Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ, પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી

ગુજરાતના સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એકાઉન્ટેન્ટ તરીકે કામ કરનારા મયુર તારાપરાના ડાબા હાથની ચાર આંગળીઓ કપાઇ ગઇ હતી.
surat માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ  પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી
Advertisement
  • મયુર તારપરાની 4 આંગળીઓ કપાઇ ગઇ તેને ખબર પણ ન પડી
  • સુરત પોલીસ સમગ્ર ઘટના સાંભળીને આશ્ચર્યથી ચોંકી ઉઠી
  • ભેદી ઘટનાની પોલીસ ચલાવી રહી છે ઉંડાણપુર્વક તપાસ

Surat News : ગુજરાતના સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એકાઉન્ટેન્ટ તરીકે કામ કરનારા મયુર તારાપરાના ડાબા હાથની ચાર આંગળીઓ કપાઇ ગઇ હતી. આ વાતનો તેને અહેસાસ પણ થયો નહોતો. આંગળી કપાવા અંગે મયરુ તારપરાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તાગ મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે આંગળીઓ કપાઇ કઇ રીતે.

ન દુખાવો ન લોહી વહ્યું અને ચાર આંગળી કપાઇ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શ્રીજીનગર સોસાયટીમાં રહેતા મયુર તારપરા એકાઉન્ટેન્ટ છે. 8 ડિસેમ્બરે રાત્રે તે પોતાના એક મિત્રને મળવા માટે સુરત શહેરમાંથી પસાર થનારા ન્યૂ રિંગરોડની વેદાંત સર્કલ પર પહોંચ્યા હતા. 1 કલાક રાહ જોયા બાદ મયૂરનો મિત્ર આવ્યો નહોતો. ત્યાર બાદ તેણે ફોન કરીને કહ્યું કે, તે હવે આવી નહીં શકે.

Advertisement

આ પણ વાંચો : Narmada Parikram: મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરી પરિક્રમા, નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા ભક્તો

Advertisement

મયુર પોતાના મિત્રને મળવા ગયો

ત્યાર બાદ મયુર પોતાના ઘર તરફ જવા માટે નિકળ્યા હતા. વેદાંત સર્કલથી તેઓ વરિયાવ બ્રિજ તરફ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ લઘુશંકા માટે રોકાયા હતા. ત્યાર બાદ મયુરને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તેઓ બેહોશ થઇને બડી ગયા હતા. જ્યારે તેઓ હોશમાં આવ્યા તો તેના હાથની ચાર આંગળીઓ ગાયબ હતી. આ જોઇને મયુર ખુબ જ આશ્ચર્યમાં મુકાયો હતો. આખરે તેની સાથે આ કઇ રીતે બન્યું.

સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

ત્યાર બાદ તેણે તુરંત જ આ મામલે દોસ્તને જાણ કરી હતી. દોસ્તો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ડોક્ટરે તેની કપાયેલી આંગળીઓની સારવાર કરી અને ત્યાર બાદ રજા આપી દીધી હતી. જે સમયે મયુરની આંગળીઓ કપાઇ ત્યારે તેને દર્દ પણ નહોતું થયું અને આ સમગ્ર મામલે તેણે પોલીસ ફરિયાદ આપી છે.

આ પણ વાંચો : Gaganyaan mission માટે ISRO એ CE20 નું કર્યું પરીક્ષણ, જાણો શું છે મહત્વ?

પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ કર્યું

હાલ તો પોલીસ ઘટના સ્થળની આસપાસના 400 મીટર વિસ્તારમાં તેની આંગળી શોધી હતી. જો કે પોલીસને લોહીનો એક ડાઘ પણ મળ્યો નહોતો. સાથે જ પોલીસને એવો કોઇ પુરાવો પણ મળ્યો નહોતો જેમાં મયુરની આંગળીઓ કપાયાનો પુરાવો હોય. મયુર તારપરા આ મામલે કંઇ સ્પષ્ટ રીતે બોલવા તૈયાર નથી. તે બસ એક જ વાત કરી રહ્યો છે કે તેની આંગળીઓ ક્યારે અને કેવી રીતે કપાઇ તે અંગે તેને ખબર જ નથી!

પોલીસ માટે ઘટના પડકાર

સુરત પોલીસના એસીપી આર.પી ઝાલાએ આ અંગે જણાવ્યું કે, હાલ મયુર દ્વારા જણાવાયેલી વાતોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કંઇ આગળ કહી શકાય તેમ છે. પોલીસ માટે જાણવું જરૂરી છે કે, આખરે કઇ રીતે મયુરની આંગળી કપાઇ. પોલીસ મયુર દ્વારા જણાવાયેલી જગ્યાએ જીણવટભરી તપુસ કરી રહી છે. જો કે ત્યાંથી કંઇ પણ મળ્યું નથી. મયુરે પોલીસને જણાવ્યું કે તેની કોઇ સાથે દુશ્મની પણ નથી. જ્યારે તેની સાથે આવું થયું ત્યારે તેને જરા પણ દુખાવો નથી થયો કે લોહી પણ નથી વહ્યું.

આ પણ વાંચો : Rajkot માં માતાએ પોતાના સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીધી

Tags :
Advertisement

.

×