Surat : ગણતરીના કલાકોમાં ઉકેલાયો જલગાંવ મિસિંગ વિથ મર્ડર કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ
- Surat:ગણતરીના કલાકોમાં ઉકેલાયો જલગાંવ મિસિંગ વિથ મર્ડર કેસ
- સુરત ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ
- પોલીસે પુણા પાટિયા ખાતેથી લકઝરી બસમાંથી ઝડપી પાડ્યા આરોપી
- સહકર્મીઓએ જ કરી હતી યુવકની હત્યા
Surat : મહારાષ્ટ્રના જલગાંવ ખાતે મિસિંગ વિથ મર્ડર કેસમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. જલગાંવ ખાતે મિસિંગ વિથ મર્ડર કેસમાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હત્યા કર્યા બાદ આરોપીઓ સુરત આવી છુપાયેલા હોવાનું સામે આવતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધરતા 2 આરોપીની ધરપકડ કરી છે.
જલગાંવ મિસિંગ વિથ મર્ડર કેસના આરોપી સકંજામાં
સમગ્ર ઘટનાની જાણ થતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભૂષણ બાડુ પાટીલ અને દિનેશ આનંદ ચૌધરી નામના આરોપીઓની ધરપકડ કરી હતી. જલગાંવ MIDC પો.સ્ટે.માં 16 ડિસેમ્બરે નિલેશ રાજેન્દ્ર કાસાર મિસિંગની ફરિયાદ નોંધાયી હતી. જે બાદ તપાસ કરતા હાલ ઝડપાયેલા આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું. જે બાદ બંન્નેએ જૂની અદાવતમાં હત્યા કરી ફરાર થયા હતા. જે બાદ સુરત આવી છુપાયેલા હોવાની માહિતી અળતા ક્રાઈમ બ્રાન્ચો સંપર્ક કરવામાં આવ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી(Surat)
જલગાંવ MIDC પોલીસ દ્વારા 2 આરોપીના ફોટા સુરત ક્રાઈમ બ્રાન્ચને(Surat) મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી ખાનગી અને સરકારી બસોમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં તેમને પુણા પાટિયા ખાતે લકઝરી બસમાંથી આરોપીને ઝડપી પાડ્યાં હતા. પુછપરછમાં મૃતક અને આરોપીઓ જોડે ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા હોવાનો ખુલાસો થયો છે. મૃતક આરોપીઓના ક્લાઈન્ટ લઈ ટાર્ગેટ પુરો કરતો હોવાથી માથાકૂટ ચાલતી હતી. જેથી હત્યા કરવાના ઈરાદે બંને આરોપીએ 15 ડિસેમ્બરે મૃતકનુ અપહરણ કર્યું હતું.
ગળું દબાવી યુવકની કરી હત્યા(Surat)
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓએ મૃતકને જલગાંવ નજીક લઈ જઈ દોરી વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ મૃતદેહને ગુણીમાં ભરી મોટર સાયકલ પર લઈ જઈ સિરસોલીના જંગલમાં લઈ ગયા હતા. જ્યાં નદીના તટ પાસે મૃતદેહનો નિકાલ કર્યો હોવાનું જણાવ્યું છે. જો કે હવે સુરત પોલીસે સમગ્ર કેસની તપાસ જલગાંવ પોલીસને સોંપી છે.
આ પણ વાંચો- Rajkot : સ્કૂલ બેગ અને ગરમ ધાબળાની દુકાનમાં ભીષણ આગ


