સુરતમાં Black Money નષ્ટ કરવાનો પ્રયાસ? 500ની નોટો સળગાવેલી હાલતમાં મળતા રહસ્ય ઘેરાયું
- સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી
- કચરામાં 500ના દરની નોટો સળગાવાઈ
- સ્થાનિક લોકોને કચરાના ઢગલામાં બળેલી નોટો મળી આવી
- બળેલી નોટો મળી આવતા કુતુહલ
- 500ના દરની નોટ અસલી કે નકલી તપાસનો વિષય
- કોઈએ કાળું નાણું સળગાવી દીધું કે છે કેમ તેની ચર્ચા
Black Money in Surat: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ (Texttile Hub) તરીકે ઓળખાતા સુરત (Surat) શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કુતૂહલ જગાડનારી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલામાંથી 500 રૂપિયાના દરની નોટો (Black Money) અડધી સળગેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો ફેલાયો છે.
કચરાના ઢગલાં નોટો બળીને ખાખ, Black Money હોવાની આશંકા
મળતી માહિતી મુજબ, પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આજે સવારના સમયે જ્યારે સ્થાનિક લોકો અવરજવર કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર કચરાના એક મોટા ઢગલા પર પડી હતી. આ કચરામાં કાગળના ટુકડાને બદલે 500 રૂપિયાના દરની ચલણી નોટો (Black Money) ના અડધા સળગેલા અવશેષો જોવા મળ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ જ્યારે નજીક જઈને જોયું તો કચરામાં અનેક નોટો આગમાં બળીને સ્વાહા થઈ ગઈ હતી, જ્યારે કેટલીક નોટો અડધી બળેલી હાલતમાં પડી હતી.
Black Money પકડાઇ જવાની બીકે નષ્ટ કરવાનો પ્રયાસ
કચરામાં આ રીતે મોટી માત્રામાં ચલણી નોટો સળગાવેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે, કોઈ અજાણ્યા શખ્સે પકડાઈ જવાની બીકે અથવા તપાસના ડરથી પોતાનું 'કાળું નાણું' (Black Money) આ રીતે કચરામાં ફેંકીને સળગાવી દીધું હોઈ શકે છે. બીજી તરફ, કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ નોટો નકલી હોઈ શકે અને પકડાઈ જવાના ડરે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય.
Gujarat First Live https://t.co/eKK2ns9G5k
— Gujarat First (@GujaratFirst) February 27, 2026
પોલીસ માટે તપાસનો વિષય
હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નોટો અસલી છે કે નકલી? જો નોટો અસલી છે, તો તેને આ રીતે સળગાવવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે તપાસની વિગત બહાર આવી નથી, પરંતુ જે રીતે જાહેર સ્થળે ચલણી નોટો (Black Money) સળગાવવામાં આવી છે તે કાયદાકીય દૃષ્ટિએ પણ ગંભીર ગુનો બને છે.
હાલમાં આ ઘટના આખા સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પોલીસ અને સંબંધિત તંત્ર આ બાબતે સીસીટીવી ફૂટેજ અથવા અન્ય પુરાવાઓ દ્વારા તપાસ કરે તો આ નોટો ફેંકનાર અને સળગાવનાર શખ્સ સુધી પહોંચી શકાય તેમ છે.
આ પણ વાંચો: RBI Currency Update : નવી આવી 100 અને 500 રુપિયાની નોટો!


