ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat BJP નેતાનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો

સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો છે. જેમાં હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે. લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી હતી. આ મામલે અમિત રાજપૂતે કહ્યું, પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો નથી. પ્રાઇવેટ પ્લોટમાં કાર્યક્રમ હતો જાહેર માર્ગ પર નહોતો.
12:35 PM Oct 12, 2025 IST | SANJAY
સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો છે. જેમાં હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે. લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી હતી. આ મામલે અમિત રાજપૂતે કહ્યું, પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો નથી. પ્રાઇવેટ પ્લોટમાં કાર્યક્રમ હતો જાહેર માર્ગ પર નહોતો.
Surat BJP, BJP, Corporator, Birthday, Surat, Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Surat BJP: સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો છે. જેમાં હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી હતી. જાહેર માર્ગ પર મોડીરાત્રે જન્મદિવસ ઉજવણીની આડમાં કરાયેલા આ તાયફાથી વિવાદ થયો છે.

જાહેરનામાંની ઐસીતૈસી થતાં કાર્યવાહીને લઈ અટકળો તેજ થઇ

પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામાંની ઐસીતૈસી થતાં કાર્યવાહીને લઈ અટકળો તેજ થઇ છે. સુરતમાં રોડ પર લોકોની નજર પડે તેવી રોતે સેલિબ્રેશન કરવું પેસન થયું..? સુરત પોલીસ મહેરબાન તો પ્રજા શું કરે તેવી ચર્ચા એ જોર પકડ્યું....? થોડા દિવસો પહેલાનો વીડીયો હોવાનું અનુમાન છે.

અમિત રાજપૂતે કહ્યું પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો નથી

સુરત ભાજપ નેતા અમિત રાજપુત બર્થ ડે સેલિબ્રેશન તાયફા મામલે અમિત રાજપૂતે કહ્યું પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો નથી. તેમજ મરાઠા ગ્રુપ દ્વારા બર્થ ડે સેલિબ્રેશન આયોજન હતુ. જેમાં મને બોલાવવામાં આવ્યા હતો. પ્રાઇવેટ પ્લોટમાં કાર્યક્રમ હતો જાહેર માર્ગ પર કાર્યક્રમ થયો નથી. જાહેર રસ્તા પર કાર્યક્રમ કરીયે તો ફરિયાદ થવી જ જોઈએ.

Surat BJP: ઉજવણીના નામે આતશબાજી કે માર્ગ અવરોધિત કરી શકે નહીં

પરંતુ આ કાર્યક્રમ પ્રાઇવેટ પ્લોટમાં હતો. તેમજ જો હું ના જાઉં તો કાર્યકર્તા નારાજ થાય તે હતા. એટલે હું કાર્યક્રમમાં ગયો હતો. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે લિંબાયતના મુખ્ય જાહેર રોડ પર જ બર્થ-ડેની ભવ્ય ઉજવણી કરી હતી. ઉજવણી દરમિયાન રોડ પર રેડ કાર્પેટ બિછાવીને ગાડીમાંથી એન્ટ્રી કરવામાં આવી હતી અને જાહેર માર્ગ પર જ સ્ટેજ બનાવીને કેક કટ કરવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે, પોલીસ કમિશનરના જાહેરનામાનું સીધું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગ પર જોખમી રીતે ધડાકાભેર આતશબાજી કરવામાં આવી હતી. આ જાહેરનામું સ્પષ્ટ કરે છે કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં જન્મદિવસની ઉજવણીના નામે આતશબાજી કે માર્ગ અવરોધિત કરી શકે નહીં.

આ પણ વાંચો: Diwali 2025 Date Shubh Muhurt: કાર્તિક મહિનામાં બે અમાવસ્યા! 20 કે 21 ઓક્ટોબર, જાણો દિવાળી ક્યારે ઉજવાશે

 

Tags :
birthdayBJPCorporatorGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsSuratSurat BJPTop Gujarati News
Next Article