Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો સણસણતો જવાબ! કહ્યું- સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે..!

કલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે ? એ પુરાવા સાથે લાવીશું.
surat   ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો સણસણતો જવાબ  કહ્યું  સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે
Advertisement
  1. ગોંડલ પાટીદાર વિવાદમાં ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો જવાબ (Surat)
  2. "ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે તે પુરાવા સાથે લાવીશું"
  3. "કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું"
  4. સુરતમાં સ્નેહમિલનમાં અલ્પેશ કથીરિયાએ આપ્યો જવાબ

Surat : ગણેશ ગોંડલ (Ganesh Gondal) અને અલ્પેશ કથીરિયાનો (Alpesh Kathiria) વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલની (Gondal) ચર્ચા કરી અને કહ્યું કે, સૌરાષ્ટ્રમાં એક કહેવત છે માની ગાળ કોઈ ના ખાય, ગોળી ખાય લે... હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું.

આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વિવાદ મામલે બંને પક્ષ સામે ફરિયાદ

Advertisement

સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈ ના ખાય, ગોળી ખાય લે... : અલ્પેશ કથીરિયા

સુરતનાં (Gondal) મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથીરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલ્પેશ કથીરિયાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન, કલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે ? એ પુરાવા સાથે લાવીશું. ગોંડલનાં ગણેશ જાડેજા (Ganesh Jadeja) દ્વારા જે પ્રકારે અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, તેનો જવાબ જાહેર મંચથી પર ફરી અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) આપ્યો અને કહ્યું કે, સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈ ના ખાય, ગોળી ખાય લે... હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે.

Advertisement

આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડનો મામલો, 20 સામે નોંઘાયો ગુનો

ગોંડલમાં અલ્પેશ કથીરિયા પર ગણેશ ગોંડલનાં સમર્થકોએ હુમલો કર્યાનો આરોપ

આ સાથે અલ્પેશ કથીરિયાએ જાહેર મંચ પરથી કેટલાક મહત્ત્વનાં મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે પણ વાત કરી હતી. જણાવી દઈએ કે, ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) દ્વારા પડકાર ફેંક્યા બાદ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જિગીષા પટેલ (Jigisha Patel) અને ધાર્મિક માલવીયા સમર્થકો સાથે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ગાડીઓ પર હુમલો કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે હવે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયા ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી આડકતરી રીતે ગણેશ ગોંડલ પર પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયા-જિગીષા પટેલની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.

×