Suratમાં બોગસ ડોક્ટરોના આકા રશેષ ગુજરાતીની ફરી ધરપકડ
- રસેશ ગુજરાતી સહિત બી.કે.રાવતની ફરી સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
- ડ્રગ્સ કેસના આરોપીએ જામીન મેળવવા બોગસ મેડિકલ સર્ટિ આપ્યુ હતુ
- ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
Suratમાં ઝોલાછાપ તબીબોને 1200થી પણ વધુ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાં કેસમાં ઝડપાયેલા ઝોલાછાપ તબીબો (Bogus Doctor)ના આકા રસેશ ગુજરાતી સહિત બી.કે.રાવતની ફરી સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાં ડ્રગ્સ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્યારે ડ્રગ્સ કેસના આરોપીએ જામીન મેળવવા હાઇકોર્ટમાં ઝોલાછાપ તબીબ પાસેથી બોગસ મેડિકલ સર્ટિ બનાવી રજૂ કર્યું હતું.જે સર્ટિ રસેશ ગુજરાતી અને બી.કે.રાવત દ્વારા રૂપિયા લઈ બનાવી આપ્યા હોવાનું તપાસમાં સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ મેડિકલ સર્ટિ બનાવી આપવામાં રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
શહેરના પાંડેસરા વિસ્તારમાંથી ત્રણ ઝોલાછાપ તબીબો (Bogus Doctor)ની ધરપકડ બાદ બોગસ મેડિકલ સર્ટિ બનાવી આપવામાં રાજ્યવ્યાપી કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો.જેમાં ઓટો ગેરેજ અને રાઈસ મિલમાં કામ કરતા લોકોને રસેશ ગુજરાતી સહિત અમદાવાદના બી કે.રાવત દ્વારા બોગસ મેડિકલ સર્ટિ બનાવી આપી ડોક્ટરનું લેબલ આપી દેવામાં આવ્યું હતું.આવા અનેક લોકો પાસેથી રૂપિયા લઈ બોગસ મેડિકલ સર્ટિના આધારે ડોક્ટરનું લેબલ આપવામાં આવ્યું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી.જે કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા ઝોલાછાપ તબીબોના આકા રસેશ ગુજરાતી સહિત અમદાવાદના બી.કે.રાવત ની ફરી સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જે બંને આરોપીઓએ ડ્રગ્સ કેસના આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મેળવવા બોગસ મેડિકલ સર્ટિ અગાઉ ધરપકડ કરાયેલા ઝોલાછાપ તબીબે બનાવી આપ્યું હતું.
આ પણ વાંચો: Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને
બોગસ સર્ટિ શોભિતસિંહે આરોપી આદિલ નૂરાનીને બનાવી આપ્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ આપેલી જાણકારી મુજબ, વર્ષ 2020માં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ કેસમાં આરોપી આદિલ નૂરાની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મેડિકલ સર્ટી રજૂ કર્યું હતું. માતાની સારવાર કરાવવા અને હૃદયની બીમારી હોવા અંગેનું બોગસ મેડિકલ સર્ટી હાઇકોર્ટમાં રજૂ કરાયું હતું. જે ગંભીર બાબત કોર્ટના ધ્યાને આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે આરોપી આદિલ નૂરાણી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ પાંડેસરાના શોભિત સિંહ નામના ઝોલાછાપ તબીબ( Bogus Doctor)ની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈપણ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં આ બોગસ સર્ટિ શોભિતસિંહે આરોપી આદિલ નૂરાનીને બનાવી આપ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન વધુ ખુલાસા સામે આવવાની શક્યતા
આરોપી શોભિતસિંહની પૂછપરછમાં આ મેડિકલ સર્ટી તેણે ઝોલાછાપ તબીબો (Bogus Doctor) ના આકા રસેશ ગુજરાતી અને બી.કે.રાવત પાસેથી બનાવ્યાની કબુલાત કરી હતી.જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે રસેશ ગુજરાતી અને બી.કે.રાવત વિરુદ્ધ અલગથી વધુ એક ગુન્હો રજિસ્ટર કરવામાં આવ્યો હતો.જે ગુન્હામાં લાજપોર જેલમાં બોગસ મેડિકલ સર્ટિ બનાવી આપવાના કેસમાં જેલવાસ હેઠળ રહેલા રસેશ ગુજરાતી અને બીકે રાવતનો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓએ આ પ્રમાણે કેટલા આરોપીઓને અગાઉ બોગસ મેડિકલ સર્ટી બનાવી જામીન અપાવવામાં મદદ કરી છે તેની પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન વધુ ખુલાસા સામે આવવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો: Surat: શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ઠગબાજ ઝડપાયો