ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં શાળાના આચાર્ય દ્વારા બાળકને નગ્ન કરી જાતીય સતામણી કરવાની ઘટના

સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાના આચાર્ય નિશાંત વ્યાસે શાળાના 14 વર્ષના બાળક સાથે જાતીય સતામણી કરી હોવાનો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પુણા પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. સુરતમાં શિક્ષણ જગતને શાર્મશાર કરતી વિચિત્ર ઘટના સામે આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની 300 નંબરની શાળાના આચાર્યનો વિડીયો વાયરલ થયો હતો જેમાં  શાળાના આચાàª
09:53 AM Jul 19, 2022 IST | Vipul Pandya
સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાના આચાર્ય નિશાંત વ્યાસે શાળાના 14 વર્ષના બાળક સાથે જાતીય સતામણી કરી હોવાનો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પુણા પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. સુરતમાં શિક્ષણ જગતને શાર્મશાર કરતી વિચિત્ર ઘટના સામે આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની 300 નંબરની શાળાના આચાર્યનો વિડીયો વાયરલ થયો હતો જેમાં  શાળાના આચાàª
સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાના આચાર્ય નિશાંત વ્યાસે શાળાના 14 વર્ષના બાળક સાથે જાતીય સતામણી કરી હોવાનો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પુણા પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 
સુરતમાં શિક્ષણ જગતને શાર્મશાર કરતી વિચિત્ર ઘટના સામે આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની 300 નંબરની શાળાના આચાર્યનો વિડીયો વાયરલ થયો હતો જેમાં  શાળાના આચાર્યની વિકૃતતા સામે આવી હતી. 
સુરતના પુણામાં આવેલ 300 નંબરની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને નગ્ન કરી જાતીય સતામણી કરી હતી. બાળકને કપડાં પહેરવા તડફડીયા મરાવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ શાળાના આચાર્ય નિશાંત વ્યાસે પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવીને તેને નગ્ન કર્યો હતો. ત્યારબાદ આચાર્યએ અન્ય વિદ્યાર્થીને પોતાના મોબાઇલને શૂટીંગ ઉતારવા માટે આપ્યો હતો. આચાર્યની સાથે જ વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મજાક ઉડાવતા હતા અને નગ્ન કરીને તેને દોડાવ્યો હતો તથા તેના કપડાં પણ સંતાડી દીધા હતા. 
બનાવની જાણ થતાં જવાબદાર  તંત્રએ માત્ર આચાર્યને સસ્પેન્ડ જ કર્યા હતા. આ આચાર્ય માનસિક વિકૃત હોવાનું સામે આવી રહ્યું છે. આચાર્યની અશ્લિલ હરકતના એક નહીં અનેક વિડીયો સામે આવી રહયા છે. અંદાજે 200 જેટલા વિડીયો હોવાનું બહાર આવી રહ્યું છે. 
એક વાલી દ્વારા નામની પેન ડ્રાઇવમાં આચાર્યની કરતૂતના પુરાવા મેયર સહિત પાલિકાના તમામ હોદ્દેદારોને મોકલાયા હતા.
ત્રણ મહિના પહેલા નનામી પેન ડ્રાઇવ મોકલી વાલીએ આચાર્યની કરતૂત બહાર લાવી હતી. આમ છતાં  કોઈ ગંભીર પગલાં ન લેવાતા આમ આદમી પાર્ટી મેદાનમાં આવી હતી. આમ આદમી પાર્ટીએ આચાર્ય સામે FIR કરવાની માગ કરી હતી.  
આખરે આચાર્ય નિશાંત વ્યાસ સામે પુણા પોલીસમાં પોક્સો એક્ટ મુજબ  ફરિયાદ નોંધવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની તપાસ સમિતી દ્વારા પણ ઘટનાની તપાસ કરવામાં આવી હતી જેમાં આ વિડીયો 3થી 4 વર્ષ જુના હોવાનું બહાર આવ્યું છે. આચાર્યને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.  
Tags :
childGujaratFirstSchoolSexualHarassmentSurat
Next Article