Bharuch : ઝાડેશ્વરનાં નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા દાદા ગુરુજી, કહ્યું - માં નર્મદા નદી કે પાની મેં..!
- 3 વર્ષથી નર્મદાનાં જળ પર નિર્ભર રહી પરિક્રમા કરતા દાદા ગુરુજી
- દાદા ગુરુજીનું ઝાડેશ્વરનાં નીલકંઠેશ્વર મંદિરે આગમન થતાં ભવ્ય સ્વાગત
- માં નર્મદા નદી કે પાની મેં હી ઊર્જા હૈ - દાદા ગુરુજી
ભરૂચની પવિત્ર ભૂમિને ભૃગુઋષિની ભૂમિ માનવામાં આવે છે અને આ ભૂમિ પર અનેક ઋષિઓએ તપ પણ કર્યા છે. માત્ર નર્મદા નદીનાં જળ પર જ નિર્ભર રહી સતત ત્રીજા વર્ષે પણ નર્મદા પરિક્રમા કરી રહેલા દાદા ગુરુ ભરૂચનાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચતા હજારો પરિક્રમાવાસીઓએ તેમના આશીવૅચન મેળવ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi નું આકરું વલણ! ટ્રાફિક પોલીસને કરી આ ટકોર!
છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા નદીનાં જળ પર નિર્ભર રહી પરિક્રમા
નર્મદા પરિક્રમાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ રહ્યું છે. એટલા માટે જ નર્મદા પરિક્રમાએ હજારોની સંખ્યામાં લોકો નીકળતા હોય છે. પરંતુ, માત્ર નર્મદા નદીનાં જળ ઉપર જ નર્મદા પરિક્રમા કરવી ઘણી કઠિન હોય છે. દાદા ગુરુ છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા નદીનાં જળ પર નિર્ભર રહી પોતાની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. છેલ્લા 1500 દિવસ ઉપરાંતથી માત્ર નર્મદા નદીનાં જળ પર અને તે પણ 200 થી 250 ગ્રામ નર્મદા નદીનું જળ આરોગીને પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુજી અંગે વૈજ્ઞાનિકોએ પણ અનેક પ્રયોગો કર્યા છે. આ બાબતે વૈજ્ઞાનિકો પણ અચંબામાં મૂકાઈ ગયા છે. દાદા ગુરુજી ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચતા તેમની સાથે સંખ્યાબંધ નર્મદા પરિક્રમાવાસીઓ પણ જોડાયા છે.
આ પણ વાંચો - Amreli : રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા ખજૂરી પ્રાથમિક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ
માં નર્મદા નદી કે જલ મેં હી ઊર્જા હૈ : દાદા ગુરુજી
જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં દાદા ગુરુજીના અનુયાય ભારતસિંહ પરમારે દાદા ગુરુજીની કઠોળ તપસ્યા અંગે માર્ગદર્શન આપ્યું હતું. દાદા ગુરુજીએ ઝાડેશ્વરનાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હજારો ભક્તોને આશીર્વચન આપવા સાથે કહ્યું હતું કે, માં નર્મદા નદી કે જલ મેં હી ઊર્જા હૈ, મેરે શરીરને ઊર્જા કહાં સે આતી હૈ તો... નર્મદા નદી કે પાણી મેં જો ભી ઊર્જા હૈ ઊસી ઊર્જા સે આજ મેં નર્મદા પરિક્રમા કર રહાં હું.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Ahmedabad : એરપોર્ટ પરથી કરોડોની કિંમતનો 15 કિલો ગાંજો ઝડપ્યો, કીમિયો જાણી ચોંકી જશો!