Surat: 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, સામે આવી હકીકત
- હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે કાર ચાલક ની ધરપકડ કરી
- કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય ગેટ બહાર બની હતી ઘટના
- પોલીસે કારચાલક પ્રકાશ ગોરધન પ્રસાદની ધરપકડ કરી લીધી
Surat: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મંદિર બહાર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી કાર શીખી રહ્યો હતો, તે દરમિયાન સ્ટેરીંગ અને એક્સિલેટર પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જ્યાં પોલીસે વધુ તપાસ હતું હાથ ધરી છે.
80 વર્ષીય વૃદ્ધ મહિલાને કારચાલકે અડફેટે લીધી હતી
સુરતના વેસુ સ્થિત કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય ગેટ બહાર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગુરુવારની વહેલી સવારે સાડા આઠથી પોણા મવ વાગ્યાના સમય દરમિયાન મંદિરે લોકો નિત્યક્રમ મુજબ દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં મંદિરના મુખ્ય ગેટ બહાર એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાને બેકાબૂ બનેલા કારના ચાલકે અડફેટે લીધી હતી. મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. જે બાદ મંદિર બહાર નાસભાગ અને દોડધામ મચી હતી.
આ પણ વાંચો: Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV
પોલીસે ચાલક પ્રકાશ ગોરધન પ્રસાદની ધરપકડ કરી
નોંધનીય છે કે, ઘટના બાદ કારનો ચાલક સહિત બે લોકો સ્થળ પરથી ભાગી છૂટયા હતા.જ્યાં ઘટના અંગે વેસુ પોલીસ દ્વારા મહિલાની લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રન અંગેનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં હિટ એન્ડ રનની આ ઘટના સ્થાનિક મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જે સીસીટીવી ફૂટેજ અને કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે ચાલક પ્રકાશ ગોરધન પ્રસાદ ની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી, વાંચો બંને પક્ષે શું કરી દલીલ ?
કારચાલકની વેસુ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી
હિટ એન્ડ રનની ઘટનામાં ધરપકડ કરાયેલા કાર ચાલક પ્રકાશ ગોરધન પ્રસાદની વેસુ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જે પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે, આરોપી કાર ચાલક પ્રકાશ ગોરધન પ્રસાદ જોડે અન્ય એક યુવક પણ કારમાં સવાર હતો. પોતે કાર શીખી રહ્યો હતો, તે દરમિયાન એ ઘટના બની હતી. સ્ટેયરીંગ અને એક્સિલેટર પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ બની હતી. જેના કારણે અકસ્માત સર્જાતા કાર અડફેટે આવેલી વૃદ્ધ મહિલાનું કરૂણ મોત થયું હતું. ઘટના અંગે વેસુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: બંધ પેઢીમાંથી ઢગલાબંધ મોંઘા મોબાઈલ ખરીદી રોકાણકારોને ગિફ્ટ કર્યાં! તપાસમાં ચોંકાવનારો ખુલાસો