Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ
- Bharuch: અંકલેશ્વરમાંથી પહેલા જયેશ પ્રજાપતિની ધરપકડ કરાઇ
- દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી મુખ્ય આરોપી ચંદનકુમાર ઝડપાયો
- 15 હજારમાં મળતી હતી ધોરણ-10, 12 અને ITIની નકલી માર્કશીટ
Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી મુખ્ય આરોપી ચંદનકુમાર ઝડપાયો છે. ત્યારે રૂપિયા 15 હજારમાં ધોરણ-10, 12 અને ITIની નકલી માર્કશીટ મળતી હતી. ભરૂચ એસઓજીએ દિલ્હીમાં દરોડા પાડ્યા હતા. જેમાં ચંદનકુમાર પાસેથી 42 નકલી માર્કશીટ અને રબર સ્ટેમ્પ ઝડપાયા છે. રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસની આડમાં કૌભાંડ ચાલતું હતુ.
અંકલેશ્વરમાંથી પહેલા જયેશ પ્રજાપતિની ધરપકડ કરાઇ
અંકલેશ્વરમાંથી પહેલા જયેશ પ્રજાપતિની ધરપકડ કરાઇ હતી. મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટના નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરતા હતા. જેમાં કૌભાંડ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું હોવાનું અનુમાન છે. ચંદનકુમારને ભરૂચ લાવીને રિમાન્ડ મેળવાશે. એસઓજીએ ટેક્નિકલ સર્વેલન્સથી આરોપી ઝડપ્યો છે. તથા હેપ્પી કોમ્પ્લેક્ષમાં નકલી માર્કશીટનું કારખાનું ચાલતું હતું.
જાણો સમગ્ર ઘટના
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નકલી માર્કશીટનું મોટું કૌભાંડ ઝડપાયું છે. ધોરણ-10, 12 અને ITIની નકલી માર્કશીટ માત્ર 15 હજાર રૂપિયામાં બનાવી આપતા આંતરરાજ્ય ગીરોહનો પર્દાફાશ થયો છે. ભરૂચ એસઓજી પોલીસે 13 નવેમ્બરે અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસ પર દરોડો પાડ્યો હતો. અહીંથી 21 નકલી માર્કશીટ, લેપટોપ અને કોમ્પ્યુટર સાથે જયેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે માર્કશીટ દિલ્હીથી બનાવી આપવામાં આવે છે.
કૌભાંડ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું હોવાનું પોલીસને અનુમાન
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયાની ઝુંપડપટ્ટીમાં દરોડો પાડ્યો અને મુખ્ય આરોપી ચંદનકુમાર પ્રભાકર પાંડેને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી વધુ 42 નકલી માર્કશીટ, લેપટોપ અને મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો રબર સ્ટેમ્પ મળી આવ્યો છે.આ કૌભાંડ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું હોવાનું પોલીસને અનુમાન છે. ચંદનકુમારને ભરૂચ લાવીને રિમાન્ડ મેળવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad ની વધુ 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી