Suratમાં આધારકાર્ડ અપડેટનું મૌટુ કૌભાંડ, ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરાયો
- ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ અપડેટનું કૌભાંડ
- સુરતના કાપોદ્રા પોલીસે આધાર કાર્ડ અપડેટ કરવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ
- આરોપીએ ઓરિસ્સાથી બનાવ્યા હતા ધારાસભ્યના બોગસ સ્ટેમ્પ અને સિગ્નેચર
Surat: કાપોદ્રા પોલીસે Aadhaar card update કરવાનું એક મોટું કૌભાંડ ઝડપી લીધું છે. જેમાં વરાછાના ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ થયો હતો. પોલીસે આ કૌભાંડ સંદર્ભે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. આ સમગ્ર માહિતી ડીસીપી આલોક કુમારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી છે.
ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ
વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ અપડેટ કરવાનું આખુ રેકેટ ચલાવવામાં આવતું હતું. જેનો પર્દાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે છાપો મારી દીપક પટનાયક નામના ઈસમની ધરપકડ કરી છે. આરોપી દીપક એમ.બી.એ. સ્ટુડન્ટ છે. નવા પાનકાર્ડ બનાવવા માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો. આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ 200 રૂપિયા વસૂલતો હતો. આધાર કાર્ડ અને પાન કાર્ડ બાબતે કરવામાં આવેલું આ સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.
-સુરતમાં આધાર-પાનકાર્ડ અપડેટ કરવાના કૌભાંડનો પર્દાફાશ
-ધારાસભ્ય કુમાર કાનાણીના નામના બોગસ સહી-સિક્કાથી કૌભાંડ
-દીપક પટનાયક ત્રણ મહિનાથી આધાર-પાનકાર્ડ ચલાવતો હતો કૌભાંડ
-પોલીસની ટીમને હું અભિનંદન આપું છું:કુમાર કાનાણી
-બોગસ સહી-સિક્કા અંગે પણ તલસ્પર્શી તપાસ થવી જોઈએ:કુમાર કાનાણી… pic.twitter.com/Y6vdZAvIgm— Gujarat First (@GujaratFirst) April 2, 2025
આ પણ વાંચોઃ Gujarat : ગુજરાત સરકારનો ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય
ઓરિસ્સાથી બનાવ્યો હતો બોગસ સિક્કો
કાપોદ્રા પોલીસે ધરપકડ કરેલ દીપક પટનાયક મૂળ ઓરિસ્સાનો વતની છે. તેણે ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કા ઓરિસ્સા ખાતેથી બનાવ્યા હતા. જેમાં MLAના સિક્કામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. MLA ગુજરાતના બદલે MLA સુરતનો સિક્કો બનાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે મોનિટર, સીપીયુ, પ્રિન્ટર મશીન, થંબ પ્રિન્ટ ડિવાઇસ, MLAનો બોગસ સિક્કો, બોગસ સિક્કા મારેલ 10 ફોર્મ આ ઉપરાંત ફોર્મ નંબર 49 A લખેલ અલગ અલગ દસ્તાવેજ અને મોબાઈલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચોઃ Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડમાં 21નાં મોત, એમ્બ્યુલન્સમાં મૃતદેહો મુકવાની કામગીરી શરુ