Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત બાદ હવે Morbi માંથી Bogus Doctors ઝડપાયા, એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન જપ્ત

રાજ્યમાં જાણે નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે.
સુરત બાદ હવે morbi માંથી bogus doctors ઝડપાયા  એલોપેથીક દવાઓ  બાટલા  ઇન્જેક્શન જપ્ત
Advertisement
  1. Morbi માંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા
  2. મહાવીરનગર અને ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ડોક્ટરની ધરપકડ
  3. એલોપેથીક દવોઓ, બાટલા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરત બાદ હવે મોરબીમાંથી (Morbi) 2 બોગસ ડોક્ટર ઝડપાયાં છે. મહાવીરનગર અને માળિયા હાઇવે રોડ પર આવેલા લક્ષ્મીનગરમાંથી નકલી ડોક્ટર્સની ધરપકડ કરવામાં આવી છે. મહાવીરનગરમાંથી એ ડિવિઝન પોલીસે (A Division Police) બોગસ ડોક્ટરની ધરપકડ કરી એલોપેથીક દવાઓ સહિત રૂ. 18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Bharuch : ગુજરાતને કલંકિત કરતી ઝઘડિયા દુષ્કર્મ ઘટના અંગે પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું ?

Advertisement

સુરત બાદ હવે મોરબીમાંથી નકલી ડોક્ટર ઝડપાયાં

રાજ્યમાં જાણે નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, સુરત બાદ હવે મોરબીમાંથી બે નકલી ડોક્ટર ઝડપાયા છે. માહિતી અનુસાર, એ ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે મહાવીરનગરમાં કાર્યવાહી કરી ડિગ્રી વગરનાં બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસ તપાસ અનુસાર, અશ્વિન વેલજીભાઈ નકુમ નામનો આ બોગસ ડોક્ટર પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં પોતાનાં ઘરમાં જ દવાખાનું ચલાવતો હતો. એ ડિવિઝન પોલીસે બોગસ ડોક્ટરનાં (Bogus Doctors) દવાખાનામાં તપાસ હાથ ધરી એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન સહિત કુલ રૂ. 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે (Morbi Police) બોગસ ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી Tathya Patel ને HC થી મોટો ઝટકો!

અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિકમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર

ઉપરાંત, મોરબી ગ્રામ્ય વિસ્તાર એવા માળિયા હાઇવે રોડ (Maliya Highway Road) પર આવેલા લક્ષ્મીનગરમાં અક્ષર પ્લાઝામાં ચાલતા શ્રીરામ ક્લિનિકમાંથી બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે હિતેશ કાનજીભાઈ કારાવડિયા નામનો શખ્સ ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતો હતો અને દર્દીઓને એલોપેથીક દવાઓ આપીને સારવાર કરતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, અગાઉ સુરતનાં (Surat) પાંડેસરા, કાપોદ્રા, વરાછા અને કામરેજનાં પરબ ગામ ખાતેથી બોગસ ડોક્ટર્સની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad Metro ટ્રેનનાં મુસાફરો માટે આવ્યા ખુશીનાં સમાચાર, આ સમસ્યાનો આખરે આવ્યો અંત!

Tags :
Advertisement

.

×