Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો

Surat : સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર (19-year-old model Sukhpreet Kaur) ના આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મૂળ મધ્યપ્રદેશની રહેવાસી સુખપ્રીત 4-5 દિવસ પહેલાં જ મોડેલિંગના કામ માટે સુરત આવી હતી અને સારથી રેસિડેન્સીમાં તેની 3 બહેનપણીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
સુરતમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો
Advertisement
  • 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો
  • મૂળ મધ્ય પ્રદેશની મોડેલ સુખપ્રીત કૌર પોતાની 3 બહેનપણીઓ સાથે રૂમમાં રહેતી હતી
  • જ્યારે ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
  • સુખપ્રીત 4 દિવસ પહેલા જ સુરત સારોલી ખાતે મોડેલિંગ કરવા આવી હતી
  • આપઘાત કરવા પાછળનું કારણ હજું સુધી અકબંધ

Surat : સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર (19-year-old model Sukhpreet Kaur) ના આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મૂળ મધ્યપ્રદેશની રહેવાસી સુખપ્રીત 4-5 દિવસ પહેલાં જ મોડેલિંગના કામ માટે સુરત આવી હતી અને સારથી રેસિડેન્સીમાં તેની 3 બહેનપણીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. શનિવારે મોડી સાંજે તેની બહેનપણીઓ ઘરે પરત ફરી ત્યારે સુખપ્રીત (Sukhpreet) બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટાથી લટકતી હાલતમાં મળી આવી, જેના કારણે આ દુ:ખદ ઘટનાની જાણ થઈ.

બહેનપણીઓએ જોઇ લાશ અને કર્યો પોલીસને ફોન

સ્થાનિક સારોલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો અને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ રહ્યું છે, જેના કારણે આ ઘટના રહસ્યમય બની છે. જણાવી દઇએ કે, સુખપ્રીત કૌર, જે મધ્યપ્રદેશના એક નાનકડા શહેરમાંથી મોડેલિંગની દુનિયામાં કારકિર્દી ઘડવાના સપના સાથે સુરત આવી હતી, તે હંમેશા હસમુખ અને મિલનસાર વ્યક્તિ તરીકે ઓળખાતી હતી. તેના પરિવારજનો અને પડોશીઓએ જણાવ્યું કે તેનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું. તેની સાથે રહેતી બહેનપણીઓ પણ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી. ઘટનાના દિવસે ઘરમાં કોઈ હાજર ન હતું, અને જ્યારે બહેનપણીઓ મોડી સાંજે ઘરે પહોંચી, ત્યારે તેમને સુખપ્રીતનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો. આ દૃશ્યથી ગભરાઈ ગયેલી બહેનપણીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પછી પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી.

Advertisement

પોલીસ કરી રહી છે તપાસ

પોલીસે સુખપ્રીતના આપઘાત પાછળના કારણોને શોધવા માટે તેની બહેનપણીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે અને તેના પિતા તથા પરિવારજનોને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાતની જણાઈ રહી છે, પરંતુ પોલીસ અન્ય કોઈ શક્યતાને નકારી રહી નથી. પોલીસે હજુ સુધી એવી કોઈ સ્યુસાઈડ નોટ મળી હોવાની પુષ્ટિ કરી નથી, જે આપઘાતનું કારણ સ્પષ્ટ કરી શકે. સુખપ્રીતના મોબાઈલ ફોન અને તેના સંપર્કોની તપાસ પણ કરવામાં આવી રહી છે, જેથી તેના જીવનની તાજેતરની ઘટનાઓ અને માનસિક સ્થિતિ વિશે માહિતી મેળવી શકાય.

Advertisement

સુખપ્રીતના આપઘાતને લઇ વિવિધ અટકળો

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ સુરતના સારોલી વિસ્તારમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, અને સ્થાનિક લોકોમાં આઘાતની લાગણી ફેલાઈ છે. સુખપ્રીતના આપઘાતનું કારણ શું હોઈ શકે, તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી. આ દુ:ખદ ઘટનાએ યુવાનોની માનસિક સ્થિતિ અને મોડેલિંગ જેવા સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં આવતા દબાણો પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. સારોલી પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી સુખપ્રીતના આ નિર્ણય પાછળનું સત્ય બહાર આવી શકે.

આ પણ વાંચો :  Surat Crime: 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 13 વર્ષીય વિદ્યાર્થીનું યૌન શોષણ, રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલાઈ

Tags :
Advertisement

.

×