Surat: અગ્રવાલ શાળાના સ્કૂલવાનચાલકની ગંભીર બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થિની, સામે આવ્યાં CCTV
- મીડિયાના માધ્યમથી ઘટનાની જાણકારી મળી: DEO
- "તાત્કાલિક ટીમો મોકલી તપાસ કરાવવામાં આવી રહી છે"
- વાનચાલકની બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થિની
Surat: સુરતના ગોડદોડ રોડ વિસ્તારમાં બનેલી ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે, અહી સ્કૂલવાનના ચલાકની ગંભીર બેદરકારીના પરિણામે એક બાળકીને ઈજા પહોંચી હોવાના સીસીટીવી વીડિયો સામે આવ્યાં છે. વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, સ્કૂલવાનમાંથી ઉતરતી બાળકીને વાનચાલકે ધસડી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બાળકીને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. અગ્રવાલ શાળાના સ્કૂલવાનચાલકની બેદરકારીના કારણે બાળકીને ગંભીર ઇજાઓ થઈ છે.
આ પણ વાંચો: Rajkot: રૂપિયા માટે સાયબર ઠગોનો નવો કિમીયો, ઓનલાઈન કંકોત્રી આવે તો...
સમગ્ર ઘટનાના હચમચાવતા CCTV દ્રશ્યો આવ્યા સામે
નોંધનીય છે કે, ઘટના બનતાની સાથે બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય સ્કૂલવાન ચાલકોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક બાળકીને ઊંચકીને નજીકની સારવાર માટે લઈ ગયાં. આ અત્યંત હચમચાવનારા દ્રશ્યો CCTV કેમેરાની સામગ્રીમાં કેદ થઈ ગયા હતાં. ઘટના સ્થળ પર હાજર લોકો સ્કૂલવાન ચાલકને ઘણું સંભળાવી પણ દીધું હતું જો કે, સામે વાનચાલકે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર
પ્રાથમિક દ્રષ્ટિએ વાનચાલકની બેદરકારી માટે જવાબદાર
આ સમગ્ર મામલે સુરત (Surat) જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે મિડિયા દ્વારા આ ઘટનાની જાણકારી મળતાં તપાસ શરૂ કરવાના આદેશ આપી દીધા છે. DEOએ જણાવ્યું કે, ‘આ ઘટના અંગે તાત્કાલિક ટીમો મોકલવામાં આવી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ વાનચાલકની બેદરકારી માટે જવાબદાર ગણવામાં આવી રહી છે. તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે’.