Alpesh Kathiria : અલ્પેશ કથીરિયાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત, કરી આ રજૂઆત
- Alpesh Kathiria એ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને કરી રજૂઆત
- ગોંડલની મુલાકાત દરમિયાન સમર્થકો સાથે બબાલ અંગે રજૂઆત કરી
- પોલીસ ખોટી રીતે ટોર્ચરિંગ કરી રહી છે: અલ્પેશ કથીરિયા
- હવે પોલીસને પણ અમે મજબૂતાઇથી જવાબ આપીશું: અલ્પેશ કથીરિયા
પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sandhvi) સાથે મુલાકાત કરી હતી. ગોંડલની (Gondal) મુલાકાત દરમિયાન સમર્થકો સાથે બબાલ અને તેમની વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહી અંગે રજૂઆત કરી હોવાની માહિતી છે. સમગ્ર ઘટના અંગે અલ્પેશ કથિરીયાએ માહિતી આપી હતી.
આ પણ વાંચો - Surat : ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો સણસણતો જવાબ! કહ્યું- સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે..!
Gondal : “પોલીસ ખોટી રીતે ટોર્ચર કરી રહી છે” | Gujarat First
-અલ્પેશ કથિરીયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને કરી રજૂઆત
-ગોંડલની મુલાકાત દરમિયાન સમર્થકો સાથે બબાલને લઇ રજૂઆત
-ગોંડલ પોલીસે સમર્થકો સામે કરેલી કાર્યવાહીને લઇ કરી રજૂઆત
-સમગ્ર ઘટના અંગે અલ્પેશ કથિરીયાએ આપી માહિતી… pic.twitter.com/54SUZFWiyJ— Gujarat First (@GujaratFirst) May 22, 2025
પોલીસ ખોટી રીતે ટોર્ચરિંગ કરી રહી છે: અલ્પેશ કથીરિયા
આજે અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે ગોંડલની મુલાકાત સમયે સમર્થકો પર થયેલા હુમલા અને સમર્થકો સામે થયેલી ગોંડલ પોલીસની કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. આ અંગે અલ્પેશ કથિરીયાએ આરોપ સાથે માહિતી આપતા કહ્યું કે, ગોંડલમાં છેલ્લા 4 દિવસથી અનેક ગુના નોંધાઇ રહ્યા છે. જે સંડોવાયેલા છે તેમની ધરપકડથી અમને વાંધો નથી. પરંતુ, જે લોકો આમાં સંડોવાયેલા નથી માત્રને માત્ર અમારા સમર્થક હોવાથી પોલીસ ખોટી રીતે ટોર્ચરિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે, પોલીસ ભાગીદારોને પણ નોટિસ આપી રહી છે.
આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વિવાદ મામલે બંને પક્ષ સામે ફરિયાદ
જયરાજસિંહનાં બંગ્લામાંથી સૂચના મળે તે રીતે કામ કરે છે : અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, આ બાબતે ગૃહ રાજ્યમંત્રીને (Harsh Sandhvi) રૂબરૂ મળીને રજૂઆત કરી છે. અમે પોલીસને અંતિમ ચેતવણી આપી રહ્યા છીએ. અમારા માણસોને ખોટી રીતે હેરાન કરવાના બંધ કરી દો. હવે, પોલીસને પણ અમે મજબૂતાઇથી જવાબ આપીશું. અલ્પેશ કથીરિયાએ ગંભીર આક્ષેપ લગાવી કહ્યું કે, જયરાજસિંહનાં બંગ્લામાંથી સૂચના મળે તે રીતે કામ કરે છે. જયરાજસિંહના (Jayaraj Singh Jadeja) ઇશારે ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અંદાજે એક મહિના પહેલા રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) તેમનાં સમર્થકો સાથે પહોંચ્યા હતા. દરમિયાન તેમનાં સમર્થકો અને ગણેશ ગોંડલ (Ganesh Gondal) નાં સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આરોપ છે કે ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયાનો વિરોધ કરી ગાડીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલીક ગાડીઓને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Banas Dairy : પશુપાલકો આનંદો..! આવ્યા ખુશીનાં મોટા સમાચાર