Surat: શહેરમાં સફાઈ કામદારે ટાવરના 11માં માળેથી લગાવી મોતની છલાંગ
- સફાઈ કામદારના આપઘાતના CCTV આવ્યા સામે
- ઇન્ફીનિટી ટાવરના 11માં માળેથી લગાવી છલાંગ
- આર્થિક સંકડામણમાં યુવકે આપઘાત કર્યો હોવાનું અનુમાન
Surat: સુરતમાં સફાઈ કામદાર વ્યક્તિએ આપઘાત કર્યો છે. જેમાં ઇન્ફિનિટી ટાવરના 11માં માળેથી છલાંગ લગાવી છે. ત્યારે સફાઈ કામદારના આપઘાતના CCTV સામે આવ્યા છે. જેમાં આર્થિક સંકડામણમાં યુવકે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. 42 વર્ષીય કિશોરભાઈ જેસીંગભાઇ મારુએ આપઘાત કર્યો છે તેમાં CCTVના આધારે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં સફાઈ કામદાર યુવકના આપઘાતથી ચકચાર મચી
શહેરમાં સફાઈ કામદાર યુવકના આપઘાતથી ચકચાર મચી છે. જેમાં આર્થિક સંકળામણમાં યુવકે આપઘાત કર્યા હોવાનું અનુમાન છે. પરિવારમાં દિવ્યાંગ પુત્રની સારવાર માટે રૂપિયાના હોવાથી 42 વર્ષીય કિશોરભાઈ જેસીંગભાઇ મારુએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. પરિવાર સાથે દિવ્યાંગ પુત્રને સારવાર માટે આ મહિને જયપુર લઈ જવાના હતા. મૂળ ભાવનગર સિહોરના વતની કિશોર જેસિંગ મારૂ હાલમાં વેડરોડ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં પત્ની તેમજ દિવ્યાંગ પુત્ર સાથે રહેતા હતા. તે દિલ્હી ગેટ પાસે આવેલ ઇન્ફિનિટી ટાવરમાં આવેલી એક આઇ.ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા.
પત્ની કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં સફાઈ કામ કરતી
તેમની પત્ની કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં સફાઈ કામ કરીને પરીવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. કિશોરભાઇનો પુત્ર દિવ્યાંગ છે. જેથી તેને ઉદયપુર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાનો હતો. પરંતુ તેની પત્નીએ આ મહિનાની પગાર આવે ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જશું તેમ કહ્યું હતું.
કિશોરભાઇનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું
પુત્રના સારવાર માટે રૂપિયા નહિ મળતા આર્થિક સંકડામણને કારણે ઇન્ફિનિટી ટાવરના 11માં માળે લિફ્ટના પેસેજમાંથી તેમણે નીચે પડતું મૂક્યું હતું. જેથી તે ટાવરના બીજા માળે મેનેજમેન્ટની ઓફિસ પર પડ્યા હતા. કિશોરભાઇનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. કિશોરભાઇના નીચે પટકાવાના અવાજને કારણે ટાવરના લોકો સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: Gujarat સરકાર મહિલાઓના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ : CM ભૂપેન્દ્ર પટેલ