Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot થી Surat જતી બસમાં નિર્ભયાકાંડ થતા થતા સહેજમાં રહી ગયો, છેડતીનો વિરોધ કરતા મહિલાને ચાલુ બસે નીચે ફેંકી દીધી!

Rajkot: ગુજરાતમાં ફરી એકવાર મહિલા સુરક્ષા સામે સવાલ ઉભા કરતી ઘટના સામે આવી છે. રાજકોટ (Rajkot) થી સુરત (Surat) જતી જઈ રહેલી એક ખાનગી સ્લીપર કોચ બસમાં પરપ્રાંતીય પરિણીતાની છેડતી કરી, તેને ચાલુ બસે નીચે ફેંકી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે.
rajkot થી surat જતી બસમાં નિર્ભયાકાંડ થતા થતા સહેજમાં રહી ગયો  છેડતીનો વિરોધ કરતા મહિલાને ચાલુ બસે નીચે ફેંકી દીધી
Advertisement
  • રાજકોટ (Rajkot) થી સુરત (Surat) બસમાં  નિર્ભયકાંડ થતા થતા સહેજમાં રહી ગયો
  • બસમાં મહિલા પાસે બીભત્સ માંગણીઓ કરી છેડતી
  • મહિલાએ પડકાર ફેંકતા ચાલુ બસમાંથી નીચે ધા કરી
  • મહિલા લીમડી પાસે રોડ સાઇડ માં ઇજાગ્રસ્ત હાલતમાં મળી

Rajkot: ગુજરાતમાં ફરી એકવાર મહિલા સુરક્ષા સામે સવાલ ઉભા કરતી ઘટના સામે આવી છે. રાજકોટ (Rajkot) થી સુરત (Surat) જતી જઈ રહેલી એક ખાનગી સ્લીપર કોચ બસમાં પરપ્રાંતીય પરિણીતાની છેડતી કરી, તેને ચાલુ બસે નીચે ફેંકી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. દિલ્હીના નિર્ભયાકાંડ (Nirbhaya case) ની યાદ અપાવતી આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Rajkot to Surat bus- woman harassment- Gujarat first 2

Advertisement

રાજકોટ (Rajkot) થી સુરત (Surat) જતી બસમાં દિલ્હી જેવો નિર્ભયકાંડ થતા થતા સહેજમાં રહી ગયો

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ રાજકોટમાં રહેતા આ પરિવારની મહિલા તેના નણંદના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થવા માટે સુરત જઈ રહી હતી. તેના પતિએ તેને ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસાડી હતી. બસ ઉપડ્યા બાદ ચોટીલા પાસે એક અજાણ્યો શખ્સ તેની સીટ પાસે આવીને બેસી ગયો હતો અને છેડતી કરવા લાગ્યો હતો. મહિલાએ વિરોધ કરતા બસનો ક્લીનર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંનેએ મળીને બીભત્સ માંગણીઓ કરી શારીરિક છેડતી શરૂ કરી હતી.

Advertisement

Rajkot to Surat bus- woman harassment- Gujarat first 2

નરાધમે મહિલાને ચાલુ બસે નીચે ફેંકી દીધી

પોતાની સુરક્ષા કાજે મહિલા ડ્રાઈવરની કેબિન પાસે જઈને બેસી ગઈ હતી, પરંતુ આ શખ્સોએ ત્યાં પણ તેનો પીછો ન છોડ્યો. હાઈવે પર બસ પૂરઝડપે દોડી રહી હતી ત્યારે આ નરાધમે મહિલાને ચાલુ બસે નીચે ફેંકી દીધી હતી. લીમડી હાઈવે પર મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે લીમડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બસના સ્ટાફ તેમજ આરોપીઓની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Surat માં હચમચાવનારી ઘટના,વેસુમાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3નાં મોત

Tags :
Advertisement

.

×