ભાણાએ મામાના ઘરે જ પાડ્યું ખાતર, મામાને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દીધા
- મામા બહાર ગયા હોવાની માહિતી હોવાથી ભાણાએ ધાડ પાડી
- જો કે ચોરી જેવું લાગે તે માટે ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો
- સુરત જિલ્લાના કીમમાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતિ સર્જાઇ હતી
સુરત : જિલ્લાની કીમ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રોકડ અને ઘરેણા મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરાઇ છે. પહેલાથી જ શંકાસ્પદ ચોરીની ઘટના પોલીસે ગણતરીના કલાકમાં ચોરીનો પર્દાફાશ કરીને આરોપીઓને જેલ હવાલે કરી દીધો છે.
ઘર કા ભેદી લંકા ઢાયે કહેવત સાચી ઠરી રહી હોય તેવી ઘટના બની છે. સગા ભાણાએ પોતાના જ મામાના ઘરે ચોરી કરી હતી. સુરત જિલ્લાના કીમ ગામ નજીક પૂર્વ વિસ્તારમાં ધર્મ ભક્તિ એપાર્ટમેન્ટમાં 303 ફ્લેટ નંબરમાં ઉજ્જવલ તોમર પોતાના પરિવાર સાથે રહે છે. ગત્ત તારીખ 5 ના રોજ પોતાના વતન કામ માટે ગયા હતા. નજીકમાં જ રહેતા ઉજ્જવલના ભાઇએ ઘરેથી તુટેલી બારી કબાટનો સર સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જણાતા ઘરમાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : Ram Mandir ના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ઘરના માલિકે ઉજ્જવે ચોરી અંગે માહિતી આપી હતી
પહેલા તો ઘર માલિક ઉજ્જવલે ચોરી અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ પોલીસે જાણ કરવામાં આવી હતી. ઘરનું લોકર તોડીને રોકડ રકમ અને ઘરેણા મળીને 5.73 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનું જણાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. કોઇ જાણભેદુએ જ ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં જણાયું હતું. જેના પગલે પાડોશી તેમન ઘરે આવતા જતા સગા સંબંધીઓની હિલચાલ અને ગતિવિધિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. મળતી માહિતી અનુસાર ચોરીના ગુનામાં ફરિયાદીના સગા ભાણેજ અને તેનો સાગરિત પોલીસ સકંજામાં આવી ગયો હતો.
આરોપી ક્રિષ્ના ઉપાધ્યાય તેમનો જ ભાણો
આરોપી ક્રિષ્ના ઉપાધ્યાય મામાએ ત્યાં અવારનવાર ઘરે આવજા કરીને ઘરની પરિસ્થિતિ હતી તે પણ વાકેફ હતો. ક્રિષ્નાએ તેના સાગરીત સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. કબાટનું લોકર તોડીને રોકડ રૂપિયા અને ઘરેણા સહિત વસ્તુઓની ચોરી કરી હતી. સમગ્ર ઘરનો માલ સામાન પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. જેથી આ ચોરી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરી હોવાનું સાબિત થાય.
આ પણ વાંચો : Sanchar Saathi App: ફોન અસલી છે કે નકલી? તમને મિનિટોમાં માહિતી મળી જશે
ચોર ભાણેજ અને તેના સાગરીતને ઝડપી લેવાયો
પોલીસે આરોપી ચોર ભાણેજ અને તેના સાગરીતને ઝડપી લીધો હતો. 3 લાખના મુદ્દામાલને કબ્જે કર્યો હતો. વધારે મુદ્દામાલની રિકવરી અને તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવીને વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બારિક તપાસ ચલાવાઇ રહી છે.
આ પણ વાંચો : Cricket News : યશસ્વી જયસ્વાલ સાથે દાવ થયો, ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરાતા આ ખેલાડીને જેકપોટ લાગ્યો


