ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ મંત્રીજીનો 'પ્રાંતવાદ' ! Gujarat First નાં સવાલોથી ગિન્નાયા મંત્રી Kuvarji Halpati!

મંત્રીજીનાં આ જવાબથી સવાલ થાય છે કે ભરૂચની 'નિર્ભયા' જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે અને મંત્રીજી પ્રાંતવાદ કરી રહ્યા છે ?
10:19 PM Dec 19, 2024 IST | Vipul Sen
મંત્રીજીનાં આ જવાબથી સવાલ થાય છે કે ભરૂચની 'નિર્ભયા' જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે અને મંત્રીજી પ્રાંતવાદ કરી રહ્યા છે ?
  1. Gujarat First નાં તીખા સવાલોથી ગિન્નાયા મંત્રી Kuvarji Halpati! 
  2. ભરૂચનાં નિર્ભયાકાંડમાં મંત્રીજી કહે છે "ગુજરાતનો દીકરો આમાં નથી!"
  3. ગુજરાતની ધરતી કંલકિત થઇ છતાં મંત્રીને યાદ આવ્યો પ્રાંતવાદ!
  4. એકપણ નેતા મળવા નથી ગયા એ સવાલ પૂછ્યો તો મંત્રીજી ગુસ્સે થયાં!

ભરૂચનાં (Bharuch) ઝઘડિયા GIDC વિસ્તારમાં એક માસૂમ બાળકી સાથે દિલ્હીનાં 'નિર્ભયા' જેવી (Nirbhaya Case Delhi) ક્રૂર ઘટના બની હતી. નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેણીનાં ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાંખી ગંભીર ઇજા પહોંચી હતી. હાલ, બાળકીની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે ભરૂચમાં રૂંવાડા ઊભા કરે એવી આ ઘટના ઘટી હોવા છતાં પણ રાજનીતિનાં રોટલા શેકવા હોય તો રસ્તે ઉતરતા નેતાઓ પાસે પીડિતાનાં પરિવારને મળી સાંત્વના આપવા સુધીનો પણ સમય નથી.

આ પણ વાંચો - Bharuchમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ

ગુજરાત ફર્સ્ટનાં તીખા સવાલોથી ગિન્નાયા મંત્રી કુંવરજી હળપતિ!

ભરૂચનાં 'નિર્ભયાકાંડે' (Bharuch Nirbhaya Case) ગુજરાત પર ઇતિહાસનું સૌથી મોટું કલંક લગાવ્યું છે. આ ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષા અને સરકારનાં દાવાઓ સામે ગંભીર સવાલ ઊભો કર્યા છે. ભરૂચની ઘટના મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) સવાલ કર્યા તો ભરૂચનાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ (Kunvarji Halpati) ગિન્નાયા હતા. પીડિત પરિવારને એક પણ નેતા મળવા નથી ગયા એ અંગે સવાલ પૂછ્યા તો મંત્રીજી ગુસ્સે થયા અને સત્ય સ્વીકારવાને બદલે મંત્રીજીએ કહ્યું કે, 'ગુજરાતનો દીકરો આમાં નથી..' મંત્રીજીનાં આ જવાબથી સવાલ થાય છે કે ભરૂચની 'નિર્ભયા' જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે અને મંત્રીજી પ્રાંતવાદ કરી રહ્યા છે ?

આ પણ વાંચો - Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!

મંત્રીજી પાસે પરિવારને મળવાનો સમય નથી અને ફેલાવી રહ્યાં છે પ્રાંતવાદ!

પીડિત પરિવારને મળી સાંત્વના આપવી તો દૂર રહી પણ આવી ગંભીર પરિસ્થિતિઓમાં પણ મંત્રીજી પ્રાંતવાદ ફેલાવી છટક બારી શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચમાં (Bharuch) હચમચાવે એવો 'નિર્ભયાકાંડ' થયો છે પરંતુ, તેમ છતાં મંત્રીજી સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. કારણે કે, ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન મંત્રીજીએ (Kunvarji Halpati) પોતે કહ્યું હતું કે તેઓ કેબિનેટમાં વ્યસ્ત હતા. નેતાજીનાં જવાબો અને ભરૂચની આ ઘટના બાદ લોકો વચ્ચે અનેક સવાલ થઈ રહ્યા છે કે...

> વાતે વાતે રસ્તે ઉતરી પડતાં નેતાઓ આ ઘટના બાદ કેમ ગાયબ છે ?
> વાતે વાતે ધરણાં કરતાં નેતાઓ પાસે પીડિતા પરિવારને મળવાનો કેમ નથી સમય ?
> દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની ધરતી પર કોના પાપે ?
> કાયદાનું રાજ ન હોય તે હદે કેમ ખાડે ગઈ રાજ્યની સ્થિતિ ?

પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

જણાવી દઈએ કે, આજે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિકન્સ્ટ્રક્શન માટે લવાયેલા આરોપીને ચાલવાના પણ ફાંફાં પડતા હતા. આરોપી વિજય પાસવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લવાયો હતો. ભરૂચ LCB પોલીસ, GIDC પોલીસ સહિતનાં પોલીસ કાફલાનાં બંદોબસ્ત વચ્ચે નરાધમ વિજય પાસવાનનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

Tags :
Accused Vijay PaswanBharuchBharuch Rape CaseBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKunvarji HalpatiLatest News In GujaratiNews In GujaratiNirbhaya case DelhiZaghadiya GIDC
Next Article