Anand : MLA ગોવિંદ પરમાર અને APMC ચેરમેન પ્રકાશ પટેલ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો!
- Anand નાં MLA નાં એક પત્રથી નવો વિવાદ શરૂ!
- શહેર પ્રમુખની નિમણૂકમાં પરિવારવાદ થતો હોવાનો આક્ષેપ
- પિતા APMCમાં ચેરમેન હોવા છતાં પુત્ર શહેર પ્રમુખ કેવી રીતે? : MLA ગોવિંદ પરમાર
- પુત્રની નિમણૂક થતાં રાજીનામું મૂકી દીધું છે: પ્રકાશ પટેલ
આણંદમાં (Anand) રાજકીય માહોલ ગરમાયો છે. કારણ કે, આણંદનાં ધારાસભ્યે શહેર પ્રમુખની નિમણૂકમાં પરિવારવાદ થતો હોવાનાં ગંભીર આક્ષેપ સાથે સંગઠન મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો છે, જેનાં પછી ભારે વિવાદ સર્જાયો છે. MLA ગોવિંદ પરમાર અને APMC નાં ચેરમેન પ્રકાશ પટેલ વચ્ચેનો આ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો - Surat : પાંડેસરામાં યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, 2 ની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો!
પુત્રની નિમણૂક થતાં રાજીનામું મૂકી દીધું છે : પ્રકાશ પટેલ
આણંદમાં (Anand) શહેર પ્રમુખની નિમણૂક અંગે ખુદ MLA એ પત્ર લખવો પડ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પરમારે (MLA Govind Parmar) સંગઠન મહામંત્રીને પત્ર લખ્યો છે અને શહેર પ્રમુખની નિમણૂકમાં પરિવારવાદ થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ધારાસભ્યે પત્ર થકી સવાલ કર્યો કે, APMC માં પિતા ચેરમેન હોવા છતાં પુત્ર કેવી રીતે શહેર પ્રમુખ બની શકે ? ગોવિંદ પરમારનાં આ પત્ર બાદ APMC નાં ચેરમેન પ્રકાશ પટેલે (Prakash Patel) નિવેદન આપતા કહ્યું કે, પુત્રની નિમણૂક થતાં જ 25 ડિસેમ્બરનાં રોજ રાજીનામું મૂકી દીધું છે. MLA ગોવિંદ પરમાર આવું કેમ કરે છે તે સમજાતુ નથી.
આ પણ વાંચો - Junagadh : 'Eco-Sensitive Zone' મુદ્દે વિરોધ યથાવત! ખેડૂતોનું મહાસંમેલન, નેતાઓની પણ હાજરી
કાર્યકરોમાં ભારે નારાજગી છે, પાર્ટીએ ધ્યાને લેવું જોઇએ : ગોવિંદ પરમાર
બીજી તરફ MLA ગોવિંદ પરમારે આરોપ લગાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી વિરૂદ્ધ કામગીરી કરી હતી. પ્રકાશ પટેલથી આખો વિસ્તાર માહિતગાર છે. ધારાસભ્યે કહ્યું કે, ફોર્મ ભરતા પહેલા રાજીનામું આપવું પડે છે. કાર્યકરોમાં ભારે નારાજગી છે. ચૂંટણી અધિકારી અને સંગઠનવાળા કેમ આ બધું ચલાવી રહ્યા છે તે સમજાતું નથી. પાર્ટીએ આ મુદ્દો ધ્યાને લેવો જોઈએ.
આ પણ વાંચો - Rajkot : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, બોગસ ડોક્ટર્સ અંગે કહી આ વાત!