CR પાટીલના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર! કહ્યું - કોંગ્રેસનાં અસ્તિત્વ..!
- BJP અધ્યક્ષ CR પાટીલનાં શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર!
- શક્તિસિંહ ગોહિલ દેશનાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે : CR પાટીલ
- સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા નથી દેતા તેવા ખોટા આક્ષેપ તેઓએ કર્યા છે : CR પાટીલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યની BJP સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેનો હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. CR પાટીલે જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ દેશનાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસ લોકો અને પોતાનાં કાર્યકરોનું ધ્યાન ભટકાવવા માટે અવનવા નુસખા અપનાવી રહી છે. કોંગ્રેસ પક્ષનાં નેતૃત્વ સામે પ્રશ્ન આવીને ઊભા છે. કોંગ્રેસ પક્ષનો અસ્તિત્વનો સવાલ આવીને ઉભો રહ્યો છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસનાં આ પ્રયત્નને હું સખત શબ્દોમાં વખોડું છું.
શક્તિસિંહ ગોહિલનાં આક્ષેપોનો CR પાટીલે આવ્યો જવાબ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશનાં અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા તાજેતરમાં એક નિવેદનમાં આપવામાં આવ્યું હતું કે, સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા દેતું નથી. શક્તિસિંહ ગોહિલનાં આક્ષેપો સામે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલે આંકરા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, શક્તિસિંહ ગોહિલ દેશનાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભાનું લાઈવ રિપોર્ટિંગ થતું હોય છે. દેશનાં તમામ લોકોએ તે LIVE પ્રસારણ જોયું છે. અધ્યક્ષનાં ડાયઝ પર ચઢીને કોંગ્રેસનાં નેતાઓએ કેવી રીતે વિરોધ કર્યો હતો તે દેશની જનતાએ જોયું છે. સંસદની કાર્યવાહી નહીં ચાલે તેવા અલગ-અલગ નુસખા તેમણે અપનાવ્યા છે.
આ પણ વાંચો - AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, BZ ગ્રૂપ સહિતનાં મુદ્દાઓ પર ઘેરી!
સંસદમાં થયેલા હોબાળા મુદ્દે Congress અને BJP સામસામે
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર
સત્તા પક્ષે વિપક્ષનો અવાજ દબાવવા પ્રયાસ કર્યા: Shaktisinh Gohil
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના શક્તિસિંહ ગોહિલ પર પ્રહાર
શક્તિસિંહ ગોહિલ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે: C.R.… pic.twitter.com/2XS23GiO5X— Gujarat First (@GujaratFirst) December 22, 2024
તેમના નેતૃત્વ સામે પ્રશ્ન આવીને ઊભા છે : CR પાટીલ
CR પાટીલે વધુમાં કહ્યું કે, હરિયાણા અને મહારાષ્ટ્રની કારમી હાર પછી કોંગ્રેસનાં નેતાઓ તેમના કાર્યકર્તાઓને પણ જવાબ આપી શકતા નથી. તેમના નેતૃત્વ સામે પ્રશ્ન આવીને ઊભા છે. તેમના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે, જેના કારણે પોતાનાં પર લોકોનું અને કાર્યકરોનું ધ્યાન ન જાય તે માટે આવા નિવેદનો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. કોંગ્રેસનાં આ નિષ્ફળ પ્રયત્નને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. સાથે અપીલ પણ કરું છું કે લોક ઉપયોગી કામ કરો. સંસદમાં દરેક લોકોને બોલવાની છૂટ મળે છે. તમે ત્યાં લોકહિતની વાતો કરો. સાંસદો પોતાનાં વિસ્તારોની સમસ્યા અને પ્રશ્નો અંગેની રજૂઆત કરતા હોય છે. કોંગ્રેસે એક પણ સેશનમાં પ્રશ્નોત્તરી ચાલવા દીધી નથી, જેના અનેક પુરાવા અને લાઈવ વીડિયો આપણી પાસે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો - VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે "નમો કમલમ"નું ઉદ્ધાટન
'કોંગ્રેસ પોતાનાં નેતાઓની ભૂલ છુપાવવાનો પ્રયત્ન ન કરે'
પાટીલે કોંગ્રેસ પક્ષને આડેહાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસ પોતાનાં નેતાઓની ભૂલ છુપાવવાનો પ્રયત્ન ન કરે. લોકોની નજરમાં કોંગ્રેસને લઈને શું ભાવ છે ? કોંગ્રેસને સત્તા સોંપવી કે કેમ ? તેનો સ્પષ્ટ અભિપ્રાય હરિયાણા અને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટણીમાં આપી દીધો છે. કોંગ્રેસે પોતાની નિષ્ફળતા પર વિચાર કરવો જોઈએ. કોંગ્રેસનાં નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનાં (BJP) નેતાઓ પર દોશ ઠાલવવાનું બંધ કરવું જોઈએ. ભાજપને બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેવી મારી લાગણી છે.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - Banaskantha : ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન! કહ્યું - એ BJP નાં..!