Bihar Election Result પર Gujarat First પર બિહારના સહપ્રભારી C.R. Patil નું 'મોટું નિવેદન'
- Bihar Election Result: બિહારના સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત લાવી રંગ
- દરેક બેઠકો પર કાર્યકર્તાએ પોતાનું જોર લગાવ્યુંઃ સી.આર.પાટીલ
- બિહારમાં એનડીએની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી
Bihar Election Result: બિહારના સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત રંગ લાવી છે. ગુજરાતમાં ઈતિહાસ રચનારા સી.આર.પાટીલને મોટી જવાબદારી હતી. જેમાં બિહારમાં સહપ્રભારી તરીકે મોટી જવાબદારી આપવામાં આવી હતી. ત્યારે NDAના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત રંગ લાવી છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે દરેક બેઠકો પર કાર્યકર્તાએ પોતાનું જોર લગાવ્યું છે.
બિહારમાં સહપ્રભારી તરીકે હતી મોટી જવાબદારી
ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (NDA)ના શાનદાર પ્રદર્શન પાછળ પાટીલની રણનીતિ અને જમીની સ્તર પરનું માર્ગદર્શન ખૂબ મહત્વનું સાબિત થયું છે.
Bihar Election Result 2025 : બિહારના સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત લાવી રંગ | Gujarat First
ગુજરાતમાં ઈતિહાસ રચનારા C. R. Patil ને હતી મોટી જવાબદારી
બિહારમાં સહપ્રભારી તરીકે હતી મોટી જવાબદારી
NDAના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત
દરેક બેઠકો પર કાર્યકર્તાએ… pic.twitter.com/cbLdK5RqN6— Gujarat First (@GujaratFirst) November 14, 2025
Bihar Election Result: સહપ્રભારી તરીકેની મોટી અને પડકારજનક જવાબદારી
ગુજરાતમાં પાર્ટીને રેકોર્ડબ્રેક જીત અપાવ્યા બાદ સી.આર. પાટીલને બિહારમાં સહપ્રભારી તરીકેની મોટી અને પડકારજનક જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવીને કાર્યકર્તાઓને દરેક બેઠક પર સંપૂર્ણ જોર લગાવવા માટે પ્રેરિત કર્યા છે.
બિહારમાં એનડીએની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી
સી.આર.પાટીલે પોતે પણ આ સફળતાનો શ્રેય મહેનતુ કાર્યકર્તાઓને આપતા કહ્યું હતું કે, "દરેક બેઠકો પર કાર્યકર્તાઓએ પોતાનું જોર લગાવ્યું, જેના કારણે આ શાનદાર પ્રદર્શન શક્ય બન્યું છે." આમ, સી.આર.પાટીલની સંગઠન ક્ષમતાએ બિહારમાં એનડીએની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: AI News: AI આધારિત ફોટો અને વીડિયો બનાવા પર સકંજો, ખોટું થશે તો મળશે કડક સજા


