવવા બદલ સન્માન.

સ્ટાર્ટઅપ્સ, મેડિકલ અને ઉદ્યોગ ક્ષેત્ર સિદ્ધી હાસંલ કરનારા શ્રેષ્ઠીનું સન્માન

-મેશ્વા રાવ (Meshwa Rao) - ટ્રસ્ટી, હિમાલય આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ: નાની ઉંમરમાં એજ્યુકેશન સંસ્થાના ટ્રસ્ટી તરીકે યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનવા બદલ સન્માન.

-ડો. કરશનભાઇ પટેલ (Dr. Karshanbhai Patel) - થરાદની ક્રિષ્ના હોસ્પિટલ (Krishna Hospital):  સેવા, સંવેદના અને સમર્પણ દ્વારા માનવતાના પવિત્ર ધર્મને નિભાવવા બદલ સન્માન.

-મૌલિકકુમાર પંકજભાઇ પટેલ (Maulikkumar Patel) - એમડી (MD), શ્રીનાથજી ફર્નિચર (Shrinathji Furniture): નાના બિઝનેસથી શરૂઆત કરી મહેસાણામાં ફર્નિચરના સૌથી મોટા શો રૂમ સુધીની સફળતા મેળવનાર યુવા બિઝનેસમેન તરીકે સન્માન.

-રવિભાઇ શંકરભાઇ ચૌધરી (Ravibhai Chaudhary) - યુવા બિઝનેસમેન:  મિલ્ક બિઝનેસમાં કોઠા સૂઝ વાપરી પોતાની પ્રાઇવેટ 'ગુજરાત ડેરી' (Gujarat Dairy) ની સ્થાપના કરવા બદલ સન્માન.

-પઠાણ અરબાઝખાન અને સોલંકી શક્તિસિંહ - ઓનર, ધ સન ગ્લોરિયસ હોટલ (The Sun Glorious Hotel), મોઢેરા: પર્યટક સ્થળ મોઢેરા ખાતે રહેવા અને જમવાની ઉત્તમ સગવડ આપી પર્યટકોનું દિલ જીતવા બદલ સન્માન.

-સુનિધી એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ (Sunidhi Agrotech Pvt Ltd) ના ઓનર:  ખેડૂતો માટે કૃષિલક્ષી સાધનો બનાવી 'સ્ટાર્ટઅપ' અને 'મેઈડ ઈન ઈન્ડિયા' સૂત્રને સાર્થક કરવા બદલ સન્માન. આધુનિક ખેડૂત અને આધુનિક ભારતના ધ્યેયમંત્ર સાથે ખેડૂતો માટે કૃષિલક્ષી સાધનો બનાવી ખરા અર્થમાં સ્ટાર્ટઅપ અને મેઈડ ઈન ઈન્ડિયા સૂત્રને સાર્થક કર્યું છે.નવતર વિચારસરણી અને પ્રતિબદ્ધ સેવાઓ દ્વારા કૃષિને વધુ ઉત્પાદનક્ષમ અને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરતી સંસ્થા.

-અનુજ શાહ (Anuj Shah) - ડિરેક્ટર, ગ્રીનોમર્સ પ્રાઇવેટ લિમિટેડ (Greenomers Pvt Ltd):  સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે બાયોપોલિમર પ્રોડક્ટ્સ બનાવતા સક્સેસફુલ સ્ટાર્ટઅપ દ્વારા પર્યાવરણ જાળવણી બદલ સન્માન.ગ્રીનોમર્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ સ્થિત એક સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે. જે પર્યાવરણને અનુકૂળ અને કોમ્પોસ્ટેબલ બાયોપોલિમર ગ્રેન્યુલ્સ તથા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ ઉપલબ્ધ થાય. 2021માં સ્થાપિત આ કંપનીનું ધ્યેય સસ્ટેનેબલ અને પ્લાનેટ-ફ્રેન્ડલી ઉકેલો દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડીને હરિયાળુ ભવિષ્ય બનાવવાનું છે

યુથ આઇકન અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા શ્રેષ્ઠીનું સન્માન

-મયુરભાઇ પટેલ (Mayurbhai Patel) - યુથ આઇકન (Youth Icon): યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની નવી વિચારધારા સાથે કાર્યરત રહેવા બદલ સન્માન.

-દેવાંગભાઇ પંડયા (Devangbhai Pandya) - યુથ આઇકન (Youth Icon): જોશ, જનસેવા અને નેતૃત્વના સંગમથી યુવાનોના સપનાઓને દિશા આપવા બદલ સન્માન.

-હિતેશભાઇ હરગોવનદાસ પટેલ (Hiteshbhai Patel) - ફાઉન્ડર, આર.કે. ફાઉન્ડેશન (R.K. Foundation), ઊંઝા:  ઊંઝામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને ગરીબોને ભોજન પૂરું પાડી 'સેવા પરમો ધર્મ' સૂત્ર સાર્થક કરવા બદલ સન્માન.

-પિન્ટુભાઇ પટેલ (Pintubhai Patel) - રાજધાની ફાઉન્ડેશન (Rajdhani Foundation):  માનવતાના મૂલ્યો અને પરોપકારને જીવનમંત્ર બનાવી સમાજસેવા કરવા બદલ સન્માન.

પ્રવાસન ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારા શ્રેષ્ઠીનું સન્માન

-વિનોદભાઇ કાંતિભાઈ પટેલ (Vinodbhai Patel) - ઓનર, શ્રી ગણેશા ફન વર્લ્ડ એન્ડ વોટરપાર્ક (Shri Ganesha Fun World):  મધ્યમ વર્ગને પોસાય તેવો વોટરપાર્ક બનાવી શૂન્યમાંથી સર્જન કરનાર સફળ બિઝનેસમેન તરીકે સન્માન. એક સમયે વોટરપાર્કની ઊંચી પ્રવેશ ફીથી નિરાશ થઈ, “ગરીબ હોવું ગુનો નથી” એ દ્રઢ સંકલ્પ સાથે વિનોદભાઈ કાંતિભાઈ પટેલે સઘન પરિશ્રમથી મધ્યમ વર્ગને પોસાય તેવો ‘શ્રી ગણેશા ફન વર્લ્ડ એન્ડ વોટરપાર્ક’ ઊભો કર્યો.

આ પણ વાંચો:  Studio On Wheels: માત્ર ટીકા નહીં, મદદ! "નેગેટિવિટીથી ગુજરાતનું હિત નહીં થાય": ડૉ. વિવેકકુમાર ભટ્ટે રજૂ કરી પત્રકારત્વની નવી મિશાલ

Tags :
Advertisement

.

×