Surat: જિલ્લામાં દિલના ધબકારા બંધ થઈ જવાનો સિલસિલો યથાવત
- વાવ ગામે SRP ગ્રુપ 11ના પોલીસ ગ્રાઉન્ડમાં યુવકને આવ્યો હાર્ટ એટેક
- શારીરિક કસોટી આપવા આવેલ ઉમેદવાર અચાનક ઢળી પડ્યો
- હાજર મેડિકલ ટીમે યુવકને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો
Gujarat રાજ્યમાં હાર્ટ એટેકની અનેક ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે તેમાં ખાસ કરીને સુરત જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. જેમાં ખાસ કરીને યુવાનો, બાળકોના મૃત્યુના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કામરેજના વાવ ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એસઆરપી ગ્રુપ11 ના પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા માટે આવેલા ઉમેદવારનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. 36 વર્ષે સંજય ગામિત તાપી જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે.
દેશ અને રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે
દેશ અને રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે. હાર્ટ એટેકના કારણે ખાસ કરીને યુવાનો અને બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. સુરત જિલ્લામાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં મુખ્યત્વે યુવાનો અને બાળકોના મોતની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ પહેલા જ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 9 વર્ષે બાળકીનું જમતા જમતા મોત નીપજ્યું હતું. હાલ રાજયમાં પોલીસ ભરતી માટે ઉમેદવારની શારીરિક કસોટી લેવાઇ રહી છે. ત્યારે ઉમેદવાર ગ્રાઉન્ડ પાસ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. જેમાં એક હાર્ટ અટેકની દુઃખદ ઘટના બનવા પામી છે. ઘટના કામરેજના વાવ ખાતે બનવા પામી છે.
વાવ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી લેવાઇ
વાવ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે અને જેમાં પોલીસ ભરતી માટે ઉમેદવારો દૂર દૂર વિસ્તારથી આવી રહ્યા છે. જેમાં એસઆરપી 11 ગ્રુપના પોલીસ ભરતી માટે આવેલા ઉમેદવારનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. ઉમેદવારની પ્રથમ બેચમાં સંજય ગામીત પણ સામેલ હતા તથા દોડની કસોટી આપી રહ્યા હતા. જેમાં શારીરિક કસોટી દરમિયાન સંજય ગામીત 12 માં રાઉન્ડના અંતે જમીન પર પડ્યા હતા. જમીન પર પડતાની સાથે ગ્રાઉન્ડ પર હાજર મેડિકલની ટીમે યુવાનને સીપીઆર તેમજ ઓક્સિજન મેડિસિન ટ્રીટમેન્ટ આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જોકે ટ્રીટમેન્ટ બાદ પણ ઉમેદવાર બચી ન શક્યો હતો અને યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો આક્ષેપ BJPના ધારાસભ્યએ કરતા રાજકીય માહોલ ગરમાયો


