Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી

Scam in the lure of investment: ઔદ્યોગિક નગરી વાપીમાં શ્રી સરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં તાળા લાગ્યા છે. જેમાં લાખોનું ઉઘરાણું કરી સંચાલકો ફરાર થયા છે
gujaratમાં bz ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક scam સામે આવતા ચકચાર મચી
Advertisement
  • રાજ્યમાં રોકાણ સામે ઊંચુ રિટર્ન આપવાની લાલચ આપી કરોડો સલવાયા
  • વાપીમાં શ્રી સરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં તાળા લાગ્યા
  • રોકાણકારોને અનેકગણું વળતર આપવાની લાલચ આપી Scam આચર્યું

ગુજરાતમાં ફુલેકુ ફેરવવાની સિઝન આવી હોય તેમ એક પછી એક કૌભાંડ (Scam) સામે આવી રહ્યાં છે. જેમાં વધુ વ્યાજની લાલચમાં લોકો ફસાઇ રહ્યાં છે. તાજેતરમાં જ BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા 6000 કરોડનું કૌભાંડ કરતા તેના પર કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ તો તપાસ ચાલી રહી છે ત્યારે વલસાડમાં અનેકગણું વળતર આપવાની લાલચ આપી ફુલેકું ફેરવવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

વાપીમાં શ્રી સરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં તાળા લાગ્યા

ઔદ્યોગિક નગરી વાપીમાં શ્રી સરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં તાળા લાગ્યા છે. જેમાં લાખોનું ઉઘરાણું કરી સંચાલકો ફરાર થયા છે. તેમાં છેલ્લા 10 વર્ષથી બેંકની જેમ ઓફિસ ચાલતી હતી. તેથી વાપીના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા જમા હતા. ત્યારે ઓફિસે તાળા લાગતા રોકાણકારો એકઠા થયા હતા. જેમાં રોકાણકારોની સાથે એજન્ટોના પણ કરોડો રૂપિયા સલવાયા છે. ત્યારે ઠગાયેલ રોકાણકારોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથધરી છે. તથા રોકાણકારોમાં મોટે ભાગે કંપનીઓમાં કામ કરતા કામદારો હતા. ઉલ્લેખનીય છે કે પરસેવાની કમાણી સલવાતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં કૌભાંડ (Scam)નો આંકડો કરોડોમાં જવાની શકયતા છે.

Advertisement

જાણો BZ Financial Services તથા BZ Groupની કંપનીએ કેવી રીતે કૌભાંડ કર્યું

ગુજરાતમાં રોકાણ સામે મોટુ રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું કૌભાંડ  (Scam)કરનારા બીજેડ ગ્રુપ પર સીઆઇડી ક્રાઈમે ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા પાડ્યા હતા. BZ Financial Services તથા BZ Group ની અલગ અલગ કંપનીઓ સીઇઓ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા, રહેવાસી- ઝાલાનગર વાગડી, સાબરકાંઠાએ તેના મળતીયાઓ સાથે ભેગા મળીને રાજયના રોકાણકારો સાથે છેતરપીંડી અને ઠગાઇ કરવાના ઇરાદે એક સુવ્યવસ્થિત કૌભાંડ આચરી ગુજરાત તથા રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં ઓફિસ/બ્રાન્ચો ખોલી રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપી રોકાણકારોને પ્રલોભન આપી બીજેડ ગ્રુપની અલગ અલગ શાખાઓ મારફતે આશરે રૂપિયા 6000 કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવી લીધા હતા.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: ‘સિંઘમ’ પર ભારે પડ્યા લુખ્ખા, લાચાર પોલીસને ભાગવું પડ્યું!

સીઆઇડી ક્રાઇમને એક અરજી મળી અને કૌભાંડનો પર્દાફાશ થયો

ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમને એક અરજી મળી હતી. જેમાં જણાવ્યું હતું કે સાબરકાંઠામાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના મળતીયાઓ સાથે ભેગા મળીને BZ Financial Services તથા BZ Groupની અલગ અલગ કંપનીઓ ખોલી પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેની ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલવામાં આવી હતી. જેના દ્વારા બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ કરતા વધુ ઉંચા વળતરની જાહેરાત આપીને લોકો પાસેથી 6 હજાર કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી છે. બીજેડ ગ્રુપ સાથે સંકળાયેલ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઇડી ક્રાઈમને એક નનામી અરજી મળી હતી, જેના આધારે બીજેડ ગ્રુપની આ બ્રાન્ચ/ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગામની 100 મહિલાઓને મહિલા દિઠ 72 હજારનું રોકાણ કરાવ્યું

બનાસકાંઠાની પ્રસિદ્ધિ નિર્માણના કૌભાંડ (Scam)ની પણ તપાસ થઇ રહી છે. જેમાં ધ્રાંગધ્રાના એક ગામની 100 મહિલાઓને મહિલા દિઠ 72 હજારનું રોકાણ કરાવ્યું, 98 હજાર આપવાનું કહી મુદ્દત વીતી છતાં મૂળ રકમ પણ ન આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલા અજેન્ટ મારફતે લોભામણી સ્કીમ આપી અંદાજે એક કરોડનું કૌભાંડ  આચર્યું હોવાનું સામે આવ્યું હતુ. જેમાં પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જયારે રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ પ્રસિદ્ધિ નિર્માણ કૌભાંડ અને હવે આ વાપીમાં શ્રી સરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: ગુજરાતનાં આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમ! PMJAY માં વધુ એક સૌથી મોટું કૌભાંડ આવ્યું સામે

Tags :
Advertisement

.

×