Surat: જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલાં વિવાદ, આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી
- જિલ્લા ભાજપ SC મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરતાં માહોલ ગરમાયું
- કારણ વગર જ ફોર્મ રદ કરી દેવાતાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી
- જિલ્લાના કુલ 17 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
Surat: રાજ્યના શહેર અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, ત્યારે ગત રોજ સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના કુલ 17 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે પ્રમુખ પદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: કરસનભાઈ પટેલનાં નિવેદન સામે અગ્રણીઓમાં રોષ! જાણો કોણે શું કહ્યું ?
ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું
ભાજપના સુરત જિલ્લા SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ ભાજપ આગેવાન રાજેશ કટારીયાનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું છે, કારણ વિના જ ભાજપના સક્રિય કાર્યકર અને જિલ્લાના SC મોરચાના પ્રમુખ પદ ની જવાબદારી નિભાવતા રાજેશ કટારીયાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીએ કારણ વગર રદ કરી દેતા રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: RAJKOT માં સરકારી શિક્ષક વિદ્યાર્થીનીઓને પોર્ન મુવી દેખાડી નગ્ન થઇ ગયો અને...
પ્રમુખ પદ માટેની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ જોવા મળ્યો
હજુ તો જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત નથી થઈ ત્યાં પ્રમુખ પદ માટેની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે. સુરત જિલ્લા SC મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજેશ કટારીયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર બે વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારીયાનું ફોર્મ રદ કરી નાખ્યું હતું. જેને લઇ ભાજપના આગેવાન રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા ભાજપના SC મોરચા પ્રમુખ જેવા સારા હોદ્દાની જવાબદારી નિભાવતા ભાજપ આગેવાન સાથે અન્યાય થતાં ભાજપ સામે જ નારાજગી વ્યક્ત કરી છે.
ભાજપ આગેવાન રાજેશ કટારિયાએ વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ પર કર્યા ગંભીર આક્ષેપ
સુરત ભાજપ જિલ્લા અનુસૂચિત જાતિનાં પ્રમુખ રાજેશ કટારિયાએ હવે પક્ષ સામે જ બાયો ચઢાવી છે. ભાજપ આગેવાન રાજેશ કટારિયાએ હાલનાં જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડનાં ઉમેદવારી ફોર્મને લઈ સવાલો ઉઠાવ્યા છે. મહત્ત્વનું છે કે વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે રાજેશ કટારિયાએ પ્રમુખ પદ માટેની થયેલી પ્રક્રિયામાં BJP દ્વારા બનાવવામાં આવેલી ગાઈડલાઈન ભંગ થયો હોવાના આક્ષેપો કર્યા છે. હાલના, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ 2024 માં જ સુરત જિલ્લાનાં સક્રિય કાર્યકર બન્યા છે. છતાં તેમનું ઉમેદવારી ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે.
કાર્યકર્તાથી પ્રભારી અને પછી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા
વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ 2019 માં સુરત શહેરનાં સક્રિય કાર્યકર હતા અને તે વખતે પાર્ટીએ તેમને સુરત જિલ્લાના પ્રભારી બનાવ્યા હતા. પાર્ટીનાં નિયમ મુજબ, પ્રભારીનું પદ જે તે જિલ્લાનાં આગેવાનને જ આપવામાં આવતું હોય છે, તેથી જ પાર્ટીએ ભરત રાઠોડને સુરત જિલ્લાનાં પ્રભારી બનાવ્યા હતા. ત્યાર બાદ તે વખતનાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ પદ પરથી રાજીનામું આપતા પક્ષે ભરત રાઠોડને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવ્યા હતા. હવે, ભાજપમાં વિવાદ એ વકર્યો છે કે પક્ષ કડક નિયમો બનાવે છે તો નિયમોનું પાલન કેમ નથી કરવામાં આવતું ? નિયમ બધા માટે જ સરખો હોવો જોઈએ, ત્યારે ભાજપ આગેવાન રાજેશ કટારીયાનું કારણ વગર જ ફોર્મ રદ કરી દેતા તે વિફર્યા છે અને વર્તમાન ભાજપ પ્રમુખ ભરત રાઠોડ દ્વારા જિલ્લા ભાજપ પદ માટે ભરવામાં આવેલા ઉમેદવારી ફોર્મને લઈ સવાલો ઉઠાવ્યા છે.