Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો માન્યો આભાર, પોલીસની કામગીરી બિરદાવી

જઘન્ય ગુનાઓમાં પીડિતોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છે.
bharuch   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો માન્યો આભાર  પોલીસની કામગીરી બિરદાવી
Advertisement
  1. 9 વર્ષની બાળકી પર રેપ વિથ મર્ડરનાં જઘન્ય ગુનામાં 72 દિવસમાં ફાંસીની સજા (Bharuch)
  2. નરાધમે માસૂમ પર બળાત્કાર ગુજારી ગુપ્તાંગમાં સળિયો નાખ્યો હતો
  3. ભારતીય ન્યાય સંહિતા હેઠળ અપરાધીને ફાંસીની સજાનો રાજ્યમાં પ્રથમ ચુકાદો
  4. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો આભાર માન્યો, પોલીસની કામગીરી બિરદાવી

Bharuch : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધનાં ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. જઘન્ય ગુનાઓમાં પીડિતોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છે. ત્યારે આજે નવા કાયદા હેઠળ માત્ર 72 દિવસમાં ફાંસીની સજાનો પ્રથમ-ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું છે.

નરાધમને માત્ર 72 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી

નામદાર અંકલેશ્વર સેશન્સ કોર્ટે (Ankleshwar Sessions Court) ભારતીય ન્યાય સંહિતા હેઠળ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં ઝઘડિયા GIDC માં (Zaghadiya GIDC) 10 વર્ષની નિર્દોષ બાળકી પર થયેલા અપહરણ, પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાનાં ગુનામાં આરોપી વિજય પાસવાનને માત્ર 72 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો નવા કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ ફાંસીની સજા તરીકે નોંધાયો છે, જે ગુજરાતનાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાનું પ્રતીક છે.

Advertisement

આરોપીને 10 લાખ રૂપિયાનું વળતર પીડિત પરિવારને ચૂકવવાનો પણ આદેશ

72 દિવસ પૂર્વે ભરૂચ જિલ્લાના (Bharuch) ઝઘડિયા GIDC માં બનેલી આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો હતો. આરોપીએ બાળકીનાં શરીર પર 30 જેટલા ઘા અને ગુપ્તાંગમાં સળિયાના ઘા સહિતની અકલ્પનીય ક્રૂરતા દાખવી હતી. આવા ઘૃણાસ્પદ ગુના સામે નામદાર કોર્ટે આરોપીને ફાંસીની સજા સાથે 10 લાખ રૂપિયાનું વળતર પીડિત પરિવારને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ન્યાયની ઝડપી અને કડક કાર્યવાહીનું ઉદાહરણ બની રહેશે.

Advertisement

આ પણ વાંચો - Zhagadia Case : ભરુચમાં 9 વર્ષીય માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં નરાધમને 72 દિવસમાં ફાંસીની સજા

કેસને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં મૂકી ધારદાર દલીલો અને પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા

ભરૂચ એસ.પી. મયુર ચાવડાનાં (SP Mayur Chavda) નેતૃત્વ હેઠળ રચાયેલી SIT એ ઝીણવટભરી તપાસ હાથ ધરી, જેમાં 10થી વધુ અધિકારીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું. સરકારી વકીલ પરેશ પંડ્યાએ (Paresh Pandya) નિઃસ્વાર્થ ભાવે આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં રજૂ કરી ધારદાર દલીલો અને પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ ચુકાદો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ જગાડે છે અને સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા નરાધમોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.

આ પણ વાંચો - Ahmedabad : ફરી એકવાર એરપોર્ટ પરથી ઝડપાયો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો, 3 ઝબ્બે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો આભાર માન્યો, પોલીસની કામગીરી બિરદાવી

ગુજરાત સરકાર (Gujarat Government) આવા ગુનાઓ આચરનારા તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી, ફાંસી સુધીની સજા સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મક્કમતાથી કામ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આ કેસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં યોગદાન આપનાર ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરી આ કેસમાં મજબૂત પુરાવાઓ એકત્ર કરી કડક સજા અપાવવા માટે ઉત્કૃષ્ઠ તપાસ કરનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો - Godhra Kand : સાબરમતી એક્સ. સળગાવવાનાં કેસમાં 9 પો. કર્મીઓની છટણી અંગે HC નો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×