Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: સોના કરતાં મોંઘી વ્હેલની ઊલટી સાથે 3 શખ્સોની ધરપકડ, વેચવા જતાં જ નસીબ ફૂટ્યું!

સુરત SOG એ 1.71 કિલોગ્રામ વ્હેલની ઊલટી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેની કિંમત ₹ 1.7 કરોડ છે. કાવી કંબોઈના દરિયાકિનારેથી મળેલો આ જથ્થો વેચાણ અર્થે સુરત લવાયો હતો. પરફ્યુમ ઉદ્યોગમાં વપરાતા આ પ્રતિબંધિત પદાર્થની તસ્કરી મામલે મુખ્ય ફરાર આરોપીની શોધખોળ અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
surat  સોના કરતાં મોંઘી વ્હેલની ઊલટી સાથે 3 શખ્સોની ધરપકડ  વેચવા જતાં જ નસીબ ફૂટ્યું
Advertisement
  • Surat માંથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીની તસ્કરી
  • ત્રણ આરોપીઓની શહેર SOGએ કરી ધરપકડ
  • SOGએ 1.71 કિલોગ્રામ ફ્લોટિંગ ગોલ્ડ કબ્જે કર્યું

Surat: સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરમાંથી સ્પર્મ વ્હેલ (Sperm Whale) માછલીની ઊલટી, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'એમ્બરગ્રીસ' કહેવામાં આવે છે, તેની તસ્કરી (Smuggling) કરતા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં 1.71 કિલોગ્રામ જેટલું આ કિંમતી 'ફ્લોટિંગ ગોલ્ડ' (Floating Gold) મળી આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે ₹ 1.7 કરોડ આંકવામાં આવી રહી છે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

સુરત SOG એ આ મામલે સચોટ ઓપરેશન પાર પાડીને અંબરીશ મિશ્રા (Ambarish Mishra), સોનુ ઉપાધ્યાય (Sonu Upadhyay) અને સંદીપ ઉપાધ્યાય (Sandeep Upadhyay) નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો વેચાણ અર્થે સુરત લાવવામાં આવ્યો હતો. જોકે, આ ગુનામાં મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે, જેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

Advertisement

Surat, Ambergris Seized GujaratFirst 2 1

Advertisement

ક્યાંથી આવ્યો આ કિંમતી જથ્થો?

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફરાર આરોપી કાવી કંબોઈ વિસ્તારમાં માછીમારી (Fishing) કરવા જતો હતો. દરિયા કિનારે માછીમારી દરમિયાન તેને કુદરતી રીતે આ તરતું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. આ કિંમતી પદાર્થ તેણે પકડેલા ત્રણ આરોપીઓને વેચાણ (Sale) માટે આપ્યો હતો. ગેરકાયદેસર નફો મેળવવાની લાલચે આરોપીઓ આ જથ્થો લઈને સુરત આવ્યા હતા, પરંતુ ગ્રાહક મળે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા.

Surat, Ambergris Seized GujaratFirst 2

શું છે એમ્બરગ્રીસ અને શા માટે છે પ્રતિબંધિત?

એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં ઉત્પન્ન થતો એક મીણ જેવો પદાર્થ છે. આંતરરાષ્ટ્રીય બજાર (International Market) માં તેની કિંમત કરોડોમાં હોય છે, જેના કારણે તેને 'ફ્લોટિંગ ગોલ્ડ' કહેવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ભારતમાં તેના વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ (Prohibition) છે. આ પદાર્થનો મુખ્ય ઉપયોગ અત્તર અને પરફ્યુમ ઉદ્યોગ (Perfume Industry) માં થાય છે. તે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે 'ફ્લેક્સ્ટિવ' (Fixative) તરીકે કામ કરે છે. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં આ પદાર્થ અત્યંત દુર્ગંધ (Foul Smell) મારે છે, પરંતુ સમય જતાં તે અત્યંત મીઠી અને લાંબો સમય ટકતી સુગંધમાં પરિવર્તિત થઈ જાય છે. હાલમાં પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નિકોલમાં BMW કાર રિક્ષાના ફુરચા ઉડાવી AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ

Tags :
Advertisement

.

×