Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : લેટરકાંડમાં પાટીદાર યુવતીને બચાવવા કવાયત! અલ્પેશ કથીરિયા અને અમિત ચાવડાએ કહી આ વાત

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કોઈપણ પાર્ટીનાં લોકો સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાઈ શકે છે.
amreli   લેટરકાંડમાં પાટીદાર યુવતીને બચાવવા કવાયત  અલ્પેશ કથીરિયા અને અમિત ચાવડાએ કહી આ વાત
Advertisement
  1. Amreli લેટરકાંડમાં દીકરીને બચાવવા પાટીદાર સમાજની કવાયત
  2. પાટીદાર સમાજની દીકરી અને સમાજ માટે બહાર આવો : અલ્પેશ કથીરિયા
  3. દીકરીનો વરઘોડો કાઢવાથી દીકરીનું અપમાન થયું : અમિત ચાવડા

અમરેલી લેટરકાંડમાં (Amreli) પાટીદાર સમાજની યુવતી પર પોલીસ કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં એક પછી એક નેતાઓ યુવતીનાં સમર્થનમાં આવી સમાજની દીકરીને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે. PAAS નેતા અને સુરત પાટીદાર સમાજ (Surat Patidara Samaj) અગ્રણી અલ્પેશ કથીરિયા અને કોંગ્રેસ (Congress) નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો - Amreli: પાટીદારી દીકરીના સમર્થનમાં સોશિયલ મીડિયા વોર! પિતાનું પણ નિવેદન સામે આવ્યું

Advertisement

પાટીદાર સમાજની દીકરી અને સમાજ માટે બહાર આવો : અલ્પેશ કથીરિયા

અમરેલી (Amreli) લેટરકાંડમાં પાટીદાર યુવતીનાં સરઘસ મુદ્દે અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiriya) હુંકાર ભર્યો છે. સાથે જ તેમણે પાટીદાર સમાજનાં લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાનાં સમાજ માટે બહાર આવે તેવી અપીલ કરી છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કોઈપણ પાર્ટીનાં લોકો સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાઈ શકે છે. દીકરીને ન્યાય અપાવવા, આજે આપણી પાસે મિટિંગ કરવા માટે એક જગ્યા પણ નથી. ફાર્મવાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવી જાય છે. જે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ માટે નથી આપવામાં આવતો તે ફાર્મ કોઈ પણ પટેલે હવે ભાડે રાખવું નહીં.

Advertisement

આ પણ વાંચો - Rajkot : વેરો બાકી હોય તો RMC ખાનગી મિલકતો સીલ કરે, સરકારી કચેરીઓનાં કરોડો બાકી છતાં કાર્યવાહી નહીં!

BZ ગ્રૂપ અને ખ્યાતિકાંડનાં આરોપીઓનાં વરઘોડા કેમ નથી કાઢતા ? અમિત ચાવડા

બીજી તરફ પાટીદાર યુવતીનાં સરઘસ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપનો (BJP) આંતરિક કલહને કારણે બધું બહાર આવી રહ્યું છે. એક દીકરીએ માત્ર પત્ર ટાઈપ કરવાનું કામ કર્યું અને તે દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવી. તેમણે આગળ કહ્યું કે, દીકરીનો વરઘોડો કાઢવાથી દીકરીનું અપમાન થયું છે. BZ ગ્રૂપ અને ખ્યાતિકાંડનાં આરોપીઓનાં વરઘોડા કેમ નથી કાઢતા ? પોતાના રાજકીય એજન્ડાને પાર પાડવા આ કૃત્ય કર્યું છે. આ સાથે ગુજરાતની મહિલાઓની માફી માગવાની કોંગ્રેસે માગ કરી છે. દીકરીનો વરઘોડા કાઢનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ માગ કરાઈ છે.

આ પણ વાંચો - Rajkot : Waqf Board નાં નામે દુકાનો ખાલી કરાવવા મામલે BJP કાર્યકર સહિત 9 ની ધરપકડ

Tags :
Advertisement

.

×