Gujarat Bomb threat News: જામનગર (Jamnagar) અને સુરત (Surat) મહાનગરપાલિકામાં બોમ્બ હોવાના મેસેજ મળતા રાજ્યભરમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. એક જ દિવસમાં બે મહત્વની મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે.
જામનગર અને સુરત મનપામાં બોમ્બની ધમકી
જામનગર અને સુરત મહાનગરપાલિકાની કચેરીઓમાં આજે સવારે બોમ્બ હોવાના મેસેજ અને ઈમેઈલ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સવારના સમયે જ્યારે કચેરીઓનું કામકાજ શરૂ થયું હતું, ત્યારે જ આ પ્રકારની ધમકીઓ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.
જામનગરમાં પણ અજાણ્યા મેસેજને પગલે તકેદારીના ભાગરૂપે તમામ કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સુરત મનપા
સુરત મહાનગરપાલિકાની કચેરીને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લઈને આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓ તપાસમાં
બંને શહેરોમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ડોગ સ્ક્વોડ (Dog Squad) અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ધમકી આપનાર કોણ છે અને આ મેસેજ ક્યાંથી આવ્યો છે તે અંગેની સાયબર તપાસ પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં બંને મનપા કચેરીઓ ફરતે સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar News: DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે કોસ્ટગાર્ડ સર્કલનું ઉદ્ધાટન, ગુજરાત યુનિટે કર્યુ સર્કલને ડેવલપ