ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતના મોટા વિસ્તાર માં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત, સાસરિયા પક્ષના 7 લોકો સામે ગુનો નોંધાયો

સુરતના (Surat) મોટા વિસ્તારમાં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત (Death) થયું હતું. પરિણીત મહિલાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું..જે મામલે પરિણીતાના પિતાએ પોલીસ મથકમાં સાસરિયા પક્ષના 7 લોકો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો..વર્ષ 2017 મા દીકરી મોનીકા ના લગ્ન કરી તેને વિદાય કરી હતી..4 વર્ષ લગ્ન જીવન સુખ શાંતિ થી ચાલ્યું..દીકરી પણ ખુશ àª
06:06 PM Feb 12, 2023 IST | Vipul Pandya
સુરતના (Surat) મોટા વિસ્તારમાં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત (Death) થયું હતું. પરિણીત મહિલાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું..જે મામલે પરિણીતાના પિતાએ પોલીસ મથકમાં સાસરિયા પક્ષના 7 લોકો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો..વર્ષ 2017 મા દીકરી મોનીકા ના લગ્ન કરી તેને વિદાય કરી હતી..4 વર્ષ લગ્ન જીવન સુખ શાંતિ થી ચાલ્યું..દીકરી પણ ખુશ àª
સુરતના (Surat) મોટા વિસ્તારમાં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત (Death) થયું હતું. પરિણીત મહિલાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું..જે મામલે પરિણીતાના પિતાએ પોલીસ મથકમાં સાસરિયા પક્ષના 7 લોકો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો..
વર્ષ 2017 મા દીકરી મોનીકા ના લગ્ન કરી તેને વિદાય કરી હતી..4 વર્ષ લગ્ન જીવન સુખ શાંતિ થી ચાલ્યું..દીકરી પણ ખુશ હતી..જમાઈ ટેનિસ વેકરિયા ઇઝરાયલ માં હીરા નો વ્યવસાય કરે છે..જે લગ્ન બાદ પણ ઇઝરાયલ વ્યવસાય અર્થે ગયો હતો. બને ને સંતાનમાં એક બાળકી પણ છે.
સાસુ, સસરા, નણંદનો ત્રાસ
જોકે થોડા સમય પહેલા જ તેમના સુખી સંસારને કોઈની નજર પડી ગઈ હોય તેમ થોડા સમય થી દીકરી ખૂબ ડિપ્રેશન માં રહેતી હતી. પરિણીતા એ તેના પિતા ને ફોન કરી સાસુ, સસરા અને નણંદ ખૂબ હેરાન પરેશાન કરે છે અને જમવાની વસ્તુ મા કઈક નાખી મારી નાખવા માંગે છે તેવું પણ જણાવ્યું હતું. જોકે પિતા એ સજાવતા મામલો શાંત પડ્યો હતો. અચાનક જ બે દિવસ પહેલા તેમના પિતાના ફોન માં મોનીકા ની સાસુ નો.ફોન આવ્યો હતો.કે જલ્દી થી જલ્દી ઘરે જાવ ત્યારે ઘરે જઈ ને જોતા પિતા અને કાકા સ્તબ્ધ થઈ ગયા હતા.
સાસુંએ કંઈક પિવડાવી દીધું
પિતા અને કાકા જેવા જ તેમની દીકરી ના ઘરે પહોંચ્યા તે સમયે મોનીકા ને તેની સાસુ કઈક પીવડાવતી હતી તેવું તેમના કાકા એ સ્પષ્ટ જોયું હોવાનું જણાવ્યું હતું. જોકે જેવા ઘરમાં દાખલ થયા તેવા તેમની દીકરી કાકા ને ભેટી પડી અને રડવા લાગી અને કહેવા લાગી મારી સાસુ એ મને કશુંક પીવડાવી દીધું છે હું જીવવા માંગુ છું. તેમ છતાં તેમની સાસુ ફોન પર જ વાત મરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તબિયત વધારે ખરાબ થઈ જતા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવા માં આવી.જ્યાં ડોક્ટરે મોનીકા એ ઝેર પીધું હોવાનું જણાવ્યું હતું. વાત સાંભળતાજ પરિવાર જનો ના પગ તળે થી જમીન ખસકી ગઈ હતો. ચાલુ સારવાર માં તેમની તબિયત વધુ ખરાબ થતા બીજી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.

નણંદ મામલતદાર હોવાથી તેના નામની શેખી મારતા
મહત્વનું છે કે મોનીકા છેલ્લા ઘણા સમય થી ડિપ્રેશન માં રહેતી હતી..તે તેમની કાકી તેમજ મમ્મી ને પણ ફોન કરી જણાવતી હતી.કે તે ખૂબ દુઃખી છે..અને આ લોકો તેમને મારી નાખવાની ફિરાક માં છે. પતિ પત્ની વચ્ચે પણ અણ બનાવ હતો..જેમાં પતિ ને અન્ય યુવતી સાથે અફેર હોવાનું પણ જણાવ્યું હતું.જેથી મોનીકા ને વારંવાર તેનો પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો..મોનીકા ના નણંદ મામલતદાર છે જેથી તમામ સભ્યો તેના નામની ધમકી આપતા હતા.અને કહેતા હતા કે.તારા પપ્પા કશું નહીં કરી શકે અમારી માથે.. જેથી મોનિકા ભાંગી પડી હતી છત્તા લડી રહી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ
જોકે જે દિવસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ ત્યારેજ મોનિકા એ તેમના સાસુ, સસરા, નણંદ, પતિ સહિતની તમામ વાતો પિતા અને કાકાને જણાવી જેથી પિતા એ ઉતરાણ પોલીસ મથકમાં સાસુ પ્રવીણ બેન, સસરા મનસુખ ભાઈ, નણંદ પારુલ પાદરિયા અને નેહા સવાણી તેમજ નણદોઈ જસ્મિન પાદરિયા અને નિશાંત સવાણી અને પતિ ટેનિસ વેકરિયા આમ સાત સામે આપઘાત કરવા દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - ડિંડોલી પોલીસે 2 મોબાઈલ સ્નેચરોને ઝડપ્યા, 14 મોબાઈલ કબ્જે લીધાં, પકડાય નહી તે માટે બનાવ્યો હતો આ પ્લાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsDeathGujaratGujaratFirstGujaratiNewsMurderpolicesuicideSuratUtranPoliceStation
Next Article