ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ! સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
Amit Shah Surat visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાતમાં આગમન હંમેશા રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જગાવે છે. શનિવારે સાંજે તેઓ સુરત એરપોર્ટ પર ઉતર્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
Advertisement
- સુરત એરપોર્ટ પર અમિતભાઈ શાહનું કરાયું સ્વાગત
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કર્યુ સ્વાગત
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો રહ્યા હાજર
- એરપોર્ટથી સીધા સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા
- સી.આર. પાટીલ અને ધારાસભ્યો સાથે ભોજન લીધું
- સુરતના કોર્પોરેટરો સાથે શુભેચ્છા મુલાકાત કરી
- શુભેચ્છા મુલાકાત બાદ અમિતભાઈ સર્કિટ હાઉસ પહોંચ્યા
- કેન્દ્રીય ગૃહમંત્રીનું સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ
- આવતીકાલે સવારે કોસમાડા ગામ જવા રવાના થશે
- જ્યાં વરાછાના ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કરશે
Amit Shah Surat visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાતમાં આગમન હંમેશા રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જગાવે છે. શનિવારે સાંજે તેઓ સુરત એરપોર્ટ પર ઉતર્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત સમારોહમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પોતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના અનેક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉચ્ચસ્તરીય નેતાઓની હાજરી જ દર્શાવે છે કે આ મુલાકાત માત્ર એક સામાન્ય કાર્યક્રમ નથી, પરંતુ તેનું રાજકીય મહત્વ પણ ઘણું છે.

