Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat : કારે યુવકને ટક્કર મારતા હવામાં 10 ફૂટ ઉછળ્યો, CCTVમાં કેદ થઈ ઘટના

Surat : સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટા વરાછા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કાર દ્વારા ફૂડ ડિલિવરી બોયને જોરદાર ટક્કર મારી છે. ટક્કર માર્યા બાદ ડિલિવરી બોય હવામાં અંદાજે 10 ફૂટ ઉછળીને રોડ પર પટકાયો હતો.
surat   કારે યુવકને ટક્કર મારતા હવામાં 10 ફૂટ ઉછળ્યો  cctvમાં કેદ થઈ ઘટના
Advertisement
  • Surat :  મોટા વરાછા વિસ્તારમાં ગંભીર અકસ્માત
  • પૂરપાટ ઝડપે આવતી કાર દ્વારા ફૂડ ડિલિવરી બોયને જોરદાર ટક્કર
  • ટક્કર બાદ ડિલિવરી બોય હવામાં અંદાજે 10 ફૂટ ઉછળીને રોડ પર પટકાયો,
  • સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ

Surat : ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટા વરાછા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કાર દ્વારા ફૂડ ડિલિવરી બોયને જોરદાર ટક્કર મારી છે. ટક્કર માર્યા બાદ ડિલિવરી બોય હવામાં અંદાજે 10 ફૂટ ઉછળીને રોડ પર પટકાયો હતો.

CCTVમાં કેદ થઈ ઘટના(Surat)

જોકે આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના 27 ડિસેમ્બર 2025ના રોજ શ્યામ શિખર રેસિડેન્સી સામે બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને યુવકને ખાનગી હોસ્પિટલ ખસેડ્યો છે. ગંભીર અકસ્માત છતાં ડિલિવરી બોયનો ચમત્કારિક બચાવ થયો છે.

Advertisement

Advertisement

કારે યુવકને મારી ટક્કર (Surat)

ઉલ્લેખનીય છે કે મોટા વારાછા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે ફૂડ ડિલિવરી કરવા જતા બોયને જોરદાર ટક્કર મારી છે. અકસ્માત થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉત્તરાણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જો કે ઈજાગ્રસ્ત લોકો ઘાયલ યુવક તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ફૂડ ડિલિવરી બોયને નબીરાએ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા યુવક હવામાં ફંગોળાયો હતો. જો કે તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Jamnagar માં વાયરલ રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

Tags :
Advertisement

.

×