Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: 'સ્વચ્છ ગામ રાખનારને ઈનામ આપો' મંત્રી સી.આર. પાટીલનો કોર્પોરેટર્સ અને સરપંચો સાથે સંવાદ

Surat: સુરતની લી મેરેડિયન હોટલમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 'સંવાદ કાર્યક્રમ' યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નવસારીના પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સ્વચ્છતા, પર્યાવરણ અને જળ સંચય માટે જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે 'જી રામજી' (મનરેગા) યોજનાના લાભો જણાવી નવસારીની સિદ્ધિઓ અને સુરતના સફાઈકર્મીઓના કલ્યાણની પ્રશંસા કરી હતી.
surat   સ્વચ્છ ગામ રાખનારને ઈનામ આપો  મંત્રી સી આર  પાટીલનો કોર્પોરેટર્સ અને સરપંચો સાથે સંવાદ
Advertisement
  • Surat: કેન્દ્રીય મંત્રી CR Patil સંવાદ કાર્યક્રમ યોજ્યો
  • લી મેરેડિયન હોટલ ખાતે યોજવામાં આવ્યો કાર્યક્રમ
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત

Surat: સુરત શહેરમાં આજે જાણીતી લી મેરેડિયન હોટલ (Le Meridien Hotel) ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (CR Patil) ની અધ્યક્ષતામાં એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi)  પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના સરપંચો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.

Surat: સ્વચ્છતા અને પર્યાવરણ માટે નવી પહેલ

surat_cr_patil_gujaratfirst 4

Advertisement

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગામડાઓના વિકાસ અને પર્યાવરણ જાળવણી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ સરપંચો અને આગેવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, "માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે ગામમાં સ્વચ્છતા માટે સ્પર્ધાઓનું આયોજન કરો." તેમણે સૂચન કર્યું હતું કે જે ગામ સૌથી વધુ સ્વચ્છ રહે તેને વિશેષ ઈનામ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ. આ ઉપરાંત, ગ્લોબલ વોર્મિંગની અસરોને ખાળવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાની સ્પર્ધા યોજવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

Advertisement

જળ સંચય: ભવિષ્યની જરૂરિયાત

પાણીની અછત અને ભૂગર્ભ જળના સ્તર ઘટવા અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વરસાદી પાણી વહી જાય તેના કરતા તેનો સંગ્રહ કરવો એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે 'વોટર હાર્વેસ્ટિંગ' પર ભાર મુકતા કહ્યું કે, પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા દરેક ગામમાં હોવી જોઈએ. આ માટે તેમણે ટેકનિકલ માર્ગદર્શન અને લોકભાગીદારી વધારવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચોઃ Surat: ઓલપાડના નાયબ મામલતદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું! શું છે કારણ?

મનરેગા યોજના અંગે શું કહ્યું?

મંત્રી સીઆર પાટીલે  મનરેગાની વાત કરતા જણાવ્યું કે SIR નો કાર્યક્રમ એ મતદાર યાદીને સ્વચ્છ કરવા માટેનો છે. મનરેગામાંથી "જી રામજી" પુનઃનામકરણ થયું તેનો દુષ્પ્રચાર વિરોધ પક્ષ કરે છે. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના શાસનમાં નરેગા નામ આપવામાં આવ્યું. મનરેગા યોજનામાં 35 હજાર કરોડથી વધીને "જી રામજી" (G RAM G) યોજનામાં 95 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, જે આશરે ત્રણ ઘણા છે. કોંગ્રેસે માત્ર મજૂર ઉત્પન્ન કરવા માટે જ મનરેગાનો ઉપયોગ કર્યો. "જી રામજી"  યોજનામાં જેની પાસે ટેલેન્ટ છે તે તમામ લોકોને તક મળશે અને આ યોજનાનો ફાયદો થશે. મનરેગાની 100 દિવસની ગેરંટીને વધારીને "જી રામજી" યોજનામાં 125 દિવસની ગેરંટી આપવામાં આવી તે માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં જ શક્ય બન્યું છે. જળ જીવન મિશન માટે વોટર હાર્વેસ્ટિંગ માટે હવે મશીનરીનો પણ ઉપયોગ કરી શકાશે. જળસંચય માટે ડાર્ક ઝોન માટે 65% રકમ જળસંચય માટે આ યોજનામાં ફાળવાઈ છે. જી રામજી યોજનામાં કોંગ્રેસીઓને રામના નામથી જ વાંધો છે માટે તે વિરોધ કરી રહ્યા છે.

'દેશમાં ધુમ્ર રહિત જિલ્લો નવસારી'

તેમણે નવસારી જીલ્લાના વખાણ કરતાં કહ્યું સમગ્ર દેશમાં ધુમ્ર રહિત જિલ્લો એ નવસારી જિલ્લો બન્યો છે. નવસારી સૌ પ્રથમ રહેવા માટે ટેવાયેલો જિલ્લો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત સંસદીય મતક્ષેત્ર માંથી સૌથી વધારે 44 હજાર જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2 કરોડ 20 લાખ જેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા. જેમાં, મહેન્દ્ર બ્રધર્સ દ્વારા ખૂબ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. જળસંચયથી જનભાગીદારી ઝુંબેશ નવસારી જિલ્લાથી શરૂ થઈ.અને નવસારી તેનું મોડલ બન્યું જેમાં, આજે સફર દેશ તે દિશામાં ચાલે છે. કોઈપણ ઝુંબેશ માટે સ્પર્ધા થાય તો કાર્ય માટેની ઉત્સુકતા અને પ્રથમ આવવાની જીજ્ઞાસા અવશ્ય વધશે અને સફળ થશે.

'સ્વચ્છતામાં  સુરત આજે પ્રથમ ક્રમાંકે'

surat_cr_patil_gujaratfirst 3

મંત્રી સીઆર પાટીલે સુરતની સ્વચ્છતાં અંગે વાત કરતાં કહ્યું કે સ્વચ્છતામાં દેશમાં બીજા ક્રમે આવતું સુરત આજે પ્રથમ ક્રમાંકે છે અને તેનો જશ સુરતના સફાઈકર્મીઓને જાય છે. જશ માત્ર શબ્દોથી નહીં બલ્કે 10 કરોડ રૂપિયા ભેગા કરીને એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા, તેના વાર્ષિક વ્યાજથી સફાઈકર્મીઓના બાળકોને અભ્યાસ માટે, વગર વ્યાજે લોન જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કોઈ મહાનગરપાલિકા એ સફાઈ કર્મીઓ માટે ચિંતા નથી કરી તે ચિંતા સુરત મહાનગરે કરી છે.

Surat: છેવાડાના માનવી સુધી સુવિધા

સરકારની પ્રાથમિકતા જણાવતા તેમણે કહ્યું કે, છેવાડાના નાના ગામડાઓ સુધી સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવશે. જિલ્લાના તમામ ગામોમાં કચરાના નિકાલ અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ વાહનોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. કાર્યક્રમના અંતે હર્ષભાઈ સંઘવીએ પણ કાર્યકર્તાઓને સંબોધતા સરકાર અને સંગઠન વચ્ચેના સેતુને વધુ મજબૂત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓના ઉત્સાહથી આ કાર્યક્રમ આગામી સમયમાં ગ્રામીણ વિકાસ માટે નવી દિશા ચિંધનારો સાબિત થશે.

surat_cr_patil_gujaratfirst 45

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Surat: "છૂટાછેડામાં પૈસા લેવા એ ખરાબ બાબત" સાંસદના નિવેદનને કોણે કોણે આપ્યું સમર્થન?

Tags :
Advertisement

.

×