Bharuch: રેલવેની ગંભીર બેદરકારી, ગુડઝ ટ્રેનમાંથી મેટલ પડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા
- હેલ્મેટ વિના નીકળેલા ટુ-વ્હીલર વાહન ચાલકોને ઇજા થઇ
- મેટલો પડતા ભયનો માહોલ સર્જાતા વાહન વ્યવહાર થંભી ગયો
- કસક ગળનાળામાંથી પસાર થતા વાહનચાલકો ઉપર મેટલના ટુકડા પડ્યા
Bharuch: ભરૂચ રેલવેની ઘણી વખત ગંભીર બેદરકારી સામે આવતી હોય છે. કસક ગરનાળાના રેલવે ઉપરથી ટ્રેનમાંથી મળમૂત્ર પડતો હોય પરંતુ હવે તો રેલવે એટલું બેદરકાર બન્યું છે કે ગુડ ટ્રેનમાં મેટલ જોખમી રીતે લાવવામાં આવતા મોટા પ્રમાણમાં ગુડ્સ ટ્રેનમાંથી મોટા મેટલના ટુકડા પડે છે.ગળનાળામાંથી પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ટુ વ્હીલર વાહન ચાલક હોય અને હેલ્મેટ ન પહેર્યું હોય તેવા બે વાહન ચાલકોને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
ભરૂચમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
ભરૂચમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સુરત વડોદરા વચ્ચે દોડતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો ભરૂચમાંથી પસાર થતી વેળા કશક ગળનાળા ઉપરથી પસાર થતી વેળા ટ્રેનમાંથી મળમૂત્ર પડતું હોય તેવી બુમો ઉઠી રહી છે. પરંતુ હવે તો રેલવે તંત્ર એટલું બેજવાબદાર બન્યું છે કે ગુડ ટ્રેનમાંથી મોટા મેટલો પણ ટ્રેનમાંથી નીચે પડતા કશક ગળનાળામાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. અને બે ટુ-વ્હીલર વાહન ચાલકોને મેટલો વાગવાના કારણે ઇજાઓ પણ થઇ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરંતુ નાળા ઉપરથી પસાર થતી ટ્રેનમાંથી મેટલો પડતા હોવાના કારણે ભરૂચ સ્ટેશન તરફનો તમામ વાહન વ્યવહાર થંભી ગયો હતો. તેમજ સામે પાર તરફથી આવતો વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો.
રેલવે તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું
પરંતુ કહેવાય છે ને કે અત્યારે કોઈને સબર નથી ટ્રેનમાંથી મેટલો પડતા હોવા છતાં પણ ઘણા વાહન ચાલકો જોખમી રીતે નીકળતા હતા. તેથી બે ટુ વ્હીલર વાહન ચાલકોને મેટલો વાગવાના કારણે પણ ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે રેલવે તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. આજે જે મેટલ મોટા પ્રમાણમાં પડ્યા હતા જો ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ હોય અને તે સમયે મોટા પ્રમાણમાં મેટલો ઉપરથી નીચે પડ્યા હોત તો ઘણા વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થયું હોત તેઓ ભય પણ આજે ઉભો થઈ ગયો છે