વાલીઓ સાવધાન! Surat માં રમત-રમતમાં બાળકીને કાળ આંબી ગયો, 4 વર્ષની આરાધ્યા સાથે જે થયું તે જાણીને કાળજું કંપી જશે!
- સુરત (Surat) શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
- સચિન GIDC (Sachin GIDC) માં 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત
- બાળકી રમત રમતમાં ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ
- સ્થાનિકોની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી
- બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી
Surat News : સુરત (Surat) શહેરના સચિન GIDC (Sachin GIDC) વિસ્તારમાં વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘર પાસે રમી રહેલી ૪ વર્ષની માસૂમ બાળકી અચાનક નજીકની નહેરમાં (Canal) ખાબકી હતી. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું છે.
સુરત (Surat) માં વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
સચિન GIDC (Sachin GIDC) વિસ્તારમાં આવેલી ઓમ સાઈ સોસાયટીમાં (Om Sai Society) પ્રદીપ વર્મા નામનો પરિવાર રહે છે. તેમની 4 વર્ષની પુત્રી આરાધ્યા (Aradhya) ઘર પાસે રમી રહી હતી. તે સમયે તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા સોસાયટીની નજીક આવેલી નહેર (Canal) પાસે પહોંચી ગઈ હતી અને અચાનક સંતુલન ગુમાવતા નહેરમાં પડી ગઈ હતી.
સ્થાનિકોની સતર્કતા છતાં માસૂમનો જીવ ન બચ્યો
બાળકી નહેરમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થતા જ હોબાળો મચી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક નહેરમાં ઉતરીને બાળકીને બહાર કાઢી હતી. તેને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસની કાર્યવાહી
માત્ર 4 વર્ષની દીકરીના અચાનક મોતથી વર્મા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. માતા-પિતાના આક્રંદથી આખી સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે. આ મામલે સચિન GIDC પોલીસે (Sachin GIDC Police) અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Dakor IncomeTax Notice: ડાકોરના ગરીબ ફેરિયાને રુ.19,84,00,000 ભરવા ઇન્કમટેક્સનું ફરમાન, જુઓ ફેરિયાની વેદના


