ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : વાલીયાની સોસાયટીનાં મકાનમાંથી શિક્ષક દંપતીનાં મૃતદેહ મળતા ચકચાર!

ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતું લાગ્યું હતું.
10:29 PM Mar 06, 2025 IST | Vipul Sen
ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતું લાગ્યું હતું.
Bharuch_Gujarat_first
  1. Bharuch ના વાલીયામાં સોસાયટીમાં દંપતીનાં મૃતદેહ મળી આવ્યા
  2. શિક્ષક દંપતીનાં લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ
  3. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOG ની ટીમે તપાસનો ધમઘમાટ શરૂ કર્યો

ભરૂચનાં (Bharuch) વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીનાં મકાનમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો - Surendranagar : થાનમાં મગફળી ગોડાઉનમાં આગ લાગી કે લગાવી ? જાણો પાલ આંબલિયાએ શું કહ્યું ?

શિક્ષક દંપતીનાં રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચનાં વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીનાં રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જિતેન્દ્રસિંહ બોડાદરા (Bodadara) અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતું લાગ્યું હતું. આથી, તેઓએ પોલીસને આ મામલે જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ વાલીયા પોલીસનો (Valiya Police) કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી પોલીસ જવાન અંદર ઘૂસ્યા હતા.

આ પણ વાંચો - Morbi : વિવાદિત નિવેદન બાદ ભક્તિહરી સ્વામીએ ચારણ સમાજની માફી માગી

Bharuch_Gujarat_first 1

શિક્ષક દંપતીની હત્યા કરાઈ કે આત્મહત્યા કરી ? રહસ્ય અકબંધ

મકાનની અંદર જોયું હતું તો પતિ અને પત્ની મૃત હાલતમાં હતા. પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક જિતેન્દ્રસિંહ બોડાદરા (Bodadara) વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) સહિતની એજન્સીઓનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. મૃતક પતિ-પત્નીનાં શરીર પર તીક્ષ્ણ હથિયારનાં ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
BharuchBodadaraCrime BranchCrime NewsGanesh Garden SocietyGUJARAT FIRST NEWSSOGteacher couple DeadTop Gujarati NewsValiyaValiya Police
Next Article