Asaram Case: Surat દુષ્કર્મ કેસમાં આસારામને 6 મહિનાના જામીન મળ્યા
- Asaram Case: જોધપુર હાઇકોર્ટે આપેલા જામીનને આધાર રાખી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી
- ગુજરાત હાઇકોર્ટે ચારવાર હંગામી જામીન લંબાવ્યા
- 11 વર્ષ 9 મહિનાથી ગુજરાતના કેસમાં આસારામ સજા કાપી રહ્યા છે
Asaram Case: વધુ એક વખત બળાત્કારી આસારામ જેલની બહાર આવશે. જેમાં જોધપુર હાઇકોર્ટે આપેલા જામીનને આધાર રાખી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમજ આસારામનું સ્વાસ્થ્ય યોગ્ય ન હોઇ સારવારની જરૂર હોવાથી જમીન માંગ્યા હતા. 11 વર્ષ 9 મહિનાથી ગુજરાતના કેસમાં આસારામ સજા કાપી રહ્યા હોવાની દલીલ પણ વકીલે કરી હતી. હાલ આસારામ વ્હીલચેર પર છે તથા અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોવાનો રિપોર્ટ છે.
આસારામના 6 મહિના માટે હંગામી જામીન મંજૂર કર્યા
સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ ગુજરાત હાઇકોર્ટે પણ આસારામના 6 મહિના માટે હંગામી જામીન મંજૂર કર્યા છે. જેમાં સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે આસારામને 6 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક્ક છે. જો 6 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે
સુરત દુષ્કર્મ કેસમાં આસારામને મળ્યા 6 મહિનાના જામીન | Gujarat First
સ્વાસ્થ્યના કારણોસર 6 મહિના હંગામી જામીન મંજૂર
હાલ વ્હીલચેર પર અને અનેક બીમારીઓથી પીડિત
11 વર્ષ 9 મહિના બાદ ફરી મળશે જેલની બહાર રહેવાનો મોકો
જોધપુર હાઇકોર્ટે આપેલા જામીનને આધારે ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન… pic.twitter.com/2gWAVvD8U0— Gujarat First (@GujaratFirst) November 6, 2025
Asaram Case: ગુજરાત હાઇકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં
કોર્ટે કહ્યું આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી કે, જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. જ્યારે પીડિતાના વકીલ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો, કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે.
ગુજરાત હાઇકોર્ટે ચારવાર હંગામી જામીન લંબાવ્યા
આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા. હાઇકોર્ટે 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.
આ પણ વાંચો: Gujarat Weather: કમોસમી વરસાદ અને ઠંડી મામલે અંબાલાલ પટેલે કરી આગાહી


