Surat Court માં ફરી બૉમ્બની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસનો ધમધમાટ
સુરત કોર્ટમાં બૉમ્બ હોવાનો ધમકીભર્યો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઉમરા પોલીસ, SOG અને ડૉગ સ્ક્વોડે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને બિલ્ડીંગ ખાલી કરાવ્યું છે. આ મેઈલ મોકલનારની ઓળખ મેળવવા માટે પોલીસ ટેકનિકલ તપાસ કરી રહી છે. વકીલો અને અરજદારોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Advertisement
Surat Court: સુરત શહેરની કોર્ટમાં ફરી એકવાર બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોર્ટ પરિસરમાં બૉમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો મેઈલ (Threatening Email) મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સમગ્ર કોર્ટ બિલ્ડીંગ (Court Building) ખાલી કરાવી દેવામાં આવ્યું છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકી શકાય.

