Surat: શહેરમાં જાણો કેવા પ્રકારના મોડીફાય વાહન સામે થશે કાર્યવાહી
- Surat: કતારગામ ખાતે મળી મહત્વની બેઠક
- મોટી સંખ્યામાં ડીલર્સ, વિક્રેતા અને ગેરેજ માલિકો રહ્યા હાજર
- તમામ લોકોને ટ્રાફિક પોલીસે લેવડાવી પ્રતિજ્ઞા
Surat: સુરતમાં કાર તથા બાઇકમાં મોડીફાય હોર્ન, લાઈટ અને સાયલેન્સર લગાડનાર વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસે ઓટો મોબાઇલ્સ, ડિલર્સ, વિક્રેતાઓ અને ગેરેજ માલિકોને ચીમકી આપી છે. તેમજ કતારગામ ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ડીલર્સ,વિક્રેતા અને ગેરેજ માલિકો હાજર રહ્યા હતા. તેમજ તમામ લોકોને ટ્રાફિક પોલીસે પ્રતિજ્ઞા લેવડાવી હતી. તથા કાયદાનું ચુસ્ત પાલન કરવાની ખાતરી આપી હતી.
Surat: મોડીફાય હોર્ન, લાઈટ અને સાયલેન્સર લગાડનારા પણ ભેરવાશે
વાહન ચાલકોની સાથે સાથે જ્યાંથી મોડીફાય હોર્ન, લાઈટ અને સાયલેન્સર લગાડનારા પણ ભેરવાશે. હાલ પોલીસ માત્ર લોકોને સમજણ આપશે જે બાદ સ્પેશિયલ ડ્રાઈવ યોજી કડક કાર્યવાહી કરશે. જેમાં મોડીફાય લાઈટના કારણે વાહન ચાલકોની આંખો અંજાઈ જતા અકસ્માતની ભીતિ છે. તથા બિનજરૂરી હોર્ન વગાડવાના કારણે બાળકો અને વૃદ્ધોના મગજ પર માનસિક અસર થાય છે. જે બાબતે ધ્યાને લઈ પોલીસ કાર્યવાહી કરશે તેમ પન્ના મોમાયા (ડિસીપી) સુરત પોલીસે જણાવ્યું છે.
મોડીફાય સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ કડક ઝુંબેશ
તાજેતરમાં પોરબંદર શહેરમાં શાંતિ ભંગ કરતા અને કર્કશ અવાજ કરતા મોડીફાય સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં 48 કલાકમાં ટ્રાફિક પોલીસે કુલ 75 બુલેટ બાઈક ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
માત્ર બે દિવસમાં જ 75 વાહનો સામે કડક પગલાં લેવાયા
જિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 37 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજો દિવસે 38 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે. આમાં માત્ર બે દિવસમાં જ 75 વાહનો સામે કડક પગલાં લેવાયા હતા.
આ પણ વાંચો: Gujarat: TAT-S અને TAT-HS પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય


